November 07, 2017

De-notified and Nomadic Tribes (DNT) ની હકિકત

By Anil Shekhaliya || 06 Nov 2017



De-notified and Nomadic Tribes (DNT) ભારતની સૌથી વધુ સંવેદનશીલ અને સીમા ધરાવતા સમુદાયોમાંના એક છે. તેઓ સામાન્ય રીતે ભટકતા સમુદાયો તરીકે ઓળખાય છે કારણ કે તેઓ આજીવિકાની શોધમાં એક જગ્યાએથી બીજા સ્થળે જાય છે. તેમની ભટકતા પરંપરાને કારણે, ડીએનટી (DNT) પાસે કાયમી નિવાસસ્થાન નથી અને ખાલી જગ્યાઓ પર તેમનું જીવન જીવે છે. સતત ભટકતાને લીધે, તેઓ વિકાસના લાભો મેળવવા માટે આગળ વધતા નથી કારણ કે તેઓ સમાજના અન્ય લોકોથી આદર ન મેળવે છે જેનાથી અવિવેકી જીવનમાં પરિણમે છે. "ડિ-સૂચિત" હોવા છતાં, આ જૂથોએ ગંભીર ભેદભાવ અને બહિષ્કારનો સામનો કરવો પડ્યો છે. તેઓ હજુ પણ ઉચ્ચ જાતિના ગ્રામવાસીઓ દ્વારા સામાજિક બહારના લોકો તરીકે જોવામાં આવે છે, અનુચિત સતામણી અને પોલીસ અને અમલ અધિકારીઓ દ્વારા કલંકિત અને ભારતીય રાજ્ય દ્વારા અવગણવામાં આવે છે. લેખકો વ્યાપક જાતિ પ્રણાલીના લેન્સ દ્વારા ગુનાખોરીને જુએ છે અને તેથી ગુનાને એક વારસાગત વ્યવસાય તરીકે અર્થઘટન કરે છે. બ્રિટીશ ભારતીય સત્તાવાળાઓનો વિરોધ કરતા વિચરતી જૂથો પર નિયંત્રણ સ્થાપવાના ઉદ્દેશ સાથે, સીટીએ (CATA) 1871 ને દેખીતી રીતે "જન્મ ગુનેગારો" તરીકે લગભગ 200 આદિજાતિ જૂથોનું લેબલ કર્યું હતું. ભારતની આઝાદી પછી, આ પાશવી કાયદો 1952 માં રદ કરવામાં આવ્યો હતો, પરંતુ હ્યુબટીય્યુઅલ ઓફેન્ડર્સ ઍક્ટ, 1952, સાથે બદલી કરવામાં આવ્યો હતો, જે સીટીએ, 1871 ના ડે-ફેક્ટો ચાલુ રહી હતી. વસાહતી શાસન દરમિયાન વિચરતી, મોબાઈલ જૂથો, સ્થાયી થયેલી જીવન માટે અને વસાહતી વહીવટ માટે "ધમકી" તરીકે જોવામાં આવતો હતો. બ્રિટીશ શાસનએ માત્ર ગુનાખોરીનો ટેકો નહીં પરંતુ વસાહતી નવી બજાર અર્થતંત્રની રજૂઆત અને જંગલના વ્યવસાયિક શોષણ સાથેના તેમના પરંપરાગત વ્યવસાયને પણ નાશ કર્યો હતો. 70 વર્ષનાં સ્વતંત્રતા પછી પણ, સમાજ અને પોલીસ આ DNT ને ફોજદારી જાતિ તરીકે ગણતા હતા. નોમૅડિક અને ડી-નોટિફાઈડ આદિવાસીઓને બાકીના સમાજ અને પોલીસ મશીનરી દ્વારા સતત સતાવ્યા કરવામાં આવે છે. આશ્ચર્યજનક રીતે, આજે પણ, ડીએનટીના આવા અન્યાય અને શોષણને રોકવા કોઈ પણ કાયદાને જોતા નથી. ડીએનટીની બાબતોમાં; કાયદાનો અમલ એજન્સીઓ હંમેશા શાંત છે અને ક્રૂરતા સાથે તેમનો વ્યવહાર કરે છે. કાયદાના અમલીકરણમાં વધુ સંવેદનશીલતા અને જાગૃતિની જરૂર છે. જેથી તેઓ કોઇપણ પૂર્વગ્રહ અને ભેદભાવ વગર કાયદાનું પાલન કરે. તે ભારતની સિત્તેર વર્ષથી સ્વતંત્રતા છે પરંતુ હજુ પણ આ સમુદાયોને સરકાર દ્વારા ખૂબ ઉપેક્ષા કરવામાં આવી છે. બંધારણીય રક્ષકોનો અભાવ, સામાજિક કલંકકરણ અને તેમની ઓળખ સાથે જોડાયેલી ગુનાહિતતા તેમને જીવનના દરેક ચાલમાં સંવેદનશીલ રહેવાની સંભાવના કરે છે. હજુ પણ આ જૂથો વાજબી ન્યાય અને સમાન સારવાર માટે શોધે છે. વિવિધ સરકારોએ ડીએનટીના વિકાસ માટે ઘણી કમિશન અને સમિતિઓની નિમણૂક કરી છે પરંતુ તેમની હાલત એક સમાન રહી છે. ડીએનટી (DNT) ના મુદ્દાઓ હજુ પણ સંભળાતા નથી, તેથી તેમના મુદ્દાઓને ઉકેલવા માટે જાગૃતિ અને યોજના વ્યૂહરચનાઓ તૈયાર કરવા માટે વ્યાપક સમજણની જરૂર છે.

