May 10, 2017

બુધ્ધની જયંતિના અવસરે તેમની મુતિઁઓની પુજા કરવાની મનુવાદી પ્રવૃત્તિઓ સંપુણઁ ત્યજીને તથાગતની વિચારધારાને સમજવા પ્રયાસ કરીએ : જીગર શ્યામલન

ધમઁમાં પ્રવઁતી રહેલી ઈશ્વરીય માન્યતાઓ..., ઈશ્વરીય અવતાર..., અંધશ્રધ્ધાત્મક રિવાજો..., કમઁકાંડ..., જન્મ-પુનઁજન્મ..., આત્મા-પરમાત્મા..., સ્વગઁ-નરકના ખોટા ખ્યાલોને એક ઝાટકે ધરાશાયી કરીને સંપુણઁ વૈજ્ઞાનિક અભિગમથી માનવને તકઁ કરતા શીખવે તેવી વિચારસરણીના સ્થાપક, રેશનાલિસ્ટ તથાગત ગૌતમ બુધ્ધની જયંતિના અવસરે તેમની મુતિઁઓની પુજા કરવાની મનુવાદી પ્રવૃત્તિઓ સંપુણઁ ત્યજીને તથાગતની વિચારધારાને સમજવા પ્રયાસ કરીએ....
તો જ ઉજવણી સાથઁક થઈ કહેવાશે.....
''તમે અને માત્ર તમે જ તમારા જીવનમાં બદલાવ લાવી શકશો...બીજુ કોઈ નહી...'': ગૌતમ બુધ્ધ
- જીગર શ્યામલન


***


તથાગત ગૌતમ બુધ્ધની સાથે ભગવાન એવો શબ્દ જોડશો નહી..............
આજે બુધ્ધ પુણિઁમાં ના ગૌરવભયાઁ દિવસે તથાગત બુધ્ધના નામ સાથે ભગવાનનું નામ જોડાયેલ જોઈને એક પ્રશ્ન ચોક્કસ થાય છે....
ખરેખર આપણે બુધ્ધથી વાકેફ છીએ.......? કે પછી વાંચ્યા....., જાણ્યા.., સમજ્યા વિના ધેંટાના ટોળાની માફક બસ દે ઠોકા ઠોક.... ઝીંકે રાખીએ છીએ........?
બુધ્ધે પણ કદી પોતાની જાતને ભગવાન કે ઈશ્વરીય અવતાર ગણાવ્યા નથી.... બુધ્ધે કદી પણ પોતે કોઈનો ઉધ્ધાર કરવા માટે અવતાર લીધો તેવું કહ્ચું નથી.. બુધ્ધે પોતાનાં જનમને સામાન્ય માણસના જનમ સમાન ગણાવી પોતે ઈશ્વરનો અવતાર હોવાની વાતનો છેદ ઉડાડી દીધો હતો....
ગૌતમ પોતાનાં ઉપદેશમાં જણાવ્યું છે... કે...


  1. આ જગતમાં આત્મા અને પરમાત્મા વિશેનાં તમામ ખ્યાલ ખોટા છે. એવું કંઈ નથી.ખરેખર સાચું જ છે..... જો આત્મા સો પરમાત્માવાળો ખ્ચાલ સાચો હોત તો એ દ્રષ્ટિએ અછૂતો પણ આત્મા સો પરમાત્મા મુજબ અશ્પૃશ્ય ન ગણાતા હોત. 
  2. બીજી વાત બૂધ્ધ પોતે આગલા જન્મ અને પૂનઁજન્મની વાતને સાવ ખોટી ગણાવતા હતા. એમનું કહેવું હતુ કે જન્મ એકવાર જ થાય છે. અને જે જન્મે છે તેનું ચોક્ક્સ મૃત્યુ થાય છે. દુનિયામાં કોઈ અમર નથી... ( યાદ કરો કિસા ગૌતમીવાળો પ્રસંગ).કોઈ ચિરંજીવી નથી બધી વાતો સાવ ગપગોળા.... 
  3. બુધ્ધે પોતાના ઉપદેશમાં એમ પણ કહ્યું છે કે હું જે કહું છું એટલે એ બધુ સાચું છે એવું માની લેવાની જરુર નથી. તમે તમારી બુધ્ધી અને તકઁ લગાવો સાચુ લાગે તો અમલ કરો.એટલે ગ્રંથોમાં લખ્યું કે કોઈએ કહ્યુ એટલે સાચુ જ માની લેવું એવી ધમકી કે દાદાગીરી નહી..... 
  4. બુધ્ધ પોતે જ પૂનઁજન્મની વાતને ખોટી ગણાવતા અને પોતે ઈશ્વરીય અવતાર હોવાની વાતને રમૂજ ગણાવતા.જ્યારે અહીં તો બુધ્ધને વિષ્ણુંનો 8મો અવતાર બતાવી દેવામાં આવ્યા છે..... જે માણસ પોતે જ ઈશ્વરની વાતનું ખંડન કરતા રહ્યા તેમને જ વિષ્ણુંનો આંઠમો અવતાર ગણાવવાની જરુર મનુવાદીઓને શા માટે પડી.......?

કારણ સાફ છે...... મનુવાદીઓ બુધ્ધના મૌલિક..., તકઁબધ્ધ..., વૈજ્ઞાનિક વિચારો અને સિધ્ધાંતો તેમજ સામાજિક સમરસતાનાં ઉપદેશોથી ગભરાઇ ગયેલા......
હવે.... આવા સમયે મનુવાદીઓએ એક ચાલાકી અપનાવી...... બુધ્ધને જ વિષ્ણુંનો આંઠમો અવતાર ગણાવવાનું શરૂ કરી દીધું.... 
આનાંથી પરિણામ એ આવ્યુ કે બુધ્ધ પણ... ચમત્કારી ને અવતારી પુરૂષ ગણાવા લાગ્યા...અને તેમનાં ઉપદેશ મૌલિક અને અલગ હોવા છતાં સીધેસીધા હિન્દુ ધરમનો એક ભાગ બની ગયા.....
મુળ હેતું બુધ્ધના મૌલિક તમામ ઉપદેશ વિષ્ણુંના સ્વરુપમાં સમાવી લઈને આડકતરી રીતે બુધ્ધને સાઈડ લાઈન કરી શકાય.
બુધ્ધ વિષ્ણુંનો અવતાર ખરેખર હોત તો ભારતમાં જન્મેલા બૌધ્ધ અને બૌધ્ધ ધમઁ ભારતમાંથી નામશેષ ન થયા હોત. 
જાપાન.., શ્રીલંકા.., કંબોડીયા... તથા અન્ય તમામ બૌધ્ધ ધરમ પાળતા દેશોમાં વિષ્ણુંનો આંઠમો અવતાર એવા બુધ્ધ નહીં પણ ખુદ પોતે વિષ્ણું પુજાતા હોત.
જરા તકઁ વાપરી વિચારી જુઓ....
જીગર શ્યામલન (21 May 2016)


















Facebook Post :-

No comments:

Post a Comment