June 26, 2017

ડો. આંબેડકર મહા મહેનતે ઉચ્ચ અભ્યાસ પામી શક્યા તેની પાછળ તેમનું દ્રઢ મનોબળ અને સંધર્ષ કરવાની વૃત્તિએ મુખ્ય ભાગ ભજવ્યો હતો.

By Jigar Shyamlan

મનોવિજ્ઞાન એવું સ્વિકારે છે કે બાળપણના આઘાતજનક અને હતાશાપ્રેરક બનાવ વ્યક્તિના માનસપટ પર કાયમી છાપ છોડી જાય છે. ભારત અને અમેરિકામાં આ બાબતે કરવામાં આવેલ કેટલાક સંશોધનોમાં એ વાત સાબિત થઇ છે કે પદદ્લિત સમુદાયના સભ્યોનો પોતાની જાત વિશેનો નીચો ખ્યાલ માનસ પર ઉંડી અસર કરે છે. આ અસર વ્યક્તિમાં નામ, ચહેરા કે અસ્તિત્વવિહીનતાની માનસિક લાગણી પેદા કરે છે.
ડો. આંબેડકર પણ આવી જ અશ્પૃશ્ય પૈકીની એક ગણાતી મહાર જાતિમાં જન્મ્યા હતા. ડો. આંબેડકરનું સમગ્ર જીવન અન્યાય, હતાશા, અપમાન અને અવમાનનાથી ભરેલુ રહ્યું હતુ.
ડો. આંબેડકર બાળપણમાં જ્યારે શાળામાં દાખલ થયા ત્યારથી જ પોતે અષ્પૃશ્ય છે એ વાતના કડવા અનુભવો થવા લાગ્યા હતા. શાળામાં તેમને અન્ય હિન્દુ વિધાર્થીઓથી સાવ અલગ બેસવાની ફરજ પાડવામાં આવતી હતી. પોતે વર્ગમાં અન્ય વિધાર્થીઓની સરખામણીમાં હોંશિયાર હોવા છતાં શિક્ષકો તરફથી સદા અપમાનિત થયા હતા. શાળામાં મૂકેલ પાણીના સાર્વજનિક માટલાને અડકી શકાતુ ન હતુ. જ્યાં સુધી પટાવાળો આવીને પોતાના હાથે નળ ખુલ્લો ન કરે ત્યાં સુધી તરસ્યા બેસી રહેવું પડતું હતું. પટાવાળાના હાથે નળ ખુલ્લો કરાયા બાદ નળને સ્પર્શ ન થાય તે વાતનું ધ્યાન રાખતા ખોબો ધરીને પાણી પીવું પડતુ હતુ. જ્યારે પટાવાળો રજા પર હોય કે બહાર ગયો હોય ત્યારે આખો દિવસ પાણી પીધા વગર તરસ્યા જ રહેવું પડતુ અને શાળા છૂટે કે પોતાના ઘેર જઇને તરસ છિપાવવી પડતી.
આટલા કડવા અપમાન છતા ડો. આંબેડકર મહા મહેનતે ઉચ્ચ અભ્યાસ પામી શક્યા તેની પાછળ દ્રઢ મનોબળ અને સંધર્ષ કરવાની વૃત્તિએ મુખ્ય ભાગ ભજવ્યો હતો.
- જિગર શ્યામલન


