May 01, 2017

મજુરો માટે અસરકારક કાયદાઓ લાવનાર ડો.આબેડકર હતાં : કિરીટ પરમાર

વિશ્વ મજૂર દિવસ
આ દિવસ નો ખ્યાલ માત્ર સમાજના બહુ થોડા સમુદાય પુરતો જ છે. ગઇકાલે અને આજે સવારે મજુરી (મોટા ભાગના કન્સટ્રશન સાઇટના) કરતા ઘણાય લોકોને મે પુછ્યુ :મજુરદિવસની કઇખબર છે ?તો તેઓમાથી કોઇ ને પણ ખબર ન હતી કે મજૂર દિવસશુ છે .હવે જેને મજૂર દિવસની જ ખબર નહોય એને પોતાના મુળભુત અધિકારો ની ખબર જ ક્યાથી હોય ,?મે ઘણાય સાથે વાતો કરી તો જાણવામળ્યુ કે તેઓને પોતાનામુળભુત અધિકારો વિષે કઇ પણખબર નથી .અમારા ઘરના રીનોકવેશન વખતે ચાર –છ મહિના આ મજુરોના સંપર્ક્મા કહ્યા પછી એમના વિષે વધુ જાણવા મળેલ.
આમ તો મજુરી ના સંપર્ક્મા તો ઘણાય સમય પહેલા જ આવી ગયેલા.પપ્પા મિલામજુર હતા.રીટાર્ડ થયા પછી રૂ.૫૦-૭૦ રોજ ઉપર કેટલીય ફેકટરીઓમા કામ કરેલ.અમે એમનીએ કાળી મજુરીના સાક્ષી રહ્યા છીએ.મોટેભાગે મસટર મા જે પગાર મળતો હોય તેના કરતા ઘણોય ઓછો પગાર મળતો પાપાને.પણ એમના સિવાય બીજા પાંચ જીવો ના પેટ ભરવાનાં હોવાથી તેઓ સ્વિકારી લેતા,મહંદઅંશે બધે આવુ જ બને છે .વળી એના સિવાય પાપાને કડિયાકામ ની સારી આવડત હોવાથી તેઓ એ કામ પણ રજા કે ઘરે આવ્યા પછી કરવા જતા.એમને એ કામ કરીને આવે પછી મને પાપા ને જોવા પણ ન ગમતા કેમકે એ વખતે પાપા ની હાલત ખુબ જ દયનીય બની રહેતી.ક્યાંક ને ક્યાક વાગ્યુજ હોય,હાથે-પગે પાટો હોય જ પણ આ બધુ દર્દ એમણે વધારાની આવક માટે જ કરતા હતા .કેટલીક વખત જાહેર રજાઓ કે તહેવારો વખતે અમે ઇચ્ચતા કે પાપા અમારી જોડે હોય પણ મોટેભાગે એમા નબનતુ કેમકે તે દિવસોમાં પણ ફેક્ટરી ચાલુ રહેતી.ક્યારેક ફેકટરી ઉપરાંત સાઇડમાં બીજી કોઇ મજુરીનુ કામ પણ શોધીલેતા.આરામ બહુ ઓછો મળતો પાપા ને.એટલે ટુંક્મા મજુરી કોને કહેવાય ?એનું મહત્વ સમજવા માટે માટે પુસ્તકો કે સાહિત્ય કરતા આવા વર્ગ ના લોકોના સમ્પર્કમા આવવૂ પડે.



સહુથી ખરાબ હાલત મજુરોની ત્યારે થાય છે જ્યારે એમા જાતિવાદ ભળી જાય .એનો અનુભવ ગામડે રહેલા ખેતમજુરોને વિષેશ થાય છે, જેને Bonded Labour પણ કહી શકાય.આજે પણ ઉચ્ચ-વર્ણ ના ખેતરમા કામ કરતા મજુરોની પરિસ્થિતિ સારી નથી.મોટાભાગના મજુરો અભણ હોવાથી તેમનૂ શોષણ ખુબ સરળ્તાથી અને ખુબ મોટાપ્રમાણ મા થાય છે.એમા પણ સ્ત્રી મજુરોનૂ શોષણ ચરમસીમા એ હોય છે.ઘણી સાઇટોપર ગર્ભવતી મહિલાઓને ખુબ હાર્ડવર્ક કરતા જોયેલ છે .ઇંટો-માટી-ના તગારા ઉંચકવા જેવી મજુરી ગર્ભાવસ્થા ના દિવસોમાં થાય છે. રેપ કેસો સૌથી વધુ વર્કિંગ સાઇટ પર જ થાય છે પણ રોજગારી છીનવાઇ જવાની બીકે ફરિયાદ થતી નથી .સરકારે ઘણા કાયદા બનાવ્યા છે મજુરોનુ શોષણ અટકાવવાના પણ એ માત્ર કાગળ પર જ સફળતા પામે છે વાસ્તવિકતા ખુબ જ વિક્રુત છે .અને હજી વધુ વિકરાળ થવાની સંભાવના છે .આ દેશના ઇતિહાસ પર નજર કરીએ તો મજુરો માટે અસરકારક કાયદાઓ લાવનાર ડો.આબેડકર હતાં પણ એમનાં દ્વારા બનાવેલ કોઇ પણ કાયદાનો ફાયદો મજૂર વર્ગ સુધી પહોંચી શક્યો નથી.આશા રાખીએકે “મજુરો માટે આવનાર ભવિષ્ય ઉજ્જ્વળ હશે 

- કિરીટ પરમાર






No comments:

Post a Comment