July 08, 2017

પેજ પ્રેસિડેન્ટ : ભારતીય જનતા પાર્ટી

By Neerav Patel




ચૂંટણી જીતવા માટે કેવા માઈક્રો-પ્લાનિંગની જરૂર છે તે તો સૌ પક્ષો અને અપક્ષોએ અને અન્ય સૌ નવશિખીયાઓએ ભારતીય જનતા પાર્ટી પાસેથી શીખવાની જરૂર છે.

એ તો સૌ જાણેે જ છે કે નાની કે મોટી વોટબેંકસ પર જેમના વ્યક્તિત્વની અસર પડી શકે તેમ હોય એવા જ્ઞાતિ- સમુદાય-પંથના મંડળો- વ્યાવસાયિકોના મંડળો- શ્રમિકોના મંડળો-સ્ત્રીઓના મંડળો-યુવાનોનાં મંડળો-લેખકોનાં મંડળો-બુદ્ધિજીવીઓના મંડળો ... વગેરે વગેરેના આગેવાનોને ઓળખી કાઢવા

અને તે સૌને યથાયોગ્ય રાજીપો આપીને પોતાના પક્ષના કરી લેવા. અરે હમણાં જ ૩૫૦ જેટલા દલિત ભૂવાઓને બીજેપી સરકારના બે કેબીનેટ પ્રધાનોએ પોંખીને પોતાની પાંખમાં લેવાનો કીમિયો કર્યો !

પણ આજના, એટલે કે ૮ જુલાઈ, ૨૦૧૭ના 'ટાઈમ્સ'નો અહેવાલ વાંચીને કોઈને પણ થાય કે આટલું પાયાનું પ્લાનિંગ કરવાનું વિચારી શકે અને એને અમલમાં મૂકવાની જહેમત પણ કરી શકે એ પાર્ટીના વિજયને કોઈ રોકી ના શકે :

સમાચાર છે કે સુરતના અનાવલની મિટીંગમાં બીજેપી પ્રેસિડેન્ટ અમિત શાહે દોઢ લાખ (૧,૫૦,૦૦૦) 'પેજ પ્રેસિીડેન્ટ્સ' ને સંબોધિત કર્યા. મને થયું કે આ ' 'પેજ પ્રેસિડેન્ટ્સ' એટલે શું ? તો અહેવાલ જણાવે છે કે મતદાર યાદીના દરેક પાના પર નોંધાયેલા મતદારનો સંપર્ક કરી, તેને પોતાની તરફેણમાં મત આપવાનું નિશ્ચિત કરવાની જવાબદારી જેને સોંપાઈ છે તે પક્ષનો પાયાનો કાર્યકર !

હવે તમે કહો, આવું સિરીયસ, ઇનોવેટીવ માઈક્રો પ્લાનિંગ કોંગ્રેસ કે કોઈ પણ બીજી પાર્ટી કે અપક્ષ ઉમેદવાર કે હાર્દિક-અલ્પેશ-જિગ્નેશ જેવા વણ પલોટાયેલા રેંલ્લાઓ (ગ્રીન હોર્ન્સ) કદી પાર પાડી શકે તેમ છે ?

આ સંજોગોમાં કોઈ પણની જીત મતદારોના ખુદના ડહાપણ પર આધારિત રહેવાની છે : They will get the leaders they deserve.

No comments:

Post a Comment