આપણો સમાજ હજીય આંબેડકરના સિધ્ધાંતોને પુરેપુરા અપનાવી શક્યો નથી...
પછાત રાધાસ્વામી..., ઓમ શાંતિ..., ગાયત્રી..., જય યોગેશ્વર.., આસારામ..., દાદા ભગવાન....,બધાયના રંગે રંગાયો પણ જય ભીમ આંબેડકરવાદનાં રંગે રંગાયેલ નથી..
સમાજના કેટલાક લોકો હજી પણ બાબા સાહેબના દશાઁવેલ રસ્તા ઉપર ચાલ અચકાય છે અને ખચકાય છે. વળી કેટલાક તો મારા વાલા એવા છે જે બહારથી બાબા સાહેબના રસ્તે ચાલતા હોવાનો દેખાડો કરે છે પણ અંદરથી હજી પણ મનુવાદની ગુલામીથી છુટી શક્યા નથી. કેટલાક દૂધ અને દહી એમ બન્નેમાં પગ રાખે છે...
કેટલાક લોકોનો આંબેડકરવાદ વરસાદ પછી જ્યાં ને ત્યાં ફુટી નિકળતા બિલાડીના ટોપ જેવો ક્ષણિક છે...
મોટાભાગનાં મિત્રો આંબેડકરવાદમાં માને છે પણ... તેમની આ માન્યતા મોટાભાગે બાબા સાહેબના પુસ્તકો કે લખાણો તેમજ તેમનાં સંધષઁને સ્વયંમ વાંચ્યા... જાણ્યા વિના પારકાના ઉછીનાં લીધેલા વિચારોને કારણે છે એટલે તેઓ જયભીમ પણ બોલે અને જય માતાજી કે તેને ભળતા બીજાઓની પણ જય બોલે છે... અને ધામિઁક પાખંડમાંય શ્રધ્ધા રાખે છે...
માટે જ મોટાભાગે 14 એપ્રિલ સિવાય કોઈને આંબેડકરની યાદ આવતી નથી...
મારા મતે જ્યાં સુધી આંબેડકર સાહિત્યનું વાંચન નહી વધે ત્યાં સુધી આ પરિસ્થિતી રહેશે...
હવે તો આપણાં સમાજમાં પણ વિવિધ ઉજવણીઓ કરવામાં આવે છે.... જે પ્રસંગે આંબેડકર સાહિત્યની ભેંટ સોગાદ આપવાનો નવો અભિગમ અપનાવી શકાય....
જન્મદિવસ....., મેરેજ એનિવઁસરી..., વિવિધ સમાજો દ્વારા યોજાતા સમુહ લગ્ન..., લગ્ન...., વિદાય પ્રસંગ..., જેવા પ્રસંગોમાં કેટલીય ભેંટ આપવામાં આવે છે... તેમાં બાબા સાહેબનું જીવન ચરિત્ર, તથા બાબા સાહેબે લખેલ અન્ય પુસ્તકો પણ ભેંટ તરીકે આપવાની શરૂઆત કરો....
કારણ... બાબા સાહેબનું લખાણ.. એ ગમે તેવી ઘોર અંધારી રાતમાં રસ્તા પર અજવાળું ફેંકી રસ્તો બતાવતા વિજળીના ચમકારા જેવું છે....
દરેક મિત્રને વિનંતી કે પહેલા બાબા સાહેબના વિચારો.. સિધ્ધાંતો... વાંચો.... પછી પચાવો.. અને બાદમાં ફેલાવો..
अछुत.. शुद्र पढेगा..... तभी तो आगे बढेगा...
જિગર શ્યામલનનાં જયભીમ....
No comments:
Post a Comment