- અનિલ શેખલિયા

November 03, 2017

દેડકાની પાંચશેરી

By Raju Solanki  || 1 November 2017 at 15:12

પૃથ્વીના દક્ષિણ ગોળાર્ધમાં જંબૂદ્વીપ પ્રદેશ. તેમાં પાંચ લાખ કૂવા, ભવ્ય પણ જર્જરીત. પાંચ હજાર વર્ષથી આ કૂવાઓએ યેનકેનપ્રકારેણ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખેલું. દરેક કૂવામાં હજાર જાતના જીવ-જંતુ. વીંછી, નોળીયો અને સાપ. કાનખજૂરા, ગરોળી અને નાગ. વાગોળ, ઘુવડ અને ઉંદર, કીડી, મંકોડા અને છછૂંદર. કૂવાની દિવાલોની સદીઓ જૂની તિરાડોમાંથી ફૂટેલા પીપળા અને વડના વૃક્ષો પર સેંકડો જાતના પંખી, રંગબેરંગી માળા બાંધે અને કિલકિલાટ કરે. આ હંધાય પશુ-પંખી એકબીજા હારે ખુબ બાઝે, લડે, નહોરીયાં ભરાવે, લોહી કાઢે, પણ જ્યારે પેલા બિચારા દેડકાં સહેજ અવાજ કાઢે તો એની સામે તો સૌ એકજુટ થઈ જાય. કોઈ દેડકાંને માથુ ઉંચકવા ના દે, બધા ભેગા મળીને દેડકાઓનો તો ઘાણ કાઢી નાંખે.
કૂવાના ચીતરી ચડે તેવા મરેલા વંદાઓને ખાવાનું કામ દેડકાઓના માથે. પાંચ હજાર વર્ષથી દેડકા નીચુ મોંઢુ રાખીને એક પવિત્ર ફરજ સમજીને આ કાર્ય કરતા હતા. ક્યારેક એમની વચ્ચે ચર્ચાઓ થતી હતી. રૌરવ નર્ક જેવો કૂવો એમના લમણે લખાયેલો હતો. યુવાન દેડકાઓ હવે કોઈની લૂખ્ખી દાદાગીરી ચલાવી લેવા તૈયાર ન હતા.
અને હમણાંકથી દેડકાઓમાં અંદરો અંદર ચણભણ વધી ગઈ હતી. કેટલાક દેડકાઓ કૂવાની બહાર ડોકિયું કરતા હતા. કેટલાક તો હિંમત કરીને કૂવાની બહાર કૂદકો મારીને બીજા કૂવા સૂધી લટાર પણ મારી આવેલા. પાછા આવીને તેઓ કૂવાના દેડકાઓ આગળ બહારની ચકાચૌંધ દુનિયાના રસપ્રદ વર્ણનો કરતા હતા. ક્યારેય જેમણે કૂવો ના છોડ્યો હોય તેવા દેડકાઓ તેમની વાતો સાંભળીને ભારેખમ નિસાસા નાંખતા હતા.
થોડાક દિવસો પર તો કેટલાક દેડકાઓએ ભારે હિંમત કરી નાંખી હતી. કૂવાની બહાર નીકળીને જંબૂદ્વીપના મોભી સમાન નાગનાથના દર પર પહોંચી જ ગયા હતા. અને નાગનાથને એક તીખો, અણિયાળો સવાલ પૂછી જ નાંખ્યો હતો. “હે નાગનાથ, જંબૂદ્વીપમાં એક કૂવો બતાવો કે જ્યાં અમારી જાતના દેડકાઓ પર કોઈ જુલમ થતો ના હોય.” નાગનાથ એની કાયમની ખંધી નજરે દેડકાઓ સામે જોઈ જ રહ્યો હતો. એણે કોઈ જવાબ જ ના આપ્યો. દેડકાંઓ પાછા ફર્યા હતા. કોક કહેતું હતું, “જોયું, નાગનાથને કેવો ભીંસમાં લીધો. સાલાને પસીનો છૂટી ગયો.” કોક કહેતું હતું, “ક્યાંથી બતાવે કૂવો? એના બાપના તબેલામાંથી બતાવે? આવો કોઈ કૂવો જ નથી, જ્યાં દેડકાઓ પર અત્યાચાર થતો ના હોય.”
એક વાદળી આંખોવાળો દેડકો ક્યારનો ખૂણામાં બેઠો બેઠો બધી ચર્ચાઓ સાંભળતો હતો. એણે મોટેથી ઘાંટો પાડીને કહ્યું, “ભાઈઓ, આ બધી મોંકાણ આ કૂવાના લીધે છે. કૂવો છોડીને બાજુના તળાવમાં જતા રહીએ તો કેવું?” “તળાવમાં ભૂખે મરી જઇશ. છાનોમાનો બેસ. દોઢડાહીના,” કૂવાના સૌથી વૃદ્ધ દેડકાએ એને તતડાવ્યો. વાદળી આંખોવાળો દેડકો ગાંજ્યો જાય એવો ન હતો. તે બોલ્યો, “ભૂલી ગયા લ્યા, પેલા મહામાનવે શું કહેલું આપણા બાપદાદાવને? કૂવો છોડો, તળાવ ચલો. કહેલું કે નહીં?”
એવામાં કૂવાની બહાર મોટી મોટી પીપુડીઓ વાગી. વાદળી આંખોવાળા દેડકાનો અવાજ તેમાં દબાઈ ગયો હતો. એક ઉત્સાહી દેડકો ક્યાંકથી આવીને ટપક્યો હતો. કહેતો હતો, “ભાઈઓ, આ બધી જંજાળ છોડો. મહિના કેડે ચૂંટણી આવી રહી છે. આપણે આપણા દુશ્મન નાગનાથની જગ્યાએ સાપનાથને ચૂંટી કાઢીએ. આપણા મોટાભાગના પ્રશ્નો હલ થઈ જશે.”
બધા એની સામે જોઈ રહ્યા.
બહાર પીપુડીઓનો અવાજ વધારે મોટો થવા માંડ્યો હતો.
રાજુ સોલંકી