Facebook Post :-

शाहू महाराज जयंती अवसर पर उन्हें विनम्र अभिवादन।

राजर्षि छत्रपती शाहूजी महाराज के कोल्हापुर संस्थान में ब्राम्हणवाद को नियंत्रण करनेवाले निर्णय
१) १९०१ में कोल्हापुर संस्थान में अछूतों कि जनगणना और १९०२ में मराठा,ओबीसी, अस्पृश्य इन सभी लोगों के लिए आरक्षण की व्यवस्था
२) १९०१ शुद्र-अतिशुद्रो के लिए छात्रावास का प्रावधान
३) कोल्हापुर संस्थान के सभी गाँव में स्कूल खोलने के लिए १ लाख रूपये का प्रावधान और स्कूलें खोलने का आदेश
४) ८ सितम्बर १९१३ कोल्हापुर संस्थान में सखती से अनिवार्य शिक्षा का आदेश
५) १९१७ को विधवा कानून बनाने का आदेश
६) ३ अगस्त १९१८ NT/DNT/VJNT को पुलिस स्टेशन में हाजीर रहने की प्रथा को खत्म कर दिया।
७) ६ सितम्बर १९१९ सार्वजनिक जगह पर जैसे कुँवे,अस्पताल, धर्मशाला,सरकारी आवास पर अस्पृश्यता को नकार कर सबके लिए खुली छूट दिया।
८)१९१९ आतंरजाती विवाह को मान्यता दी
९)३ मई १९२० बंधुवा मजदूरी की प्रथा बंद करवायी। और ज्यो लोग यैसा करते है,उनपर कानूनी कारवाई की जायेगी यह निर्णय हुवा
१०) २ अगस्त १९१९ महिलाओं को तलाख लेने का स्वेच्छा से अधिकार दिया।
११) १७ जनवरी १९२० को देवदासी प्रथा को खत्म कर दिया।
१२) १९२० ब्राम्हणो का जन्म दो बार होता है,एक जन्म से और जनऊ संस्कार से होता है । इस प्रथा को पाबंदी लगायी! और सभी ब्राह्मण हो या शुद्र-अतिशुद्रो का जन्म एकबार ही होता है। यह आदेश दिया गया था।
१३) राष्ट्रपिता ज्योतिराव फुले के समाज संघटना के लिए जगह-जगह मकान उपलब्ध करवाया।
शाहू महाराज जयंती अवसर पर उन्हें विनम्र अभिवादन।


June 25, 2017

'અતુલ્ય' ચાણક્ય

By Rushang Borisa


✨ 'અતુલ્ય' ચાણક્ય 

રાજનીતિ અને અર્થનીતિ વિષે જો નિબંધ લખવામાં આવે તો ચાણક્યનું નામ અચૂક લખાઈ જવાય.એવું કહેવામાં આવે છે કે ચાણક્ય એક મહાન રાજનીતિજ્ઞ હતા. તેઓ કુશળ પ્રબંધકની સાથે અર્થશાસ્ત્રી પણ હતા. પ્રાચીન ભારતમાં ચાણક્યની રાજનીતિ બેજોડ હતી.

ચાણક્ય આશરે ઈસ્વીસન પૂર્વે ૩જી સદીની આસપાસ થયા હશે તેવું માનવામાં આવે છે.તેમનું મુળનામ વિષ્ણુગુપ્ત હતું અને તેમને કૌટિલ્ય પણ કહેવામાં આવે છે.નંદવંશના શાસન દરમ્યાન રાજા ધનનંદે ચાણક્યનું અપમાન કરેલ હોય ચાણક્ય અપમાનનો બદલો લેવા નંદવંશ નો સફાયો કરે છે અને રાજા ધનનંદની હત્યા કરાવે છે. બાદમાં પોતાના વિશ્વાસુ અનાથ ચંદ્રગુપ્તને પાટલિપુત્રના રાજા બનાવે છે.આ સાથે ઇતિહાસમાં મૌયવંશની સ્થાપના થાય છે. ચાણક્ય પોતે સ્થાપેલ રાજ્ય ઉપર કોઈ આંચ ના આવે તેની વિશેષ તકેદારી રાખે છે.

આ તથ્યો ઉપર આજકાલ અતિશયોક્તિ ભરેલ પ્રચાર કરવામાં આવે છે. ચાણક્ય ને લઈને સાચા-ખોટા વિધાનો ટાંકી પ્રચાર કરાય છે. પ્રચાર-માધ્યમો બને તેટલું મીઠું-મરચું ઉમેરી ચાણક્યના ગુણગાન-મહિમા ગાતા રહે. અત્યારે આપણને જે જાણકારીઓ આપવામાં આવે છે તે આધુનિક લેખકોના અભિપ્રાય અને સંશોધનનું પરિણામ છે.
🔯ચાણક્યનો ઉલ્લેખ બૌદ્ધ સાહિત્ય, જૈન સાહિત્ય અને સંસ્કૃત નાટક "મુદ્રારાક્ષસ" માં જોવા મળે છે.

🔯 આશરે છઠ્ઠી સદીની આસપાસ રચાયેલ બૌદ્ધ ઇતિહાસિક ગ્રંથ "મહાવંશ" માં ચાણક્યનો સંદર્ભ જોવા મળે છે. મૂળ પાલી ભાષામાં લખેલ આ ગ્રંથમાં ચાણક્યને "ચાનક્કા" નામ અપાયેલ છે.જેમાં ચાનક્કા એક બ્રાહ્મણ હોય છે, જેને ધનનંદની હત્યા કરી મૌર્ય યુવાન "ચંદ્વગુટ્ટા" (ચંદ્રગુપ્ત) ને રાજા બનાવે છે. આથી વિશેષ કોઈ જાણકારી મહાવંશમાં જોવા મળતી નથી.

