November 15, 2017

हज किसका, सवाब किसका

By Raju Solanki  || 11 November 2017 at 08:59



હજ કિસકા, સવાબ કિસકા
ગુજરાતની ગોબર મંડળીએ ચૂંટણી પ્રચારને રામ વિરુદ્ધ હજનો રંગ આપ્યો ત્યારે એવું લાગ્યું કે આ સ્ક્રિપ્ટ તો પચીસ વરસ જૂની છે. જે લડાઈમાં મુસલમાનને બે ટકાનો ફાયદો થવાનો નથી, જે લડાઈના અંતે મુસલમાનોનું રાજકીય પ્રતિનિધિત્વ ‘દયાજનક’ અને ‘લાચાર’ જ રહેવાનું છે, એ લડાઈમાં મુસલમાનને જ બદનામ કરવાનો તખતો ગોઠવાઈ ગયો છે.
બે દિવસ પહેલાં રાષ્ટ્રીય ઉલેવા કાઉન્સિલે લઘુમતી સમાજ માટે 18 બેઠકોની માંગણી કરી હતી. આ કાઉન્સિલનું આમ તો કોઈ જ વજુદ નથી. પરંતુ, બીજા જ દિવસે કોંગ્રેસના લઘુમતી સમુદાયના ધારાસભ્યએ પ્રેસ વિજ્ઞપ્તિમાં કહ્યું કે મૌલવીઓ રાજકારણમાં માથુ ના મારે તો સારું. હવે આ દેશમાં જેમને બે પૈસાની અક્કલ નથઈ એવા નાગા બાવાઓ વચ્ચે પણ મુખ્યપ્રધાન થવાની સ્પર્ધા શરૂ થઈ છે ત્યારે મૌલવીઓને ખામોશ રહેવાની સલાહ આપવી એ તો બિલાડીથી ફફડતા ઉંદરના કલ્પાંત જેવી જ છે.
કોંગ્રેસે સોફ્ટ હિન્દુત્વનો માર્ગ પકડી લીધો છે. રાહુલ ગાંધીએ રાજ્યના તમામ નામાંકિત મંદિરોમાં જઇને ઘંટ વગાડી દીધો છે. મીડીયાને પણ મજા પડી ગઈ. કહે છે, “રાહુલ બાબા માત્ર પંદર મીનીટમાં ચોટીલા માતાજીના મંદિરના પગથીયા ચડી ગયા અને ઉતરી પણ ગયા.” હજુ ત્રણ વરસ પહેલાં 2014માં લોકસભાની ચુંટણીઓ ટાણે જે માણસને તમે પપ્પુ પપ્પુ કહીને વગોવી માર્યો હતો, ઇન્ટરનેટ પરથી શોધી શોધીને એની જોક્સ મુકી હતી, એ રાતોરાત કેવી રીતે સ્ફુર્તિવાળો થઈ ગયો, ધીર ગંભીર થઈ ગયો, દેશના ભાવિ વડાપ્રધાન થવાની લાયકાત ધરાવતો થઈ ગયો. મીડીયાએ કોંગ્રેસનું સોફ્ટ હિન્દુત્વ ચ્યવનપ્રાસની જેમ લોકોને ચટાડ્યું અને લોકોએ પેટ ભરીને ચાટ્યું.