November 01, 2017

જેની જેટલી જનસંખ્યા તેનો તેટલો હિસ્સો

By Jigar Shyamlan ||  30 Oct 2017 


પાટીદાર અનામત આંદોલન સમીતિ (પાસ) અને કોન્ગ્રેસ વચ્ચે બેઠક હતી. આરક્ષણ સિવાયના ચાર મૂદ્દાઓ પર સકારાત્મક વાતાવરણમાં બેઠક પૂણઁ થઈ.
સંવિધાનીક રીતે પાટીદારોને આરક્ષણ કેવી રીતે મળી શકે એ બાબતે કોન્ગ્રેસ હવે નિષ્ણાંતો સાથે ચચાઁ કરશે. સંવિધાનીક રીતે પાટીદારોને આરક્ષણ આપવાની સ્પષ્ટ ફોમ્યુઁલા નક્કી કરશે અને આગામી દિવસોમાં આ મુદ્દે ફરી પાસ સાથે બેઠક કરવામાં આવશે. ત્યારબાદ પાસ ચૂંટણીમાં કોને સમઁથન આપવું એ બાબતે પોતાનો મત જાહેર કરશે.
જો કે એ તો વાતની વાત છે, બેઠક પછી પાસની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ. હાદિઁક પટેલનું વલણ દયનીય જણાયું,
પોતે હાવભાવથી સ્પષ્ટ ઈનકાર કરતો રહ્યો પરંતુ વાતચીત અને બોડી લેંન્ગવેજથી કોન્ગ્રેસને સમઁથન આપી જ દીધું.
પાસ માટે આ હાલની સ્થિતી એક મજબૂરી બની ચુકી છે, એની પાછળ કેટલાક કારણો છે.
(૧). અનામત આંદોલન પછી પાસ ની સરકાર સાથે એક પછી એક કેટલીક મંત્રણાઓ નિષ્ફળ કરવામાં આવેલી. એમાં સરકારનું ઉદાર વલણ હતુ પણ પાસનું વલણ સહેજ અક્કડ રહેલું એટલે તેમાં કોઈ ભલીવાર રહ્યો ન હતો.
(૨). આ પછી પાસ દ્વારા સરકાર સામે રીતસરની બાંયો ચઢાવી સરકાર સામે આક્રમક કાયઁક્રમો આપેલા જેનાથી સરકારે આ મુદ્દે મૌન રહેવુ પસંદ કયુઁ, સરકારે ફરી મંત્રણા માટે પ્રતીભાવ ન આપ્યા.
(૩). સરકારના વિરોધ પછી પાસે આમ આદમી પાટીઁ તરફ સરકવા પણ પ્રયાસ કયોઁ પણ આમ આદમી પાટીઁ લાચાર હતી કારણ આટલા ટુંકા સમયગાળામાં ચૂંટણી લડવા યોગ્ય તૈયાર ન થઈ શકી. જોઈયે તેટલો જનમત ભેગો કરી શકી નહી, પાસમાં ટીકીટ માંટે ફાંફા જણાતા પાસના આપમાં જોડાયેલ લોકોમાં ધડાધડ રાજીનામાં પડવા લાગ્યા અને જે ને જયાં ગોળ મળ્યો ત્યાં માખીઓ બણબણવા માંડી.
(૪). ગુજરાતમાં એન.સી.પી., જે.ડી.યુ. સમ ખાવા પૂરતા ગણાય એટલે એની સાથે જવાય નહી. જન વિકલ્પ વિકલ્પ બનવાની શક્યતા ગૂમાવી ચુક્યુ છે.
હવે બચ્યુ કોણ..? કોન્ગ્રેસ...

જે મિત્રો એ જોયું હશે તેમને ખબર હશે, કે આજની પ્રેસ કોન્ફરન્સમાં હાદિઁકના મોંઢે વાત વાતમાં માન્યવર કાંશીરામજીએ આપેલ નારો નિકળી આવ્યો "જેની જેટલી જનસંખ્યા તેનો તેટલો હિસ્સો"

Watch Video :-

આંબેડકરવાદ અને આપણે.....??

By Jigar Shyamlan ||  01 Nov 2017 


માહોલ એવો છે કે બાબા સાહેબ આંબેડકરની વિચારધારા પર ચાલતા માણસને પણ પોતે કેવો આંબેડકરવાદી છે તેની સાબિતીઓ આપવી પડે છે.!!!

આ સાબિતી સો ટચની ત્યારે જ ગણાય જ્યારે તમે બ્રાહ્મણોને ગાળો આપતા હોવ. બ્રાહ્મણોને ગાળો આપવાની ક્ષમતાઓ તમારો આંબેડકરવાદ નક્કી કરે છે, જેટલી વધુ ગાળો આપી શકો તમે તેટલા જ સવાયા અને કટ્ટર આંબેડકરવાદી સાબિત થાવ છો.

