By Rushang Borisa
🌟 બુદ્ધિઝમ : આંબેડકર V/S આર.એસ.એસ :=
સંઘ છેલ્લા કેટલાક વર્ષોથી આમ્બેડકરપ્રેમનું પ્રદર્શન કરી રહ્યું છે.૧૯૯૦ બાદ સંઘ આંબેડકરને પચાવી લેવા સતત પ્રયત્નો કરે છે.આમ્બેડકરને લઈને તદ્દન સગવડીયો પ્રચાર કરવો,બહુધા હકીકતોને છુપાવી રાખવી , બનાવટી તથ્યો રજૂ કરવા વગેરે સંઘની બ્રાહ્મણવાદી નીતિઓનો ભાગ છે.આંબેડકર વિષે દલિત-પછાત વર્ગો કૃતજ્ઞતાની લાગણી ધરાવતા હોય ,સંઘ આંબેડકરના વિચારો-વિશ્લેષણોને પોતાના સ્વાર્થ મુજબ મરોડી તે વર્ગો સમક્ષ રજૂ કરે છે.બહુધા દલિતો આંબેડકરના જ્ઞાનથી અજ્ઞાન હોય ,સંઘ જેવી સંસ્થાઓ માટે લોકોને ગેરમાર્ગે દોરવા સરળ રહે.
અગાઉ હિન્દુત્વ (Click Here) અને લઘુમતી વિચારોને (Click Here) લઈને સંઘ અને આંબેડકર વચ્ચેના સ્પષ્ટ અને મૂળભૂત વિરોધાભાસો જણાવ્યા હતા.હવે, બુદ્ધિઝમ તરફ વધીયે...
🕉 RSS ના લોકપ્રિય "ગુરુજી" ના બુદ્ધિઝમ પ્રત્યેના વિચારો:
ગોલવાકરે શરૂઆતમાં ટીપીકલ સંઘી અંદાજમાં બુદ્ધ અને બુદ્ધિઝમના વખાણ કર્યા છે.બાદમાં અસલી ચહેરો બતાવતા બ્રાહ્મણવાદી સ્ટાઈલમાં બુદ્ધિઝમની ટીકાઓ કરી તેને "દેશદ્રોહી" સુધી નવાજી દીધા.ગોલવાકર મુજબ ઇતિહાસમાં બૌદ્ધકાળ દરમ્યાન ભ્રષ્ટાચાર વકર્યો હતો.લોકો બેદરકાર બન્યા અને વિદેશી સત્તાઓએ આક્રમણ કર્યું. બૌધ્ધો ખોટા હતા તેવા દોષારોપણ પણ કર્યા.બૌદ્ધકાળ દરમ્યાન "મહાન" ભારતીય સંસ્કૃતિ ઉપર પ્રહારો થયા; ધર્મ સૌથી દયનિય હાલતમાં હતો અને લોકોમાં સામાજિક જાગૃકતાની કમી હતી વગેરે આલોચના કરી..આખરે, બુદ્ધિઝમને ગદ્દાર સુધીની ઉપમા આપી.
ઉપરાતં,સૌથી વાહિયાત-જૂઠી-પાયાવિહોણી વાત એ કહી કે ભારતીય ઇતિહાસમાં સૌપ્રથમ ધર્મપ્રચારનું કાર્ય બૌદ્ધો એ નહિ ,પણ સનાતનીઓ કર્યું હતું!(અમે અમેરિકા સુધી પહોંચ્યા હતા.)
બુદ્ધિઝમને વખોડ્યા બાદ ગોલવાકરે આંબેડકરને પણ બાકી નહતા રાખ્યા.આડકતરી રીતે આંબેડકર વિરુદ્ધ પણ ઝેર ઓક્યું હતું.સંઘે આમ્બેડકરેને કોમવાદી કહ્યા હતા.આંબેડકરના પ્રયત્નો પ્રત્યે પણ નારાજગી દર્શાવી હતી.