પણ, રાહુલ બાબાની કોંગ્રેસને કોઈ એવો પ્રશ્ન નથી પૂછતું કે વિધાનસભામાં 44-44 બેઠખો ધરાવતા ગુજરાતના સૌથી પ્રભુત્વશાળી સમુદાયના સવાલો રોજે રોજ મંત્રણા કરવા યોગ્ય છે, તો એના જેટલી જ વસતી ધરાવતા સમુદાયને કેમ માત્ર –ત્રણ સીટો આપીને પટાવો છો? શું દેશના બંધારણની રક્ષા કરવાની એક માત્ર પવિત્ર જવાબદારી મુસલમાનોના માથે જ છે?
રાહુલ બાબાની મંદિર મુલાકાતો સામે ગોબર મંડળીએ વળતો પ્રહાર કર્યો અને કહ્યું કે, કોંગ્રેસ માતાજીની ગમે તેટલી આરતી કરે, છેવટે તો તેણે હજનો જ આશરો લેવો પડશે. મુસલમાનોને રાજકીય રીતે ‘અદ્રશ્ય’ બનાવી દેવાની ભાજપની જાદુગરીમાં કોંગ્રેસ પણ હોંશે હોંશે સામેલ થઈ જતી હોય ત્યારે મુસલમાનોએ મૂંગા મંતર રહેવાનું, લોકશાહીને બચાવવાની મહત્તમ કિંમત લઘુત્તમ સમાજે ચુકવવાની. આ કેવું?
2004મા મારી કિતાબ ‘ભગવા નીચે લોહી’માં મેં એક વિશ્લેષણ કર્યું હતું. જેમાં મેં જણાવ્યું હતું કે 1981માં મુસલમાનોના નવ ધારાસભ્યો હતા. વાંકાનેરમાં પીરઝાદા મંજુર હુસેન, જામનગરમાં મોહમદ હુસેન બલોચ, સિદ્ધપુરમાં શરીફભાઈ ભટ્ટી, ગોધરામાં અબ્દુલ રહીમ ખાલપા, ઠાસરામાં યાસીન મિયાં મલેક, ભરુચમાં અહેમદ પટેલ, સુરત (પશ્ચિમ)માં મોહમદ સુરતી, કાલુપુરમાં મોહમદ હુસેન બારીજીયા અને જમાલપુરમાં લાલભાઈ કુંદીવાલા. ગોબર મંડળીએ હિન્દુત્વની એવી કટ્ટર ઝુંબેશ ચલાવી કે આ સીટો પર આજે સવર્ણ હિન્દુઓ કમળના નિશાન પર જીતે છે. મુસલમાનો સામે હુલ્લડોમાં એસસી, એસટી, ઓબીસીને ધંધે લગાડ્યા હતા અને પછી મુસલમાનોની રાજકીય બાદબાકી થઈ ત્યારે એનો ફાયદો વાણીયા, બ્રાહ્મણ, પટેલોએ લીધો હતો.
ગુજરાતમાં આ વખતે જે એન્ટિ ઇન્કમ્બન્સી છે, એ અગાઉની કોઈપણ ચૂંટણીમાં જોવા મળી નથી. તેમ છતાં જો કોંગ્રેસ હારી જશે તો મુસલમાનોએ નવા રાજકીય વિકલ્પ અંગે વિચારવું પડશે.

