By Jigar Shyamlan
આજે એક નાની વાતાઁથી શરુ કરીએ...
જેમણે કદી હાથીને જોયો જ ન હતો, હાથી વિશે સાવ જ અજાણ હતા તેવા અંઘ માણસોની સામે એકવાર હાથીને લાવવામાં આવ્યો, જેથી એ લોકો હાથીને અડકીને તે પરથી સમજી શકે કે ખરેખર હાથી કેવો હોઈ શકે.....??
એક પછી એક દરેકને હાથીની પાસે લઈ જવામાં આવ્યા. અને દરેક અંઘ માણસે પોત પોતાની રીતે હાથીને સ્પશઁ કરી હાથી કેવો હશે તેની ધારણાઓ કરી..
પછી દરેકને વારાફરથી પુછવામાં આવ્યુ તો દરેક અંધ માણસે કરેલ હાથીનું વણઁન સાવ જ અલગ અલગ હતુ.
એકને હાથી સુપડા જેવો લાગ્યો કારણ એણે હાથીના કાનને સ્પશઁ કરેલો.., બીજાને હાથી થાંભલા જેવો લાગ્યો કારણ એને હાથીના પગને સ્પશઁ કરેલો.., ત્રીજાને હાથી પહાડ જેવો તો બીજાને હાથી જાડા સાપ જેવો લાગ્યો..
હાથી એક જ હતો.. તેમ છતા દરેકે કરેલ હાથીનું વણઁન જુુદુ જુદુ અને એકબીજાથી સાવ અલગ હતુ.
આવુ કેમ બન્યું...???
કારણ એ અંઘ માણસો એ પહેલા કદીય હાથીને જોયો ન હતો કે હાથી વિશે કંઈ જાણતા ન હતા. દરેક અંઘ માણસે પહેલીવાર હાથીને નહી પણ હાથીના જુદા જુદા અંગોને કે ભાગોને સ્પશઁ કયોઁ હતો.. એટલે તેઓ હાથીના જે પણ અંગના સંપકઁમાં આવ્યા તેમને હાથી તે અંગ જેવો જ લાગ્યો.
બસ.. બાબા સાહેબની વિચારધારા પણ આ હાથી જેવી જ છે. અને કેટલાક અંઘ માણસો બાબા સાહેબને વાંચ્યા.., સમજ્યા વગર તેમને સમજવા પ્રયાસ કરી રહ્યા છે. એટલે તેઓને બાબા સાહેબની વિચારધારા હાથી જેવી નહી પણ હાથીના વિવિધ અંગ જેવી લાગી રહી છે. જો દરેકે બાબા સાહેબને વાંચ્યા હોત, સમજ્યા હોત તો એક જ વિચારધારાના અમલીકરણ માટે આટલા બધા અલગ જુથો અને અલગ અલગ ચોકાઓ ન હોત...!!!!
દલિત સમાજ, વણકર સમાજ, મેઘવાળ સમાજ, રોહીત સમાજ કે બીજા ભળતા નામવાળા તમામ સંગઠનોને હું પેલા અંઘ માણસો દ્વારા કરાયેલ હાથીના વણઁન જેવુ જ ગણું છું.
કારણ જો બાબા સાહેબને વાંચ્યા અને સમજ્યા હોત તો આવા અલગ સંગઠનો કે ચોકા કદીય ન હોત..
બાબા સાહેબની વિચારધારા સમજવા માટે પહેલા તો બાબા સાહેબને વાંચવા જ પડશે. કારણ જ્યાં સુધી પ્રત્યક્ષ બાબા સાહેબને નહી વાંચવામાં આવે ત્યાં સુધી બાબા સાહેબની વિચારધારા અંઘોના હાથીના વણઁન જેવી જ રહેશે..
આપ મુઆ વિના કદી સ્વગેઁ ન જવાય તેવી ગુજરાતીમાં એક કહેવત છે. જો કે આ કહેવત ફક્ત સરળતાથી સમજાવવાનાં ઉદ્દેશથી લખી છે, સ્વગઁ નરકની વાતોમાં મને સહેજેય વિશ્વાસ નથી.
ટુંકમાં બાબા સાહેબ આંબેડકરની વિચારધારા ફેલાવવા માટે પહેલા તો આપણે તેનું અનુસરણ કરવુ પડશે.
કારણ જો આપણે જ બાબા સાહેબના વિચારોનુ અનુસરણ કરતા ન હોઈયે તો અન્યોને કેવી રીતે સમજાવી શકીએ..???
બાબા સાહેબની વિચારધારા એટલે....?????
સમાનતાની વિચારધારા....
સ્વતંત્રતાની વિચારધારા.....
પરસ્પર ભાઈચારાની વિચારધારા....
અન્યાય સામે એક બનીને ઝઝૂમવાની વિચારધારા...
અત્યાચાર સામે વિરોધ કરવાની વિચારધારા....
દરેક પ્રકારના શોષણ સામે પ્રતિકાર કરવાની વિચારધારા....
સ્વાથઁ ખાતર લખાયેલ શાસ્ત્રો, રૂઢીઓ, પરંપરાઓ, માન્યતાઓ અને અંધવિશ્વાસ સામે તકઁબધ્ધ રીતે વિચારતા શીખવાની વિચારધારા....
જો હું આ વિચારધારા પર ચાલુ છુ મતલબ કે મને બાબા સાહેબની વિચારધારામાં વિશ્વાસ છે. એટલે હું પરસ્પર કોઈ ભેદમાં માનતો નથી...પણ જો હું દલિત, વણકર, રોહીત, મેઘવાળ વગેરે અલગ સંગઠનોના પક્ષમાં હોઉં મતલબ બાબા સાહેબને મેં વાંચ્યા નથી અને તેમની વિચારધારાને સમજ્યો નથી..મતલબ મને બાબા સાહેબની વિચારધારા પર સહેજેય વિશ્વાસ નથી.
એટલે જો તમને બાબા સાહેબની વિચારધારા પર વિશ્વાસ હોય તો જ તેની પર ચાલજો પોતાની જાતને માત્ર અને માત્ર એસ.સી. તરીકે જ ઓળખાવજો.. દલિત, વણકર, રોહીત જેવા અલગ ચોકાઓ બનાવી બાબા સાહેબની વિચારધારા પર ચાલી રહ્યાનો ખોટો દેખાડો તો નહી જ કરતા.
- જિગર શ્યામલન..
Facebook Post:-
No comments:
Post a Comment