May 01, 2017

"કટ્ટપા ને બાહુબલી કો કયું મારાં" ને છોડો આ પ્રશ્નો ના જવાબ શોધો : કિરીટ પરમાર

કટ્ટપા ને બાહુબલી કો કયું મારાં ?
આ કોઈ સામાજિક કે દેશની આર્થિક સમસ્યા ને.લગતો પ્રશ્ન હતો જ નહી છતા એની ચર્ચા જોર પર હતી પણ આખરે એનો પણ જવાબ મલી ગયો દેશ ને.!

હવે કેટલાંક એવા પ્રશ્નો જેનો જવાબ કદાચ ક્યારેય નહી મલે

1) આ દેશમાં સફાઈકર્મચારી ને સન્માનજનક જીવનધોરણ ક્યારે મળશે

2)ગટરમાં ઉતરવાથી એક જ જ્ઞાતિ નાં લોકો નું મોત થાય છે !આ એક જાતનો લાદી દેવામાં આવેલ આતંકવાદ /જાતિવાદ જ છે.આનાથી દેશને છૂટકારો ક્યારે મળશ
ે 
3) વારંવાર આડોડાઇ કરીને દેશનાં સૈનિકો નાં માથા સુધી કાપી લઈ જનાર પાકિસ્તાન ને જડબાતોડ જવાબ (ઓન.પેપર નહી ,ટ્વીટ કરીને નહી કે કડી નિંદા નહી )અપાશે.?

4) અરુણાચલ નાં ભૌગોલિક વિસ્તારો ને પોતના નકશામાં દર્શાવી ને ,તેમનાં નામકરણ કરનાર ચીન ને ક્યારે જવાબ અપાશે (paytm ની જેમ જવાબ આપેલ તેમ નહી )

5)અખંડ ભારતની કલ્પના નાં ટુકડા કરતા તમામ જાતિવાદી સંગઠનો ને ક્યારે પ્રતિબંધિત કરાશે ?

6) દેશમાં સંપૂર્ણપણે બંધારણ નો અમલ ક્યારે થશે !(માત્ર બંધારણ દિવસ ઉજવવા થી કઈ ફર્ક નથી પડવાનો )

7)કાશ્મિર પાછળ થતાં કરોડો નાં ખર્ચા નો અંત ક્યારે ?કાશ્મીર ની સમસ્યાનો ઉકેલ ક્યારે ?

8)મહિલાઓ પર થતાં જાતીય હુમલાઓ માં પૈસાની જોરે ,પોલિટિકલ જોરે બહુ ઓછા પ્રમાણ માં ન્યાય મલે છે !આવી પરિસ્થિતિ નો ઉકેલ ક્યારે ?

અને આ સિવાય બીજાં ઘણાં પ્રશ્નો છે દેશમાં જેનો જવાબ દરેક નાગરીક મેળવવા માંગે છે જેનો ઉકેલ બહુ જરૂરી છે 
પણ આ દેશમાં રહેલાં કટ્ટપાઓ તેનો ઉકેલ ક્યારેય નહી આપી શકે !
કોઈને જવાબો મલે તો જણાવવા વિનંતી !

-કિરીટ પરમાર

No comments:

Post a Comment