May 11, 2017

બહુજન સમાજની સ્ત્રીઓ ધારે તો એક આખી આંબેડકરવાદી પેઢી નિમાઁણ કરી શકે. એટલી એની તાકાત છે




અગર બહુજન સમાજની સ્ત્રીઓ ધારે તો એક આખી આંબેડકરવાદી પેઢી નિમાઁણ કરી શકે. એટલી એની તાકાત છે. હું પછાત સમાજની તમામ માતાઓને બે હાથ જોડીને ભારપૂવઁક વિનંતી કરી અપિલ કરું છું કે જો આપ ધારો તો બાબા સાહેબના વિચારો અને સિધ્ધાંતોના રંગે રંગાયેલી, આંબેડકરવાદને દ્રઢતાપૂવઁક અનુસરતી એક આખેઆખી પેઢીનું નિમાઁણ કરવા સક્ષમ છો.


જો આપ હિંમત કરી ધમઁની માનસિક ગુલામીમાંથી મુક્ત થશો તો તમારી આખે આખી એક પેઢી ગુલામ બનવામાંથી બચી જશે. કારણ એક માતા સૌ શિક્ષકોની ગરજ સારે છે. જે કામ સો શિક્ષક નથી કરી શકતા એ કામ એક એકલી માતા જ કરી શકે છે.

આપ માતાઓ આંબેડકરવાદ અપનાવો અને આપનાં સંતાનોને પણ ગળથુથીમાં આંબેડકરવાદ આપો.
આપ માતાઓ આપનું સ્થાન માત્ર રસોડા કે ઘર પુરતું સિમીત ન બનાવી દો. ઘરની બહાર નીકળો, બાબા સાહેબને વાંચો, સમજો અને તેમના વિચારો પર ચિંતન કરો. સમાજની અન્ય બહેનોમાં બાબા સાહેબના વિચારોનો ફેલાવો કરો.

તમારો આદશઁ કોઈ કાલ્પનિક દેવી શક્તિ નહી પણ બહુજન સમાજની યુગ પ્રવઁતક મહિલાઓ હોવી જોઈયે...
1. સાવિત્રી ફુલે 
જે મહિલા પોતાના પતિની સાથોસાથ ઉભા રહી..... સમાજના પ્રખર અને વિરોધ વચ્ચે પણ પછાત બાળકોને શિક્ષણ આપી વિઘ્યાની દેવી બની શકે. પછાત જાતિના સાવિત્રીબાંઈ....
2. રમાબાઈ આંબેડકર 
પોતાની તમામ તકલિફ... પોતાની તમામ પીડાઓ.... પોતાના સુખી સંસાર અને બાળકોનો ભોગ આપી.... નાંણાની ભયંકર ભીડ વચ્ચે પણ પછાતો માટે બાબા સાહેબ દ્વારા ચલાવાતી ચળવળ નિરંતર ચાલુ રહે... તે માટે ઘરની કફોડી હાલત બાબા સાહેબથી છુપાવી રાખી... દેશના કરોડો અછુતોના ઉધ્ધારનું આંદોલનને સહેજ પણ અટક્યા વિના નિરંતર ચાલતુ રહે તે માટે બાબા સાહેબને પ્રેરણા આપી શકે. મહાર સમાજના રમાબાઈ.....
3. ઝલકારીબાઈ...
1857 વિપ્લવ વખતે ઝાંસીની રાણી રણ મેદાનમાં આવે તે પહેલા ઘોડે ચડી અંગ્રેજો સામે યુધ્ધ કરી મદાઁનગી બતાવી માતૃભૂમીનુ રૂણ ચૂકતે કરનાર.... પછાત સમાજની ઝલકારીબાઈ....


મહિલા સશક્તિકરણ માટે બાબા સાહેબે જેટલો પ્રયાસ કયોઁ તેટલો બીજા કોઈએ નથી કયોઁ.
જે વખતે સમાજમા પછાત પુરૂષોને જ કોઈ હક્ક ન હતા તે વખતે બિચારી મહિલાઓની દશા કેવી હશે તેની કલ્પના કરી જુઓ તમારા રૂવાંડા ખડા થઈ જશે.
જે ધમઁમાં જડ અને પરાણે ઠોકી બેસાડેલી ધામિઁક માન્યતાઓના કારણે... વરસો સુધી આપણાં સમાજના પુરૂષો અને મહિલાઓને દયનીય અને નરક કરતાંય બદતર હાલતમાં જીવવું પડ્યું તો પણ હજીય આપ આવા ધમઁની માનસિક ગુલામી વેંઢારી રહ્યા છો.........?
આ દુનિયામાં કશું જ કાયમી નથી...માનતાઓ... બાધાઓ... વ્રત..ઉપવાસ.... આ બધાયને છોડો....
એક સીધો અને સરળ નિયમ છે.... જે કોઈનું ખોટું નથી કરતો.... એનું કદીય ખોટું થતું નથી....
જે માતા એક બાળકને જન્મ આપી દુનિયાનો સૌથી મોટો ચમત્કાર કરી શકે છે.... એ માતા આગળ બીજી ફોટાઓ... કે મુતિઁવાળી માતાઓની શું વિસાત...?
જે સ્ત્રી તેના જેવા અન્ય જીવીત સજીવને નવ મહિના સુધી ગભઁમાં સાચવી રાખી.... પછી... પોતાના બાળક તરીકે જનમ આપી શકે....
આવી સાક્ષાત શક્તિનું સ્વરુપ (અહીં શક્તિ એટલે માતાજી નહી પણ તાકાત..) સ્ત્રી જે ધારે એ કરી શકે....
આજે આપણને આવી જ યુગ બદલી નાખવાની તાકાત ધરાવતી માતાઓની જરૂર છે...
જિગર શ્યામલનનાં જયભીમ...................


















Facebook Post:-

No comments:

Post a Comment