May 07, 2017

માતા રમાઈ એક આદર્શ પત્ની અને કરોડો બહુજનો ના અસલી માતા : વિન્કેશ બૌદ્ધ


સૌને મારા જય ભીમ...
           
મિત્રો આજે માતા રમાઈ વિશે એક વાત કહેવા માગું છું..

માતા રમાઈ એક આદર્શ પત્ની અને કરોડો બહુજનો ની આદર્શ માતા તરીકે ની ભૂમિકા.....

બાબાસાહેબ જયારે ઇંગ્લેન્ડ ભણવા જાય છે ત્યાર ની વાત છે, માતા રમાઈ છાણાં વીણીને પોતાના બાળકો નું લાલન પાલન કરે છે તેમને ભણાવી શકાય એટલા પૈસા પણ નથી બચી સકતા એટલા માં જ પોતાનો દીકરો દામોદર બીમાર પડે છે ઈલાજ કરાવવાના પૈસા નથી હોતા અને થોડાક જ દિવસો માં દામોદર દમ તોડી દે છે. પણ આ વાત માતા રમાઈ બાબાસાહેબ ને નથી જણાવતા કારણ કે બાબાસાહેબ ને ભણવા માં કોઈ ખલેલ ના પહોંચે...


એક વખત બાબાસાહેબ માતા રમાઈ ને પત્ર લખે છે " પ્રિય, રામુ હું અહીંયા એક જ ટાઈમ બ્રેડ અને પાણી ખાઈને ચલાવું છું તો પણ હું પૈસા નથી બચાવી સકતો તું થોડા પૈસા ની મદદ કરે તો સારું" પત્ર વાંચીને જ માતા રમાઈ ભાવવિભોર થઇ જાય છે.


 દામોદર ના મૃત્યુ પછી થોડાક જ દિવસો માં પોતાની દીકરી ઈન્દુ બીમાર પડે છે ગંભીર બીમારી હોવાના કારણે ઈન્દુ નું જીવન બચાવી શકવું અઘરું હતું મારા રમાઈ એ થોડાક પૈસા ભેગા કર્યા હોય છે અને વિચારે છે કે આ પૈસા થી ઈન્દુ નો ઈલાજ કરાવીશ અને એટલા માં જ યાદ આવે છે કે મેં તો બાબાસાહેબ ને વચન આપ્યું છે કે હું તમને ભણવા માં મારા થી જેટલી બનશે તેટલી મદદ કરીસ.



માતા રમાઈ સંકટ માં આવી જાય છે તે વિચારે છે ઈન્દુ નો ઈલાજ કરાવું કે બાબા સાહેબ ને મદદ કરું અને ત્યારે માતા રમાઈ પોતાની દીકરી ની જિંદગી નું બલિદાન આપીને કરોડો બહુજનો ની દીકરી ઓ નું ભવિષ્ય બચાવે છે અને બાબા સાહેબ ને પૈસા મોકલાવે છે..
            
આ હતા કરોડો બહુજનો ના અસલી માતા...
    
હવે મને એક સવાલ ઉદભવે છે કે શું તમારા ૩૩ કરોડ દેવી દેવતા ઓ એ તમારા સમાજ માટે કોઈ બલિદાન આપ્યા? અને આપ્યા હોય તો ખાલી એક જણાવશો. .
          
દુઃખ એ વાત નું થાય છે કે હજુ બહુજન સમાજ નો મોટો ભાગ પોતાની માતા ને નથી ઓળખતો..

મિત્રો આ બલિદાન કોઈ નાનું નથી આ અમૂલ્ય બલિદાન ના કારણે બાબા સાહેબ ભણી સક્યા , વિશ્વવિભૂતિ બની સક્યા, કરોડો બહુજનો ના મસીહા બની સક્યા, વિશ્વ માં સૌથી વધારે ભણેલા મહાનુભાવો માં તેમનો સમાવેશ કરાવી સક્યા.

મને એ પ્રશ્ન થાય છે કે શું માતા રમાઈ એ આટલા બધા બલિદાનો ના આપ્યા હોત તો આપણે અને આપણી આવનારી પેઢી ભણી શકત?


આ પ્રશ્ન વિષે જરૂર થી વિચાર કરશો એવી આશા અને બાબાસાહેબ એ એકલા આખા કરોડો બહુજન સમાજ નું સપનું સાકાર કર્યું હતું તો આપણે કરોડો લોકો ભેગા મળીને બાબા ના સપના સાકાર કરીએ..

અંતે,
જય ભીમ
જય રમાઈ
નમો બુદ્ધાય

 - - વિન્કેશ બૌદ્ધ







No comments:

Post a Comment