In Hindi :-
गुजरात की गोबर मंडली ने चूनावी जंग को राम विरुद्ध हज का रंग दिया तब सभी ने कहा कि यह स्क्रिप्ट तो पचीस साल पुरानी है. मगर किसी ने ऐसा कहने की गुस्ताखी नहीं की कि जिस लडाई में मुसलमान को दो टके का भी फायदा होनेवाला नहीं है, जिस लडाई के अंत में मुसलमानों के राजकीय प्रतिनिधित्व को फिर से ‘लाचार’ और ‘बेबस’ ही रहना है, उस लडाई में बिना वजह मुसलमानों को क्यों बदनाम किया जा रहा है. मुसलमान बुद्धिजीवी, सामाजिक कार्यकर्ता इस बारे में एक लफ्ज भी नहीं बोलेगा तो यह स्थिति शर्मनाक है.
कुछ दिन पहले राष्ट्रीय उलेमा कौन्सील ने मुसलमानों के लिए गुजरात कोंग्रेस से 18 सीटें मांगी थी. दुसरे ही दिन कांग्रेस के मुसलमान विधायक ने कहा कि मौलवी लोग राजनीति से दूर ही रहे तो अच्छा रहेगा. अब जब इस देश में नागा बावाओं के बीच में प्रधानमंत्री होने की स्पर्धा चल रही है तब मौलवियों को खामोश रहने की सलाह बिल्लियों से कांपते चूहो के आक्रंद जैसी ही लगेगी.
कांग्रेस ने इस चुनाव में फिर से सोफ्ट हिन्दुत्व का सहारा लिया है. राहुल बाबा ने पूरे गुजरात के नामी मंदिरों में जाकर घंटा बजा दिया है. मीडीया बहुत खुश है. गुजरात के अखबार लिखते हैं, “राहुल बाबा चोटीला माताजी का मंदिर सिर्फ पंद्रह मिनट में चडकर उतर गए. राहुल बाबा ने क्या फुर्ती दिखाई है.” अभी दो साल पहले जिस इन्सान को आप पप्पु पप्पु कहते थकते नहीं थे, वह अचानक तेज तर्रार कैसे हो गया, धीर गंभीर कैसे हो गया, देश का पीएम मटीरीयल कैसे बन गया. मीडीया को कांग्रेस का सोफ्ट हिन्दुत्व बहुत भाया और मीडीया ने लोगों को च्यनवप्राश की तरह लोगों को चटाया और सभी ने चाट भी लिया.
राहुल बाबा की कांग्रेस को कोई यह सवाल नहीं पूछता कि भैया गुजरात विधानसभा की 44 सीटें जिसकी झोली में है ऐसे प्रभुत्वशाली समुदाय के सवाल हर रोज मंत्रणा करने के काबिल लगते है तो जिस समुदाय की इतनी ही तादाद होकर भी जिसे आप दो-चार सीटें देते हो इसे क्यों आप टेकन फोर ग्रान्टेड गीनते हो?
मैंने 2004 में मेरी किताब ‘भगवा तले अंधेरा’ में एक विश्लेषण किया था. जिसमें मैंने बताया था कि 1981 मुसलमानों के नव विधायक थे. वांकानेर में पीरझादा मंजुर हुसैन, जामनगर में मोहमद हुसैन बलोच, सिद्धपुर में शरीफभाई भट्टी, गोधरा में अब्दुल रहीम खालपा, ठासरा में यासीन मियां मलेक, भरुच में अहमद पटेल, सुरत (पश्चिम) में मोहमद सुरती, कालुपुर में मोहमद हुसैन बारीजीया और जमालपुर में लालभाई कुंदीवाला थे. गोबर मंडली ने हार्ड हिन्दुत्व क्या चलाया कि कांग्रेस भी सोफ्ट हिन्दुत्व पर चल पडी. नतीजा यह आया कि आज सिर्फ दो विधायक रह गये है. और सबसे भयानक बात तो यह है कि इन सारी सीटों पर अब सवर्ण जातियों के लोग चुनकर आते है और वह भी कमल के निशान पर.
गुजरात में इस बार जो तरह की एन्टि इन्कम्बन्सी है, वह शायद ही किसी और चुनाव में होगी. अगर इसके बावजुद कांग्रेस हार जाती है तो मुसलमानों को राजकीय विकल्प के बारे सोचना पडेगा.
-Raju Solanki