બ્રાહ્મણવાદ અને બ્રાહ્મણ એકબીજા સાથે જોડાયેલ છતાં અલગ અલગ પરિબળો હોઈ શકે. બધાજ બ્રાહ્મણવાદી બ્રાહ્મણો હોય અને બધા જ બ્રાહ્મણો બ્રાહ્મણવાદી છે એ વાત જે તે માણસની વિચારધારા પર આધારિત છે. હાલ આંબેડકરવાદી વિચારસરણી માત્ર અને માત્ર બ્રાહ્મણોની નિંદા કરવા પુરતી જ સિમિત બનાવી દેવામાં આવી હોય તેવું લાગી રહ્યુ છે. બ્રાહ્મણોને ગાળો આપતા રહેવી એ જ આપણો ફુલ ટાઈમ ધ્યેય બની ગયો છે. હું અહી એક વાત સ્પષ્ટ કરવા માંગુ છુ કે હું પોતે બ્રાહ્મણવાદનો વિરોધી છું. માત્ર બ્રાહ્મણોને ગાળો આપતા રહેવું એ તો સમસ્યાનો કોઈ ઉકેલ નથી.
ખુદ બાબા સાહેબ આંબેડકરે 1927 July-9 બહિષ્કૃત ભારતના એક તંત્રી લેખ ''દુ:ખાત સુખ''માં લખે છે કે-
''જનતામાં અનેક ધમઁ વિધમાન છે. પ્રત્યેક ધમઁના અનુયાયીઓ વચ્ચે વિવિધ પ્રકારના ભેદ જોવા મળે છે. કોઈ ગરીબ છે, કોઈ શ્રીમંત. કોઈ જ્ઞાની છે તો કોઈ અજ્ઞાની, પરંતુ આવા ભેદ દરેક ધમઁમાં જોવા મળશે જ. પરંતુ વ્યવસાય પ્રમાણે પાડવામાં આવેલ ભેદ તો માત્ર હિન્દુ ધમઁમાં જ જોઈ શકાય છે. કોઈ બ્રાહ્મણ, કોઈ ક્ષત્રિય, કોઈ વૈશ્ય, કોઈ શુદ્ર છે. હિન્દુ ધમઁમાં બ્રાહ્મણ અને બ્રાહ્મણેત્તર એમ બે પ્રકારના ભેદ વધારે સ્પષ્ટ છે. જન્મજાત ઉંચનીચના ભેદભાવ એ જ બ્રાહ્મણની ખરી વ્યાખ્યા છે. એ બાબત સ્પષ્ટ છે કે હું બ્રાહ્મણ જાતિનો વિરોધી નથી તે મારો વિચાર સ્પષ્ટપણે જાહેર કરૂ છું બ્રાહ્મણ લોકો અમારા વેરી કે દુશ્મન નથી, પરંતુ જેઓ બ્રાહ્મણવાદગ્રસ્ત છે તે જ અમારા વેરી છે એવું હું સમજું છું''

બાબા સાહેબની વિચારધારા એકદમ સ્પષ્ટ હતી સમાનતા.., સ્વતંત્રતા..., ભાઈચારા અને અધિકાર માટેની હતી. પણ આપણે આ વિચારધારાને એકદમ ગૂંચવી નાખી છે. આપણે આજે સાચા આંબેડકરવાદી બનવાને બદલે એક જાતના કટ્ટરવાદી બની રહ્યા છીએ. બ્રાહ્મણવાદ વિરૂધ્ધની આખી આ લડાઈ આપણે માત્ર અને માત્ર બ્રાહ્મણ વિરૂધ્ધ કટ્ટરતાની બનાવી દીધી છે. આમ કરીને આપણે આપણી ચળવળને ક્યાંક ને ક્યાંક નુકશાન કરી રહ્યાનું પ્રતિત થાય છે.

