May 11, 2017

મનુફોબીયા : જિગર શ્યામલન

દુનિયામાં કેટલાક માણસોને અમુક ચીજોનો સાવ અજાણ્યો ડર લાગતો હોય. 
તે મેડિકલની ભાષામાં ફોબીયા તરીકે ઓળખાય છે. 
હાલ આપણે એક એવા જ પ્રકારના ફોબિયાનો ભોગ બની ગયા છીએ.
એ છે મનુફોબીયા.... હા...મનુફોબિયા..
અહીં મારો ઉદેશ કટ્ટરતા ફેલાવવાનો નથી. પણ શબ્દોની વક્રતા એવી હોય કે તમે દ્રઢતાપુવઁક કોઈ વાત કરો તો લોકોને તમારામાં કટ્ટરતાવાદી માણસ દેખાય... મારો હેતુ માત્ર રજુઆત કરવાનો છે.
આજે એવી પરિસ્થિતી જોવા મળે છે કે.... આપણે આંબેડકરવાદ કરતા પણ વધુ મનુવાદના ચરણોમાં દંડવત કરી આળોટી રહ્યા છીએ. 

આપણી હાલત ભર તોફાનમાં અટવાયેલ જહાજ જેવી બની ગઈ છે. જે યોગ્ય દિશા સુચનનાં અભાવે સમંદરના વિકરાળ મોજાઓની ઝપટમાં આમથી તેમ અથડાઈ રહ્યું છે.
હાલની સ્થિતી આપણાં માટે અત્યંત વિકટ બની રહી છે. આપણી સામે બાબા સાહેબ સમાં સુરજનુ પ્રખર તેજ હોવા છતા નાની નાની મિણબત્તીઓના સહારો લઈ અંધકાર મિટાવવાની વ્યથઁ કોશિશ કરી રહ્યા છીએ.
આપણી આ હાલત માટે બે પરિબળો મુખ્ય જવાબદાર છે..
1. આપણે આંબેડકરવાદ જાણતા નથી.... અથવા તો
2. આપણે આંબેડકરવાદ જાણવા છતાં પણ મનુવાદ છોડવા માંગતા નથી....
મિત્રો માત્ર આંબેડકરના ફોટા, આંબેડકરી વિચારધારાને લગતા મેસેજ પોસ્ટ કરવી કે શેયર કરવી કે પછી જય ભીમ કોમેન્ટ કરવી આ બધુ કરીને આપણે આંબેડકરવાદી હોવાનો ડોળ કરીએ કે દંભ કરીએ.. ગમે તે હોય અહીં આપણે હકીકતમાં અન્યોને નહીં પણ ખુદ જાતને જ છેતરી રહ્યા છીએ...
આનું મુખ્ય કારણ આંબેડકર વિશે ઓછું વાંચન... પહેલા આંબેડકરને વાંચો પછી યોગ્ય લાગે તો જ અનુસરણ કરવું. કારણ આંબેડકરવાદી બનવું એટલે આંબેડકરના બતાવેલ રસ્તા પર ચાલવું.
મિત્રો... આંબેડકરવાદ અને મનુવાદ બેય સાથે ન ચાલી શકે.. તમારે બન્નેમાંથી માત્ર એકની જ પસંદગી કરવાની છે.
જો તમે મનુવાદને ન છોડી શકતા હોવ તો આંબેડકરવાદ છોડી દો... અને આંબેડકરવાદ અપનાવવા માંગતા હોવ તો મનુવાદને જાકારો આપી દો. 
કારણ એક વખતે એક જ વાજીત્ર વગાડી શકાય...પછી એવુ ન થાય કે બાવાના બેય બગડ્યા.....
જ્યાં સુધી આપણાં લોકો મનુવાદી પાખંડને છોડી મનુફોબિયામાંથી બહાર નહી આવે ત્યાં સુધી તમામ પ્રયાસ વ્યથઁ છે.
મનુફોબીયાની સારવાર થોડો સમય માંગી લે તેવી છે પણ એકવાર તેમાંથી મુક્ત થયા પછી તમે સ્વયં તમારો ઉધ્ધાર કરશો એ વાતમાં કોઈ શંકા નથી...
જિગર શ્યામલનનાં જયભીમ...........................














Facebook Post :-

No comments:

Post a Comment