who were shudras?

By Raju Solanki  || 11 November 2017 at 17:19


એ છેલ્લે દેખાયો હતો ચલો થાનની રેલીમાં, થાનગઢમાં.
દલિત આંદોલનમાં શુદ્રના આગમનની એ પહેલી નિશાની હતી. વંચિતો, પીડિતો પાંચ હજાર વર્ષ જૂની વર્ણવ્યવસ્થા સાથે પોતાની જાતને જોડે, પોતાના સમાજ પર થતા દમનને એક ઐતિહાસિક સંદર્ભમાં જુએ ત્યારે વંચિતોના આંદોલનની શરૂઆત થાય છે. પારકી વિચારધારાઓ, પારકા પંડિતો, પારકા ઝંડા પકડી લેવાથી વંચિતો, પીડિતો પોતાના ઇતિહાસથી દૂર જાય છે. એક એવી ઓળખ કે જેની સાથે આ દેશના એંસી ટકા લોકો તાદાત્મ્ય અનુભવે તો એનાથી આંદોલનો સશક્ત થાય છે.
ઓબીસી જાતિઓને પોતાના શુદ્રત્વની પહેચાન નથી. ઓબીસી દલિતને પોતાનાથી અલગ સમજે છે. શુદ્ર શબ્દ બંનેને જોડે છે.
થાન હત્યાકાંડ વખતે શુદ્રની ઓળખ સ્થાપિત થઈ હતી, પરંતુ ક્ષણજીવી જ નીવડી. બે વરસ પછી ઉના-કાંડ સર્જાયો, શુદ્રોએ દલિત પર સીતમ કર્યો, દલિત વધારે દલિત થયો, ઓબીસીનો વિરોધી થયો, શુદ્રની ઓળખ પાછી ભૂંસાઈ ગઈ.
આંદોલનના બોધપાઠ મહત્વના છે. દોસ્તો, ચૂટંણી આવે એટલે હત્યાકાંડોના ફોટા છાપીને ફલાણી પાર્ટીને કે ઢીકણી પાર્ટીને હરાવવાના પોપરગંડા તરીકે ભલે એનો ઉપયોગ કરો. વાંધો નથી. પણ, આવા ફોટા પર પણ નજર નાંખજો. તમારી વિચારધારાની સમજ સ્પષ્ટ બનાવશે.
(શુદ્રની ત્રણ વિચક્ષણ મુદ્રાઓ સંવેદનશીલ ફોટો જર્નાલિસ્ટ એવા મારા મિત્ર ઉમેશ સોલંકીએ કેમેરામાં ઝીલી છે. અમે ચલો થાનનો કોલ આપ્યો ત્યારે આગલા દિવસે થાનગઢ જવા નીકળેલા એની સ્મૃિત હજુ મનમાં છે. આભાર ઉમેશ.)

November 07, 2017

વિચારધારા જ મહાન છે એની સામે ન કોઈ સંગઠન કે ન કોઈ વ્યક્તિ

By Jigar Shyamlan ||  5 Nov 2017 at 12:13 



જયારે કોઈ વ્યક્તિ કે સંગઠનની પસંદગી કરવાની વાત આવે છે ત્યારે વિચારધારાને જ મહત્વ આપવું જોઈયે. આ મારો અંગત અને એકદમ દ્રઢ મત છે.

એક વ્યક્તિની સંગઠન સામે કોઈ જ કિંમત નથી, તેવી જ રીતે એક વ્યક્તિ અને એક સંગઠન બેયની એક વિચારધારા સામે કોઈ કિંમત નથી.

વિચારધારા જ મહાન છે એની સામે ન કોઈ સંગઠન કે ન કોઈ વ્યક્તિ.

આપણી પાસે આપણા મહાપુરુષોની વિચારધારા છે.

જયોતિબા ફૂલે, શાહુજી મહારાજ, પેરીયાર, બાબા સાહેબ, કાશીરામ આ બધા આપણાં માટે ઘણુંબધુ લખીને પુસ્તકોના પુસ્તકો વારસામાં મુકી ગયા છે. મૂરખાઓ પણ ડાહ્યા બની જાય અને મડદાઓ પણ બેઠા થઈ જાય તેવા ભાષણો બોલીને ગયા છે.

આપણી વિચારધારા સમાનતાની છે.
આપણી વિચારધારા સ્વતંત્રતાની છે.

આપણી વિચારધારા અમાનવીય શોષણ સામેની છે.

આપણી વિચારધારા માનવઅધિકારોના પાલનની છે.

આપણી વિચારધારા સંવિધાનીક અધિકારોની છે.

આપણી પાસે વિચારધારાની સહેજેય અછત નથી.

આપણી હોંશિયારી કહો કે ડફોળાઈ આપણને આપણી જ વિચારધારા અનુસરવામાં, તેની પર ચાલવામાં અનુકૂળતા નથી જણાતી.

આજે આપણી લાચારી તો જુઓ આપણે એક વિચારધારાને હરાવવા માટે આપણી મૂળ પોતિકી વિચારધારાને સાવ ભૂલી જઈ ને એક એવી વિચારધારાનુ શરણ પકડી રહ્યા છીએ જે આપણને વરસો સુધી છેતરતી આવી છે.

માની લીધું કે આપણી પાસે હાલ વિકલ્પ નથી. એટલે વિકલ્પના અભાવે આપણે બે ખરાબમાંથી ઓછા ખરાબને ગમાડવો પડી રહ્યો છે. પણ આ પરિસ્થિતી પાછળ જવાબદાર આપણે જ છીએ. વિચારધારાની વાત કરનારને આપણે કદી ટેકો આપ્યો નથી તો વોટ ક્યાંથી આપવાનાં.