🔯 ૧૨ મી સદીમાં લખાયેલ હેમચંદ્રાચાર્ય રચિત "સ્થવિરાવલિ ચરિત્ર" માં ચાણક્યનો ઉલ્લેખ છે.મૂળ કથાની સમાનતા સાથે ઘણી વિસંગતતાઓ આ ગ્રંથમાં જોવા મળે છે. જેમ કે ચાણક્ય બ્રાહ્મણ નહીં, પણ જૈનપુત્ર હતા.ચાણક્યે ધનનંદની હત્યા કરવાને બદલે દેશનિકાલ કરાવ્યો. વળી, એવું કહેવાય છે કે નંદ રાજાએ ચાણક્યનું અપમાન કર્યું હતું , પણ અહીં ચાણક્ય પોતે પહેલા રાજાના આસાન ઉપર બેસી નંદનું અપમાન કરે છે.એક વિચિત્ર તથ્ય એ પણ છે કે પત્નીના મૃત્યુ બાદ ચંદ્રગૃપ્ત રાજપાટનો ત્યાગ કરી જૈન ભિક્ષુ બને છે. ચાહે નાની-મોટી અસંગતતાઓ જોવા મળે પણ આ ગ્રંથમાં ચાણક્યની ચતુરાઈભરી નીતિઓ સ્પષ્ટ છે.ઉપરાંત અહીં ચાણક્યના મૃત્યુના સંદર્ભો જોવા મળે છે જેનું બીજે ક્યાંય વર્ણન નથી. ચંદ્રગુપ્ત બાદ રાજા બનેલ બિન્દુસાર અને ચાણક્ય વચ્ચે મેળ પડતો ના હોય ,આખરે ચાણક્ય અન્ન-જળ નો ત્યાગ કરી મોતને ભેટે છે.

🔯 "મુદ્રારાક્ષસ" એ ચોથી સદી પછીનું વિશાખદત્ત રચિત ડ્રામાપ્લે (નાટક) છે.અહીં મુખ્ય બે પાત્રો ચાણક્ય અને રાક્ષસ છે. રાક્ષસ(તમે સમજો છો તે નહીં, નામ જ "રાક્ષસ" છે) નંદ વંશના મુખ્ય મંત્રી હતા.ચાણક્ય ધનનંદની હત્યા કરી મૌર્યને રાજા બનાવે છે; તેથી સ્તબ્ધ થયેલ રાક્ષસ બદલો લેવા ચંદ્રગુપ્તની હત્યા માટેના પ્રપંચો કરે છે. રાક્ષસ મલયકેતુ નામક રાજકુમારને પાટલિપુત્રના રાજા બનાવી પુનઃ મુખ્યમંત્રી બનવા ઈચ્છે છે. જયારે ચાણક્ય પોતે સ્થાપેલ રાજતંત્રને અડીખમ બનાવવા પ્રયાસો કરે છે.અહીં ચાણક્ય અને રાક્ષસ બંને રાજનીતિ-કુનિતીમાં ટક્કરનાં હરીફ જણાય છે. ચાણક્ય અને રાક્ષસ જાણે પ્રખર શતરંજબાજની જેમ સામ-સામી રમતો રમે છે.આખરે રાક્ષસના કેટલાક વિશ્વાસુ ગુપ્તચરો ફૂટી જતા તેઓ પછડાટ ખાય છે અને આત્મસમર્પણ કરવા ચંદ્રગુપ્ત પાસે જાય છે.ચંદ્રગુપ્ત રાક્ષસને મુખ્યપ્રધાન બનાવે છે અને નાટકનો સુખદ અંત આવે છે. જો તટસ્થ રીતે મૂલ્યાંકન કરીયે તો આ નાટકમાં મુખ્યપાત્ર રાક્ષસ જણાય છે(નામ પણ "મુદ્રારાક્ષસ" તો છે) જે નંદવંશના વિનાશ બાદ પોતાનું પદ પરત મેળવવા ચાલો ચલે છે; જયારે અંતમાં નાટકીય રીતે પોતાનું પદ પરત મળી પણ જાય છે.

