May 11, 2017

બાબા સાહેબના સિધ્ધાંતો ,વિચારધારાની ખરેખર જરૂરત કોને? : જિગર શ્યામલન


મારો ખુદનો જાત અનુભવ છે... જે આપ સૌ મિત્રોને જણાવું છુ........
ખરેખર બાબા સાહેબની જરૂરત કોને છે....?
મિત્રો... આજે જ્યાં પણ બાબા સાહેબના વિચાર.. સિધ્ધાંત.. અને આંબેડકરવાદ પ્રસરતો જોવા મળી રહ્યો છે.. આ દિશામાં કાયઁરત તમામ લોકો કાં તો મધ્યમ વગઁ અથવા તો ગરીબ વગઁમાંથી આવતા લોકો જ છે.
ક્યાંય કોઈ ધનાઢ્ય કે પૈસાદારના છોકરાઓ કે છોકરીઓ હાથમાં બ્લ્યુ ઝંડા લઈ.. જયભીમ કહેતા બાબા સાહેબની રેલીમાં કદી નજરે નથી પડ્યા. 
કારણ સાફ છે..
જેને સંધષઁ એ શું ચીજ છે એની ખબર જ ન હોય.. તેમના મોંઢે જયભીમના નારા કદીય ન હોય....
બાબા સાહેબના સંધષઁના પ્રતાપે સારા હોદ્દાઓ પર બેસેલા અને પછી પૈસાદાર બની ગયેલાઓનાં સુપુત્રો કે સુપુત્રીઓને આંબેડકરવાદ શું છે એની કંઈ ગતાગમ ક્યાંથી હોય...?
એમને આંબેડકરવાદની જરૂર જ નથી... કારણ એમના બાપા પાસે રાજ્યની મોટામાં મોટી શાળા, કોલેજ, યુનિવસિઁટીમાં ડોનેશન આપવા સુટકેસો ભરીને રૂપિયા હોય છે.
જે પોતાના આલિશાન બંગલાની બહાર કદી નીકળ્યા ન હોય....એ.સી. કારનો કાચ ઉતારીને કદી બહારની દુનિયા જોઈ ન હોય...જેના મહિનાના પોકેટ મનીના ખચઁમાં ચાર ગરીબ પરિવારો માટે બે ટંકનું ભોજન આવી જતુ હોય છે..
એવા રાજકુમારો અને રાજકુમારીઓને આંબેડકરવાદથી શું નિસ્બત હોય...?????????
આંબેડકરવાદની જરૂર કોને છે....??????
જેની પાસે ભણવા માટે પૈસા નથી. એટલે સારી સ્કુલ કે કોલેજમાં એડમિશન માટે તનતોડ મહેનત કરવી પડે છે. 
જેણે ડગલે ને પગલે જેને અપમાન સહન કયાઁ છે.....
પુરતી લાયકાત હોવા છતાં રૂપિયાના અભાવે ભણી શકતા નથી....
જેને પોતાના માતા પિતાને કાળઝાળ ગરમીમાં ખરા બપોરે તન તોડી નાખે તેવી મજુરી કરતા જોયા છે...
મિત્રો... આપણાં સમાજમાં આવ તો કેટલાય રાજકુમારો.. કુમારીઓ છે. જે જન્મ્યા ત્યારથી જ ચાંદીની ચમચીથી ગળથુથી અપાઈ હોય તેવા લોકો માટે આંબેડકરવાદી એટલે...........
1. એવી જડ માનસિકતા ધરાવતા લોકોનું સંગઠન જે સમયની સાથે પોતાની માનસિકતા બદલવા નથી માંગતુ
2. એવા કટ્ટરવાદી લોકોનું ટોંળુ જે ભુતકાળને યાદ કરી વતઁમાન બગાડે છે
3. એવા લોકો જે સાવ નવરા ધુપ છે.. અને સમાજને બગાડે છે
મિત્રો આ મારા પસઁનલ અનુભવ છે. એટલે આવી માનસિકતાવાળા રાજકુમારો, રાજકુમારીઓ આંબેડકરવાદ બાબતે સાવ નિષ્ક્રિય રહે તે જ ઉત્તમ....
તેમના ભાગનું કામ આપણે જ કરવું પડશે....કારણ આપણને આંબેડકરવાદની જરૂર છે...તેમને નહી..
જિગર શ્યામલનનાં જયભીમ.................................

























Facebook Post:-

No comments:

Post a Comment