વિચારધારાને પ્રોત્સાહન આપવા આપણે કશું નથી કયુઁ. આપણે બસ એક જ કામ કયુઁ..!! ટીકાઓ કરી.., ખામીઓ કાઢી.., વાંધા-વચકાઓ કાઢ્યા.
કોઈને પણ તક આપ્યા વગર મોટી અપેક્ષાઓ રાખવી જાતને છેતરવાથી વિશેષ કંઈ નથી.

એકવાર તો શરૂઆત કરવી પડશે. વિકલ્પ નથી એ વાત સો ટકા સાચી નથી, આપણે વિકલ્પને વિકસવા નથી દેતા એ વાત હજાર ટકા સાચી છે.

આપણે આપણાં જ મહાપુરુષોએ કહેલી વાતો પર ધ્યાન આપ્યુ નથી. હજી સમય છે, જેટલા વહેલી તકે વિચારધારા તરફ પાછા ફરીશુ એટલુ જ આપણાં માટે તથા આવનારી પેઢી માટે સારૂ રહેશે.

બાકી સફરજન છરી ઉપર પડે કે છરી સફરજન ઉપર કપાવવાનું તો સફરજનને જ છે.
- જિગર શ્યામલન

શારીરીક ગુલામીથી પણ બદ્તર હાલત હોય તો એ છે માનસિક ગુલામી

By Jigar Shyamlan ||  07 Nov 2017 


દરેક ધમઁ અને સંપ્રદાયોમાં વિવિધ ક્રિયાકાંડ અને ઈશ્વરીય અસ્તિત્વ એક જાતનો એવો હેવી ઓવરડોઝ છે જે માણસ સદાય ઘેન અને તંદ્રાયુક્ત અવસ્થામાં રહે તે માટે આપવામાં આવ્યો છે.

આ ડોઝ ક્લોરોફોમઁ કરતા પણ ભયંકર છે. કારણ ક્લોરોફોમઁ તો માત્ર અમુક સમય સુધી જ માણસના શરીરને બેભાન બનાવી દે છે.. પણ આ ઈશ્વરીય અસ્તિત્વનો ડોઝ માણસને આજિવન બેભાન બનાવી રાખે છે.

એવુ કહેવાય છે શારીરીક ગુલામીથી પણ બદ્તર હાલત હોય તો એ છે માનસિક ગુલામી..

કારણ સાફ છે.. શારીરીક ગુલામીમાં શરીર, હાથપગ અને માત્ર તમારી શારીરીક તાકાત પર બીજાનો પ્રત્યક્ષ કબજો હોય પણ માનસિક ગુલામીમાં તમારા મગજ, વિચારો પર પરોક્ષ કબજો હોય છે. માનસિક ગુલામી એટલે શારીરીક તાકાત હોવા છતાં કંઈ નહી કરી શકવાની દુબઁળતા..નિબઁળતા. એટલે જો તમે માનસિક રીતે આઝાદ નથી તો તમે આઝાદ હોવા છતાં ગુલામ જ છો. કારણ માનસિકતા પર કબજો એટલે સવઁસ્વ પર વિજય..
આ અવસ્થાએ માણસને એટલો નિબઁળ બનાવી દીધો છે કે એ સવાલો પુછવાની, તકઁ કરવાની શક્તિ ગૂમાવી ચૂક્યો છે.
જયારે તમે તકઁ કરવાનું અને સવાલો પુછવાનુ છોડી દો છો ત્યારથી તમે એક માનવ નહી પણ યંત્રમાનવ બની જાવ છો. એક એવો યંત્રમાનવ પોતાના શરીરમાં બીજાએ ઈન્સ્ટોલ કરેલ પ્રોગ્રામ આધારે ચાલે છે.