જે ચાણક્યનું વર્ણન પ્રચાર-માધ્યમો કરે છે તેમાં જૈન સાહિત્યના તથ્યો વધુ જણાય છે. મુદ્રારાક્ષસ એક મર્યાદિત ભાગ સુધીની રચના હોય તેમાંથી ચાણક્ય અને તેની ચતુરાયથી વિશેષ કઈ મળી શકે તેમ નથી.

છતાં એક નોંધનીય બાબત એ રહી કે "ચાણક્ય નીતિ" નામક ગ્રંથનો જે રીતે પ્રચાર કરવામાં આવે છે તેનું કોઈ ઐતિહાસિક અસ્તિત્વ જ નથી. કોઈ પણ પ્રાચીન સાહિત્યમાં તેનો સ્વતંત્ર ઉલ્લેખ નથી. ના કોઈ લખાણનું પ્રમાણ.જો આપણે "ચાણક્ય નીતિ" ને પ્રાચીન ગ્રંથ માનતા હોઈએ તો મોટી ગેરસમજ છે. "ચાણક્ય નીતિ" એ વીસમી સદીમાં રચાયેલ 'બી.કે. ચતુર્વેદી' રચિત પુસ્તક છે.જેના સૂત્રોનું કોઈ પ્રાચીન પ્રમાણ નથી, માત્ર ચાણક્ય કથાથી પ્રભાવિત થઈ રચેલ સાહિત્ય છે.લેખક ચતુર્વેદીજી એ ચાણક્યના નામે સંબંધિત-અસંબંધિત-સાચું-ખોટું ચગાવી દીધું છે.આ સદી દરમ્યાન ચાણક્યનો જોરશોરથી પ્રચાર કરવામાં આવ્યો.

હમણાં "ચક્રવર્તી સમ્રાટ અશોક" નામની ટીવી સિરિયલ આવેલ. તેમાં જે બતાવવામાં આવ્યું તેમાં મુખ્યકથાનો સમાવેશ હતો પણ સમગ્રપણે તો તદ્દન અતિશયોક્તિ ભરેલ વાતો હતી. ચાણક્યનો પ્રભાવ માત્ર ચંદ્રગુપ્તના શાશન દરમ્યાન હતો. જયારે અહીં તો ચંદ્રગુપ્તના પૌત્ર સુધી સિરિયલ નિર્માતાઓ પહોંચી ગયા હતા!

નોંધ- તમામ ઐતિહાસિક સંદર્ભો ચાણક્યે સ્થાપેલ મૌર્યવંશના અંત બાદ અને ચાણક્યના અંદાજિત મૃત્યુકાળના ૬૦૦ વર્ષ બાદ આશરે ૪ થી સદી પછીના છે.જો કે તેમાં રહેલ વિસંગતતાઓ સાથે જોવા મળતી સમાનતાઓ "યથાર્થતા" તરફ નિર્દેશ કરે છે.

June 23, 2017

જો રામ અને કૃષ્ણ ઇતિહાસમાં ભણાવાય તો વીર મેઘ માયો કેમ નહી?

By Vijay Jadav
વીર મેઘ માયો કોઈ દંતકથા નથી. ઇતિહાસની ગર્તામાં ધરબી દેવામાં આવેલી સત્ય ઘટના છે.
૧૮૬૩માં મહારાજા સયાજીરાવ ગાયકવાડે માયાના બલિદાનને પ્રમાણભૂત ઇતિહાસ તરીકે સ્વીકારીને ગ્રંથ તૈયાર કરાવેલો. એમ. એસ. યુનિવર્સિટીના અભ્યાસક્રમમાં 'સતીનો શ્રાપ અને માયાનું બલિદાન' પ્રકરણ સામેલ થયું. આ પ્રકરણને કાઢી નાંખવા અવાર નવાર રજુઆતો થતી. છેલ્લે ૧૯૧૬મા સર મનુભાઈ નંદશંકર વડોદરાના દીવાન હતા ત્યારે યુનિવર્સિટીના કેટલાક અધિકારીઓએ આ પ્રકરણ કાઢી નાંખવા ફાઇલ તૈયાર કરેલી. પણ, ગુજરાતની પ્રથમ નવલ 'કરણઘેલો'ના લેખક નંદશંકરના પુત્ર મનુભાઇએ આ માગણી નકારી કાઢી હતી. આઝાદી પછી આ પ્રકરણ અભ્યાસક્રમમાંથી નીકળી ગયું.

