May 11, 2017

તમારા માનસ પર સતત મારો કરતી હોય તે તમને યાદ રહે છે પછી ભલે તેમાં કોઇ તર્ક હોય કે ના હોય : દિનેશ મકવાણા

આ એક જુઠી માન્યતા છે. દરેક વ્યકિત જે બાબા સાથે જોડાયેલી છે તેણે બાબાના પુસ્તકોનો અભ્યાસ કર્યો હશે તે જરુરી નથી. 
કેટલીય વાર જીવનમાં વાંચેલી કથા કરતા સાંભળેલી કથા વધુ યાદ રહે છે. જેનું સર્વોત્તમ ઉદાહરણ આપણા વડીલો છે જેમણે મહાભારત, ગીતા કે રામાયણ કદી વાંચ્યા નથી પણ આ પુસ્તકોના દરેક પ્રસંગો વિશે તમારી સાથે ચર્ચા કરી શકે છે કેટલીય વાર તમને ટોકી શકે છે આનું કારણ તેમના માનસ પર સતત આ પુસ્તકો ના જ્ઞાનનો રીતસર મારો થતો. કોઇ પણ પ્રસંગ હોય ત્યાં ચર્ચા દરમિયાન આ પુસ્તક ની કોઇ ઘટના બ્રાહ્મણ દ્વારા સંભળાવવામાં આવે અને તેથી તે તરત જ યાદ રહે.

અાપણે ઓગસ્ટ મહિનાના શ્રાવણ મહિના દરમિયાન બ્રાહ્મણ ને બોલાવીને આંખો મહીનો રામાયણ કે મહાભારતનુ વાંચન કરાવતા. આનો હુ સાક્ષી છુ અને કેટલીય વાર મે પોતે પણ વાંચન કર્યું છે. મારા દાદી જ્યારે નવરા હોય ત્યારે મારી પાસે આ પુસ્તકો વંચાવતા. મુળ વાત એ છે કે જે તમારા માનસ પર સતત મારો કરતી હોય તે તમને યાદ રહે છે પછી ભલે તેમાં કોઇ તર્ક હોય કે ના હોય. 

નવી ભણેલી પ્રજા પુસ્તક વાંચીને બાબાને સમજી શકે છે પણ હુ જોઇ શકુ છુ કે આપણી પ્રજાનો મોટો શિક્ષિત વર્ગ બાબાના વિચારો કે સંઘર્ષથી દુર છે. તેમને અનામતના આધારે નોકરી મળી ગઇ અને સમાજથી અળગા થઇ ગયા. 

ફક્ત અર્ધશિક્ષિત કે અભણ વર્ગ માતા કે ભગવાનમા નથી માનતો, કેટલાય ઉચ્ચ શિક્ષિત પણ આ પાખંડોમાંથી બહાર નથી. આવા એક શિક્ષિતને પુછયુ ત્યારે તેમનો જવાબ હતો તેમને માનસિક શાંતિ મળે છે. મુળ આ દેશની સ્થિતિ પણ એટલી જ જવાબદાર છે. એક કમાતો હોય અને સંઘર્ષ કરતો હોય ત્યારે સારા દિવસોની અપેક્ષા માટે કાલ્પનિક માતા કે ભગવાનની શરણમાં જતો હોય છે. કેટલીય વાર સંતાનો સારુ શિક્ષણ મેળવી શકતા નથી અને જો હોય તો નોકરી મળતી નથી ત્યારે આવા સંજોગોમા કોઇ પણ વ્યકિત આવી પ્રાર્થના તરફ જાય તે સ્વાભાવિક છે. નજીકનુ સગુ હોસ્પિટલ મા હોય ત્યારે ડોક્ટર પણ કહે છે કે ભગવાન પર ભરોસો રાખો. વાસ્તવિક ભગવાન આવશે કે નહી તેની ખબર નથી પણ સંજોગો પરનો કાબુ આપણા હાથમાં નથી હોતો તે હકીકત છે. આ પરિસ્થિતિ નો દરેકને અંગત અનુભવ છે જ.

મુળ વાત પર આવું તો આપણે કોઇ પ્રસંગમાં બેઠા હોય ત્યારે બાબા કે તેમના સંઘર્ષોની ચર્ચા કરતા નથી. સતત વિચારોનું આદાન પ્રદાન જ તમારા મિશનમાં સફળ બનાવી શકે. બ્રાહ્મણ નો દીકરો સવારે ઉછેર ત્યારથી તેની પાસે એવા કાર્યો કે પ્રાર્થના છે તેને અલગથી કશુ શીખવવું પડતું નથી.

જુની પેઢી હજુ માતા કે ભગવાનોને ભુલી નથી. નવી પેઢીના પણ કેટલાય આમાંથી બહાર નથી. બાબાના અનુયાયીઓનો સંઘર્ષ ચાલુ છે અને આશા રાખીયે તેઓ તેમના મિશન મા ભણેલા હોય કે અભણ પણ જરુર સફળ થાય.

-- દિનેશ મકવાણા


No comments:

Post a Comment