દરેક ધમઁ અને તેમાં ઈશ્વરની ધારણા પર આસ્થા.., યકીન.., શ્રધ્ધા..., ભરોસો કે વિશ્વાસ કરતા પહેલા શંકા અવશ્ય કરો.
કારણ આનું સજઁન સમાજ પર પ્રભાવ જમાવવા માટે મથતા લોકો દ્વારા કરવામાં આવ્યું છે. સમાજને એક રીતે માનસિક ગુલામ બનાવી શકાય એ માટે.
શંકા કરતા શીખો.... તકઁ કરતા શીખો, દરેક વાતોને વિના પરીક્ષણ માનવાની ભુલ ન કરો.

મંદિરમાં જઈ હાથ જોડતા પહેલા...,
મસ્જિદમાં જઈ નમાઝ અદા કરતા પહેલા....,
ચચઁમાં જઈ પ્રેયર કરતા પહેલા...,
આ બધુ શા માટે..????? એવો પ્રશ્ન એકવાર તો જાતને પુછો.
આ બધુ કરવાથી સુખી થવાતુ હોત તો દુનિયામાં કોઈ દુ:ખી ન હોત.
આપણાં બાપા કે દાદા આવું કરતા હતા એટલે આપણેય એવુ કરવાનું આવી વૃત્તિનો ત્યાગ કરો.
કારણ સમજણ વિકસાવવા માટે ની સૌથી સરળ રીત છે સવાલો કરવા અને તેના જવાબ ખોળવા..
માટે સવાલ કરો અને જવાબો ખોળો.
- જિગર શ્યામલન

કવિતા : હા.. અમે દલિત.

By Jigar Shyamlan ||  07 Nov 2017 


હમણાં કોઈકએ કહ્યું કે પોતાની ઈચ્છા કે મરજી વિરૂધ્ધ કોઈને પિડીત કે શોષિત ન રાખી શકાય... વાત બરાબર છે.

પણ સદીઓથી ધમઁ અને શાસ્ત્રોની આડ લઈ અપમાન અને ભરપુર શોષણ કરવા માટે વ્યવસ્થિત પ્લેટફોમઁ બનવામાં આવ્યું હોય ત્યારે શું....????

હા..અમે દલિત..

જો અનુભવ લેવો છે, કેવો હોય શાપ. અછૂતના ઘેર જન્મી જોઇ લેજો આપ.
સૌ એ નજરથી જુએ જાણે હોય પલિત.
હા.. અમે દલિત..

ખુદને માનો માણસ તો આપો જવાબ.
માણસ અડે માણસને લાગે શેનું પાપ.
માથું પછાડી લોહીથી રંગાઇ ગઇ ભીત.
હા.. અમે દલિત..

ગામમાં રહેવા ન મળ્યું તો વસ્યા બા'ર.
જીવીયે કે મરી ગ્યા કોણે રાખી દરકાર?
વારંવાર વલોવાઇને નિતરેલું નવનિત.
હા.. અમે દલિત..

કંઇ કિંમત ન હતી ન હતી અમારી વગ.
જોડા માથે મૂકી ચાલ્યા ભલે બળ્યા પગ.
કોઇની ફરમાઇશ વિના સર્જાયેલુ ગીત.
હા.. અમે દલિત..

કદી ન ગમી રોજ સૂણી તોછડી વાણી.
સહિયારા કૂવામાંથી ન મળ્યું બૂંદ પાણી.
હરખાય નહિ કોઇ જ્યારે અમને મળી જીત.
હા.. અમે દલિત..

કોઇએ કદી કરી નથી અમને પ્રીત લગાર.
માથે ઉપાડી મેલું અમેં વેંઢાર્યો છે ભાર.
ભભકતો લાવા મ્હાંય પણ બહારથી શીત.
હા.. અમે દલિત..

આગળ ક્યાંથી વધીયે શિક્ષા પર પ્રતિબંધ.
મંદીરોના દરવાજા પણ અમારા માટે બંધ.
સૌએ ઠોકી બેસાડી પરાણે વિકૃત રીત.
હા.. અમે દલિત..

કચડાતા રહ્યા રોજ તોય કરતા રહ્યા કર્મ.
નબળો ન બને દેશ એવો અપનાવ્યો ધર્મ.
સર્વજનના સુખ માટે પ્રગટ થયેલુ હિત.
હા.. અમે દલિત.
- જીગર શ્યામલન