May 10, 2017

જેવો રાજા તેવી પ્રજા.. - મેહુલ રામકર

એક વાર તથાગત બુદ્ધ એ ભીક્ખુઓ ને સંબોધન કરતા કહ્યું કે, હે ભિખ્ખુઓ જયારે રાજા દુરાચારી થઇ જાય, તો તેના મંત્રીગણ અને અધિકારીગણ પણ દુરાચારી થઇ જાય છે.. જયારે મંત્રીગણ અને અધિકારીગણ દુરાચારી થઇ જાય ત્યારે ગૃહપતિ પણ દુરાચારી થઇ જાય છે.. જયારે ગૃહપતિ દુરાચારી થઇ જાય ત્યારે ગામ અને નગર ના લોકો પણ દુરાચારી થઇ જાય છે..

જયારે રાજા સદાચારી હોય છે, ત્યારે તેનો મંત્રીગણ અને અધિકારીગણ પણ સદાચારી હોય છે.. જયારે મંત્રીગણ અને અધિકારીગણ અને અધિકારી ગણ સદાચારી હોય છે ત્યારે ગૃહપતિ પણ સદાચારી બની જાય છે.. અને જો ગૃહપતિ સદાચારી હોય તો ગામ અને નગર ના લોકો પણ સદાચારી બની જાય છે.

જયારે ગાયો નદી પાર કરી રહી હોય છે ત્યારે કોઈ વૃદ્ધ બળદ ખોટા રસ્તે ચાલી જતો હોય તો એનું અનુકરણ કરીને બધી ગયો પણ ખોટા રસ્તે ચાલી જાય છે.. આ જ પ્રકારે માણસો માં પણ મોભી કુટિલ હોય તો અન્ય લોકો પણ કુટિલ બની જાય છે.. આ જ પ્રકારે જયારે રાજા રસ્તો ભટકી જતો હોય તો સમગ્ર રાજ્ય દુખી થાય છે..

જયારે ગાયો નદી પાર કરતી હોય અને બળદ સીધો જાય તો બધી ગયો પણ એનું અનુકરણ કરતી સીધી જાય છે કેમ કે એનો માર્ગ સીધો છે.. એવી જ રીતે માણસો માં જે મોભી હોય છે, જો તે સત્માર્ગી હોય તો બીજા પણ સદાચારી બને છે..

તથાગત બુદ્ધ એ કરેલી આ ધમ્મ દેશના, આપણા સમાજ ના આજના આંબેડકર ભક્તો અને અનુયાયીઓ ને પૂર્ણ રીતે લાગુ પડે છે.. જેવા સંગઠન ના મુખ્ય મોભી હશે, એવા જ સંગઠન ના અન્ય કાર્યકર્તાઓ હશે, એના પર જ સંગઠન ની સફળતા નો આધાર રહેલો છે.. હવે આપને નક્કી કરવાનું છે કે આપણે અનુયાયી બનવું કે ભક્ત!!!

આજના પવિત્ર દિવસ, તથાગત ગૌતમ બુદ્ધ ના જન્મદિવસ, જ્ઞાન પ્રાપ્તિ દિવસ અને મહાપરીનીર્વાણ દિવસે સૌને મંગલ કામનાઓ..
જય ભીમ.. નમો બુદ્ધાય.. 

-- મેહુલ રામકર 



No comments:

Post a Comment