May 11, 2017

અનામતનો લાભ મેળવ્યા બાદ પછાત સમાજનાં લોકો પોતપોતાના સ્વાથઁ સાધવામાં પડી ગયા છે : જિગર શ્યામલન

પછાતોની આ લડાઈ બાબા સાહેબના બતાવેલ માગઁ પર ચાલવી જોઈયે કારણ આ લડાઈ બાબા સાહેબના વિચારોની લડાઈ છે.
પણ...!!!!! પહેલા એના માટે બાબા સાહેબને વાંચવા.., જાણવા અને સમજવા તો પડશે ને... કારણ વ્યક્તિ પોતે જ્યાં સુધી બાબા સાહેબને નહી વાંચે ત્યાં સુધી બીજાના મોકલેલ મેસેજ.., કહેલી વાતોની જોઈયે તેટલી ધારી અસર નહી થાય....
માટે પહેલા વધુમાં વધુ લોકો બાબા સાહેબને વાંચવા પ્રેરાય તેવો પ્રયાસ કરવો જોઈયે... કારણ બાબા સાહેબે જ કહ્યુ હતુ...

''गुलामको उसकी गुलामीका परिचय करा दो.. वह खुद ब खुद विद्रोह कर उठेगा..''
અનામતનો લાભ મેળવ્યા બાદ પછાત સમાજનાં લોકો પોતપોતાના સ્વાથઁ સાધવામાં પડી ગયા...... કોઈએ બાબા સાહેબના મિશનને આગળ ધપાવવા કંઈ પ્રયાસ ન કયોઁ ત્યારે બાબા સાહેબ પોતાનાં જીવનનાં અંતિમ દિવસોમાં ખુબ જ દુ:ખી જોવા મળતા હતા... આ બધી વિગતો બાબા સાહેબના અંગત સચિવ એવા નાનકચંદ રત્તુના પુસ્તકમાં છે.
છેલ્લે એ મહામાનવ પોતાની લથડતી જતી તબિયતથી વ્યગ્ર હતા... બીજી તરફ પોતાના જ સમાજનાં ભણી ગણી અનામતનો લાભ લઈ બેઠેલા લોકો પોતાનાં પછાત અને ગરીબ, અભણ સમાજ પ્રત્યેની જવાબદારી નિભાવવામાં સાવ ઉદાસીનતા દાખવી રહ્યા હતા.
ત્યારે ભારે દુ:ખનાં ઉદ્ગાર સાથે બાબા સાહેબને કહેવું પડ્યું હતું કે-''મને મારા સમાજના ભણેલા ગણેલા લોકોએ દગો આપ્યો''
આંબેડકરવાદના સિધ્ધાતોનાં પ્રચાર પ્રસાર સાથે સંકળાયેલ એક સંસ્થાએ કરેલ સવેઁમાં કેટલાક તારણ જોવા મળ્યા જે આપણી માનસિકતા છતી કરવા પુરતાં છે.

  1. આજે 98% ભણેલા ગણેલા દલિતો બાબા સાહેબને જાણે છે.
  2. 65% ભણેલા ગણેલા દલિતો બાબા સાહેબના સિધ્ધાન્તોને નથી જાણતા.
  3. 90% ભણેલા ગણેલા દલિતો પુજા, કમઁકાંડ, હોમહવનમાં વિશ્વાસ ધરાવે છે.
  4. 95% ભણેલા ગણેલા દલિતોનાં ઘરમાં કોઈ વ્રત, તહેવાર, ઉપવાસ વગેરે કરવામાં આવે છે.
  5. 97% ભણેલા ગણેલા દલિતના ઘરના સભ્યો ગૌતમ બુધ્ધ વિશે ખાસ માહિતી જાણતા નથી. એ લોકો હજીય બુધ્ધને વિષ્ણુંનો નવમો અવતાર માને છે.
  6. 98% ભણેલા ગણેલા દલિતોનાં ઘરમાં બાબા સાહેબનો ફોટો તો છે... પણ સાથે સાથે ઘરમાં એક નાનું મંદિર પણ છે. જ્યાં સવાર સાંજ દિવો કરવામાં અને ઘંટડી વગાડવામાં ટાઈમ બગાડે છે.
  7. 90% ભણેલ ગણેલ દલિતો લાભ અનામતનો પુરો લે પણ કામ મનુવાદીઓ માટે કરે છે.
  8. ભણેલા ગણેલા દલિતોનુ આથિઁક સંગઠન છે. જ્યાં તેઓ બાબા સાહેબનાં સિધ્ધાતો પર ચાલવાને બદલે માત્ર તેમની જયજયકાર કરતા રહે છે.
  9. માત્ર 14 એપ્રિલે બાબા સાહેબ યાદ આવતા હોય તેવા 94% ભણેલા ગણેલા દલિતો છે.
  10. 90% ને તો બાબા સાહેબના મિશન વિશે કંઈ ગતાગમ જ નથી.
    બાબા સાહેબની જયંતી ધામધુમથી મનાવવી જ જોઈયે.. પણ મોટાભાગે શું થાય છે....???????
    14એપ્રિલ પત્યા પછી ફુલહાર અને માલ્યાપણઁ કરવા બહાર કાઢવામાં આવેલ બાબા સાહેબના તૈલચિત્રો અને ફોટાઓ ફરી માળીયા પર ચઢાવી દેવામાં આવે આવતી 14એપ્રિલ આવે ત્યાં સુધી.

બાબા સાહેબની જયજયકાર કરવા પાછળ કરોડો ખરચ કરીએ પણ તેમના વિચારોનો ફેલાવો 6743 પછાત જાતિઓમાં થાય તે માટે એક રૂપિયો નથી ખચઁ થતો..
બાબા સાહેબે કહ્યું હતુ તેમ બાબા સાહેબના ફોટા થી વધારે તેમનાં વિચારોનો પ્રચાર કરો...
કારણ આ લડાઈ સંપૂણઁ બાબા સાહેબના વિચારોની જ લડાઈ છે.
જિગર શ્યામલનનાં જયભીમ.



No comments:

Post a Comment