સરકારો માન-અકરામ, એવોર્ડ, ઇલ્કાબ નથી આપતી! દેશની જનતા આપે છે. અને જનતા બહું હુંશિયાર હોય છે તે એને જ સન્માન આપે છે જે તેનો અસલી હિરો હોય! કેટલાંક લોકોને ગળામાં તાંબિયા લટકાવી ફરવાનો શોખ હોય છે. સેટીંગ કરવાની ફાવટવાળા હોય છે. તેઓ રાજભાટાઇ કરી ચાંદીનાં ચમચા પ્રાપ્ત કરે છે. સરકાર બહાદૂરને માલુમ થાય કે, ગળામાં રાજનું ચકતું હોવા માત્રથી જનતા તેને ખભે બેસાડી ઉત્સવો નહી કરે! સરકાર બહાદૂરે તાંબિયા/ ચકતાની લ્હાણી કરવામાં વિવેક રાખવો જોઇએ!
આ પહેલાં પણ એક કોલ્ડડ્રિંક, જુતાં, બિસ્કીટ, ટીવી, ગંજી-જાંગીયા, તેલ, સાબુ વિગેરે ચીજવસ્તુઓ વેચી ઉદરપોષણ કરતાં રમતવીરને સરકારે સર્વોચ્ચ ઇલ્કાબ પધરાવી દીધો છે. રાજ્યસભાના સભ્ય જેવું મહત્વનું સ્થાન પણ આપેલું છે. કિન્તું હજીસુધી તે ભાઇ હાજરી પુરાવવા પૂરતાં પણ વેપલાંમાંથી નવરાં નથી થતાં..!
જનતાના અસલી હિરો કેવા હોય તે માટે એક ઉદાહરણ આપું છું..
કેટલાંક રમતવીરો કાયમ યાદ રહી જશે જેમ કે, ઝીમ્બાવેનો પ્રથમ અશ્વેત ક્રિકેટર હેનરી ઓલોન્ગા! સમાનતાવાદી, માનવતાવાદી આ ક્રિકેટરે ઝીમ્બાવેના અત્યાચારી અને ધૂની સરમુખ્ત્યાર રોબર્ટ મુગાબેની શાસન વ્યવસ્થા સામે આક્રોશ ઠાલવ્યો. અને તેની ટીકાઓ કરી. અને એકવાર નહી અનેકવાર! મુગાબેના નાકમાં દમ લાવી દિધો આખરે રોબર્ટ મુગાબેએ તેના માટે મૌતનું ફરમાન જાહેર કર્યું. હેનરી આ લડાઇ જ્યારે લડી રહ્યો હતો ત્યારે વિશ્વના પાંચ બોલરો પૈકી નંબર એક હતો. હેનરીએ પોતાની ઝળહળતી કારકિર્દી અને પોતાનું વતન છોડ્યું માત્ર પોતાની માનવતાવાદી વિચારસરણીને કારણે. હેનરીને બીજા દેશો તરફથી રમવાની ઓફર મળી હતી. પણ ઝીમ્બાવે તેની વાદળી નસોમાં વહેતું હતું. તેના શબ્દો હતાં ''હું રમીશ તો માત્ર ઝીમ્બાવે માટે..''
-વિજય મકવાણા #રમણમાડી #આંબેડકરએવોર્ડ
Facebook Post:-
No comments:
Post a Comment