ગુજરાતની તમામ યુનિવર્સિટીઓના ઇતિહાસના અભ્યાસક્રમમાં આ પ્રકરણ ફરી સામેલ કરવા આજે Raju Solanki ની આગેવાની માં અમદાવાદની કલેક્ટર ને આવેદન પત્ર આપ્યુ.

જેમાં તેમની સાથે હુ Vijay Jadav, Arun Patel, Pragnesh Leuva, Yogesh Gautam, Suresh Chauhan, Nishith Chavda, તથા સાથી મિત્રો
હાજર રહ્યા હતા.

ઇતિહાસ માં ધરબી દેવાયેલ તમામ સમાજ સુધારકો વિશે આપણે જાણવુ જરુરી છે.
દરેક મિત્રોને વિનંતિ કે પોતાના વિસ્તારના કલેક્ટર શ્રી ને આ મુજબ નુ આવેદન પત્ર આપે.








Facebook Post :-

एक पौधा शिक्षा का

By Raju Solanki
2002 के भयानक नरसंहार की राख में शिक्षा का एक छोटा, मासूम पौधा पनप रहा है. नरोडा पाटीया की इकरा स्कुल में एक दुबला पतला आदमी इस पौघे की हिफाजत कर रहा है. उसका नाम है नझीरभाई पठान.

कल इफ्तारी में हिस्सा लेने मैं इकरा स्कुल पर गया था. तब नझीरभाई ने मुझे बडे प्यार से गले लगाया था. मुझे बहुत खुशी हूई थी और जब मैंने रोलर कोस्टर जैसी उनकी जिंदगी की संघर्ष गाथा उनके ही मूंह से सूनी तब मेरी खुशी और बढ गई.

बचपन में अनाथ नझीर अपने भाई और भाभी के सहारे जीते थे. एक बार भाभी ने उन्हे टोका, नझीर कुछ कमाता नहीं है. उन्हे बहुत बुरा लगा. वे घर छोडकर नीकल पडे. घूमते घूमते वे समंदर के किनारे पहुंचे. वहां शर्ट नीकालकर मछलियां पकडने लगे और बेचने लगे. कुछ दिनों के बाद काम अच्छा नहीं लगा तो नारीयेल बेचने लगे. दो रूपया का एक नारीयेल. एक महिना नारीयेल बेचकर पंद्रह हजार इकठ्ठा किया और सारी कमाई भाभी को मनीओर्डर करके भेजी और लिखा पर्ची में, मैं अब बेकार नहीं हुं.

फिर नझीरभाई 1970 में अहमदाबाद आये. एक बस स्टेन्ड पर खडे थे. लाल बस आई. एक दाढीवाला बस में चडा. उसके पीछे पीछे चड गए. दाढीवाले ने गोमतीपुर की टीकट ली. नझीरभाई ने भी गोमतीपुर की टीकट ली. वह गोमतीपुर उतर गया. नझीरभाई भी गोमतीपुर उतर गए. वहां चाय की कीटली पर एक लडका उसके पेन्ट में से बोतल नीकालकर लोगों को बेचता था. उसने नझीरभाई को जबरन चाय पीलाई. उन्होने लडके से पूछा, भाई तुम, तुम्हारे पेन्ट में से रंगीन पानीवाली बोतल निकालकर लोगों को देते हो. उसका वे पैसा देते हैं. यह चीज क्या है? लडके ने मुंह पर उंगली रखकर कहा. चूप रहो. तुम्हे जानने की जरूरत नहीं. फिर वह उन्हें दिलसाद होटल पर ले गया. वहां उन्होनें सडसठ पैसे की रोटी के साथ छत्तीस पैसे का सुप पीया.

तब से नझीरभाई अहमदाबाद में बसे हैं. इकरा में नझीरभाई तेरह सालों से मुस्लिम बच्चों को पढाते है. अभी देढसो बच्चें पढते हैं. अब हर बच्चे से पचास रूपया फीझ लेते हैं. अब नझीरभाई के कान अच्छी तरह सै सूनते नहीं, मगर उनके उत्साह में कोई कमी नहीं.

नझीरभाई, तुम बच्चों को त्रिशुल-दिक्षा के बजाय कलम-दिक्षा देते हो.

मैं सिर्फ दलित समाज की और से नहीं, बल्कि पूरे गुजरात की और से तुम्हे सेल्युट करता हूं. जय भीम.

(फ़ोटो - नझीरभाई के साथ इफ़्तार)


Facebook Post :-