☸ આંબેડકરના બુદ્ધિઝમ પ્રત્યેના વિચારો :
આંબેડકરે બુદ્ધિઝમને ભારતીય ઇતિહાસનો સુવર્ણકાળ કહ્યો છે.તેમણે વેદોને મૂલ્યહીન ગ્રંથો ગણાવ્યા અને વેદિક આર્યસંસ્કૃતિને પછાત-બર્બર દર્શાવી છે.વેદિક સંસ્કૃતિમાં રહેલ ખામીઓ ઉપર બુદ્ધે પ્રહારો કર્યા હતા અને બૌદ્ધકાળમાં સુધારાલક્ષી પગલાંઓ લેવામાં આવ્યા હતા.બૌદ્ધકાળ દરમ્યાન ધર્મ તેની શ્રેષ્ઠ કક્ષાએ ઝગમગતો હતો. બૌદ્ધકાળમાં લોકશાહી પદ્ધતિ અને નૈતિક મૂલ્યોનો વિકાસ થયો.ઇતિહાસમાં માત્ર બૌદ્ધકાળ દરમ્યાન સમાનતા,બંધુતા અને સ્વતંત્રતાના ગુણો લોકસમૂહમાં સ્થાપિત થયા.બુદ્ધે અંધશ્રદ્ધા,ડર ,સુપરનેચરલ વિચારો વગેરેનું ખંડન કર્યું અને શાંતિનો માર્ગ બતાવ્યો. આંબેડકર મુજબ ઇતિહાસમાં જે કોઈ ભવ્યતા જોવા મળે છે તેનો શ્રેય અનાર્ય પ્રજાના શાશનને ફાળે જાય છે.આંબેડકરે સાફ કહ્યું હતું કે ભારતનો ઇતિહાસ બ્રાહ્મણો અને બૌધ્ધો વચ્ચેના સંઘર્ષથી વિશેષ કઈ નથી.
આ સાથે આપણે સમજી ગયા કે સંઘ અને આંબેડકરનો મેળ કોઈ કાળે શક્ય નથી.
હિન્દુવાદીઓનો (ખાસ બ્રાહ્મણો) બુદ્ધિઝમ તરફનો અણગમો પણ સહજ છે.બુદ્ધિઝમ પહેલા તેમના પૂર્વજો આપખુદશાહી ભોગવતા હતા.બૌદ્ધકાળ દરમ્યાન સમાનતાનો સિદ્ધાંત પ્રસ્થાપિત થતા બ્રાહ્મણોના હિતો જોખમાયા હતા.જેથી બ્રાહ્મણવાદી ઇતિહાસકારોએ યેનકેન પ્રકારે બુદ્ધિઝમને નિશાનો બનાવ્યો છે.
જો કે સંઘ અંદરથી ડરી ગયું છે."ના કરે નારાયણ " ને બહુધા દલિત-પછાત વર્ગો આંબેડકરને વાંચીને સત્ય પારખી ગયા તો સંઘનું હિન્દૂ રાષ્ટ્ર "સનાતન" સ્વપ્ન જ રહ્યું.માટે સંધીઓને સલાહ કે આંબેડકરનું હડ્પવાનું બંધ કરી માત્ર હિન્દૂ રાષ્ટ્રમાં ધ્યાન કેન્દ્રિત કરે...કારણ કે તમારા વડે છેતરાયેલા દલિતો જો હકીકતો જાણી ગયા તો.....
ફોટો :
૧) "જ્ઞાતિ-વ્યવસ્થા એ સામાજિક સંયોજનનું મજબૂત જોડાણ છે."- માધવ ગોલવાકર
૨) "જ્ઞાતિ-વ્યવસ્થામાં અલગાવની ભાવના રહેલી છે; જે એક જ્ઞાતિને બીજી જ્ઞાતિથી અલગ કરવી તેને નૈતિકમૂલ્ય તરીકે સ્થાપે છે."- ભીમરાવ આંબેડકર
No comments:
Post a Comment