એમ તો આપણી અંદર પણ એક પ્રકારનો છુપો બ્રાહ્મણવાદ વરસોથી ઉછરી રહ્યો છે જ..
(1). આપણી અંદરનો બ્રાહ્મણવાદ એટલે અનુસૂચિત જાતિમાં પ્રવઁતી રહેલ પેટાજાતિઓનું મિથ્યાભિમાન...!!
(2). આપણે આપણી ઓળખ એક વણકર.., રોહીત.., ગરોડા.., સેનમા..., નાડીયા...,સાધુ..., તુરી.., તરગાળા તરીકેની આપતા હોઈએ પણ ખુદને એક એસ.સી. તરીકે ન ઓળખાવતા હોઈએ એ પણ એક પ્રકારનો છુપો બ્રાહ્મણવાદ જ છે.
(3). સમગ્ર એસ.સી. સમાજમાં પણ આપણે વિવિધ પેટાજાતિઓ અને પેટાજાતિઓમાં પણ અમુક તમુક ગોળ,પરગણાં કે સમાજ તરીકે બંધાયેલ રહીએ એ પણ બ્રાહ્મણવાદની ચરમસિમા છે.
(4). આપણે આપણાં વિવિધ સમાજમાં ચાલતી કેટલીક રૂઢીઓ, રીતરિવાજોમાં તસુભાર પણ બદલાવ લાવી શક્યા નથી. આપણે બંધારણમાં ઉલ્લેખ કરાયેલ અનુસૂચિત જાતિ પુરતા જ એક છીએ, બાકી બંધારણની બહાર આપણે અનેક પેટાજાતિઓનાં શંભુમેળાથી વિશેષ કંઈ નથી.
(5). આપણે આપણી તમામ શક્તિઓ અંદરો અંદરના વિખવાદને બહાર લાવી એકબીજાને પછાડવાની પ્રવૃત્તિઓમાં જ વ્યથઁ વેડફી રહ્યા છીએ.
(6). રાજકીય રીતે પણ આપણે માણસે માણસે અલગ મત ધરાવીએ છીએ.
(7). એકલો હું જ બાબા સાહેબને સારી રીતે સમજી શકું બીજાઓ અધકચરુ સમજ્યા એ પણ એક પ્રકારનો મિશ્રિત બ્રાહ્મણવાદ જ છે.
(8). આપણા ધમઁમાં પ્રવતઁમાન વ્યથઁ માન્યતાઓ, વિધીવિધાનો અને ક્રિયાઓ બાબતે જે તે શાસ્ત્રો કે ધમઁને ભાંડવા સિવાય કંઈ કયુઁ નથી. સામાન્યમાં સામાન્ય માણસ સમજી શકે તે રીતની રચનાત્મક સમજણ આપવામાં આપણે જોઈયે તેટલા સફળ નથી.
(9). આપણે અવારનવાર મિટીંગો યોજીએ છીએ પણ તેમાં આપણો સાચો મેસેજ કહેવામાં પુણઁત: નિષ્ફળ રહીએ છીએ.

આપણે એક બનીશુ પણ પછી શુ કરીશુ તેનુ કોઈ વિઝન નથી. રાજકીય જેને જ્યાં ફાવે ત્યાં જેવો ધાટ છે.

કોઈ પણ માણસ પુણઁ નથી... તેને પુણઁ બનવુ પડે. કોઈપણ માણસ પુણઁ થવા તરફ પ્રયાણ કરે એ જ સાચો માણસ.
મને વિશ્વાસ છે કે મારી આ પોસ્ટ કેટલાક માણસોને ગમશે નહી... એટલે મારી આ પોસ્ટ પરથી મને જે તે રીતે ધારી લેવામાં આવશે, પણ હું કોઈની ધારણા નથી.
જ્યાં સુધી આપણે સમગ્ર અનુસૂચિત સમાજ તરીકે એક નહી બની શકીએ ત્યાં સુધી બ્રાહ્મણવાદી રહીને બ્રાહ્મણવાદનો વિરોધ કરનારા લોકો બનીને જ રહી જઈશું.
#જય_ભીમ
# જિગર શ્યામલન


એક બનો એક બનતા અટકાવનારા લોકો ને સાચી સમજ આપો

By Jigar Shyamlan ||  31 Sep 2017 


એક વસ્તુ ખાસ ધ્યાનમાં આવી છે, કે સમગ્ર અનુસૂચિત જાતીના વણકર, રોહીત, રાવત, ગુરુબ્રાહ્મણ, તુરી, વાલ્મિકી વગેરે અલગ અલગ મણકાઓને એક સૂત્રમાં પરોવવા માટે કોઈ મજબૂત દોરો હોય તો એ છે એકલો "જય ભીમ" નો નારો...

આ નારો એકલો "જય ભીમ" બોલાય ત્યાં સુધી જ ઠીક છે, પરંતુ જયારે પણ આ નારાની પાછળ પાછળ "જય વીરમાયા" "જય રોહીદાસ" "જય વાલ્મિકી" જેવા અન્ય પેટાજાતિ સમૂહ દશઁક નારાઓ સાંભળવા મળે ત્યારે બંધીયાર પાણીને ડહોળતા જેવી ગંધ ઉઠે તેવી જ ગંધ અનુસૂચિત જાતિમાં ખદબદતા જાતિવાદની છે.

માત્ર "જય ભીમ" અને "જય ભીમ નમો બુધ્ધાય" એ નારાઓ આપણી એકતાનો જયઘોષ કરે છે.
એ સિવાય આપણે જયાં સુધી એકલું જય ભીમ બોલીશું ત્યા સુધી જ એકસુત્રમાં બંધાયેલ રહીશું. જય ભીમની પાછળ જોડાતા બીજા નારા આપણી એકતા ખંડીત કરે છે.
તો આપણે આ વાતને સમજીએ અને એક સમાજ તરીકે એક બનીએ બસ એટલી જ લાગણી..
#I_Support_Unity
#જિગર શ્યામલન