August 26, 2017

बाबासाहब और बौद्ध धम्म..

By Kundan Kumar


बाबासाहब आम्बेडकर सिर्फ एक महान विचारक ही नही, बल्कि कार्य करने वाले भी थे। उन्होंने सोचा कि उनके चारो और क्या हो रहा है और उनके पास थे उन सभी संसाधनों और ऊर्जा से हस्तक्षेप भी किया। उनका दिमाग ना तो इतिहास में फंसा था या फिर ना तो भविष्य में आने वाले परिणामो के बारे में चिंतित था, क्योंकि उनकी खोज थी मुक्ति के लिए, स्वतंत्रता के लिए, प्रत्येक व्यक्ति के उच्च संभावना की प्राप्ति के लिए और प्रत्येक समाज के लिए जो अमानवीय संस्थानों में दबा हुआ है।

इसलिए, निर्वाण के लिए उनका मार्ग एक दर्शनशास्त्र से निर्देशित किया गया, जिसमे मुक्त प्रकृति है। एक विचारधारा जिसने बाबासाहब को निर्देशित किया, वो बुद्धिस्ट विचारधारा थी। वह बहुत पढ़े लिखे व्यक्ति थे और गहरी सच्चाई को समझने और उसे पचाने वाला दिमाग था उनके पास।

उन्होंने बुद्धिसम का मार्ग क्यो चुना, यह सिर्फ एक व्यक्तिगत ही नही बल्कि सामाजिक दर्शनशास्त्र है?? यह एक बहोत ही गहरा सवाल है लेकिन उसे समझने के लिए कुछ पृष्ठभूमि की जरूरत है।

1) भारत का इतिहास और कुछ नही, बौद्ध धम्म और ब्राह्मणवाद के बीच संघर्ष का इतिहास है।
भारतीय इतिहास का गहन अभ्यास इस तथ्य को सामने लाएगा की, दो विश्वदृष्टि भारत मे आपस मे टकराई : एक बौद्धिस्ट का मानवीय और मुक्तिपूर्ण वैश्विक नजरिया और दूसरा ब्राह्मणों का अमानवीय और सीमित वैश्विक नजरिया। भारतीय इतिहास के दर्शनशास्त्र में, इन दो विश्वदृष्टि में निरंतर वार्ता है। बाबासाहब आम्बेडकर भारतीय इतिहास के विद्यार्थी थे और उन्होंने क्रांति और प्रतिक्रांति की प्रक्रिया को देखा। इसलिए, बौद्ध धम्म में , वो ब्राह्मणवाद के आलोचक थे।

2) पूर्ण क्रांति के रूप में बौद्ध धम्म
बुद्धिसम में, बाबासाहब ने सम्पूर्ण परिवर्तन के तरीकों को देखा : स्व और समाज के लिए। बौद्ध धम्म समाज और व्यक्तिओ के नवनिर्माण के लिए एक पूर्ण रास्ता प्रदान करता है।

3) बौद्ध धम्म, भारत के अछुतो और पिछड़ों का विश्वास था।
बहोत सारे अभ्यासों से, यह बात और ज्यादा साफ हो रही है, लेकिन बाबासाहब द्वारा लिखी गई एक उल्लेखनीय पुस्तक "अछूत को थे?", अपने आप मे एक ऐतिहासिक कार्य है।

4) बौद्ध धम्म वैश्विक है।
बौद्ध धम्म पवित्र पुस्तके या पवित्र भूगोल पे आधारित नही है। वह तो बुद्ध के द्वारा खोजे गए तरीके और नियम है।

5) बौद्ध धम्म पहला जन आंदोलन था, जो महिलाओं की मुक्ति की मांग करता था।
बुद्ध ने अपने संगठित संघ में महिलाओं को शामिल किया और सभी के लिए निर्वाण के मार्ग खोले थे। इस क्षेत्र में बुद्धिसम की भूमिका स्पष्ट करने के लिए, बाबासाहब द्वारा लिखी गई एक कृति "हिन्दू महिलाओ का उत्थान और पतन", उत्कृष्ट है।

6) बौद्ध धम्म जाती और जातिवाद के खिलाफ था।
संघ ने सभी को उनकी सामाजिक और जातीय पृष्ठभूमि के ऊपर उठकर स्वीकार किया।

7) बौद्ध धम्म स्वाभाविक रूप से लचीला है।
अस्थिरता बुद्धिस्ट का हृदय है, जिसका अर्थ है कि कुछ भी स्वाभाविक ठोश नही है। सब कुछ अपनी शर्तों और कारणों के आधार पे उभर के आता है।

बाबासाहब के प्रसिद्ध कथन "हमारी लड़ाई संपत्ति या सत्ता के लिए नही है..." का विश्लेषण..


"हमारी लड़ाई संपत्ति या सत्ता के लिए नही है.. हमारी लड़ाई स्वतंत्रता के लिए है, मानव व्यक्तित्व के अधिकारों के पुनर्मूल्यांकन के लिए है.."
- बाबासाहब डॉ भीमराव आम्बेडकर


राजनीति के विषय पर चर्चा करते वक्त किसी ने मुझे बाबासाहब का ये प्रख्यात उद्धवरण (कथन, quote) भेजा। ऐसा लगता है कि, वो आदमी समझता होगा कि, व्यक्तित्व का पुनर्मूल्यांकन शुन्यवकाश में होगा।

चलिए इस बयान का विश्लेषण करने का प्रयत्न करते है। व्यक्तित्व का पुनर्मूल्यांकन अंतिम उद्देश्य है। दमनकारी समुदाय कैसे अपने व्यक्तित्व को पुनः प्राप्त करे?? क्या उत्पीडनकार अनुमति देंगे?? अगर वे अनुमति देते, तो ये बहोत समय पहले ही हो चुका होता। पीड़ित लोगों पर दमन लगाया गया है। बाबासाहब ने माना था कि, अश्पृश्यता अश्पृश्यो की नही, सवर्णो की समस्या है। अश्पृश्यता उन पर थोपी गई है।
अगर किसी एक समुदाय पर कुछ थोपा गया है, तो अनुरोध करने से यह रोका नही जा सकता। वह सिर्फ शक्ति से ही रोका जा शकता है। अगर समुदाय के पास जमीन या संपत्ति नही है, वो दुसरो पर निर्भर है, तो फिर वो अपनी स्वायत्तता(Autonomy) का उपयोग नही कर शकता। इस आर्थिक शोषण को रोकने के लिए आपको सम्पति की आवश्यकता है।

बाबासाहब का यह कथन कहता है कि, यह समस्या सिर्फ सत्ता या शक्ति के माध्यम से हल नही होने वाली, इसके लिए सामाजिक और सांस्कृतिक मूल्यों में और अधिक मूलभूत परिवर्तन आवश्यक है। लेकिन यह कथन ऐसा नही कहता कि, शक्ति और सम्पति की उपेक्षा करो। यह सिर्फ उसकी सिमा के बारे में बताता है। अपना सारा जीवन उन्होंने राजनीतिक और आर्थिक मुक्ति के लिए कार्य किया, उन्होंने समाज के मूल्यों में मौलिक सामाजिक और सांस्कृतिक परिवर्तन लाने के लिए बुद्धिसम में धर्मपरिवर्तन किया।

अगर किसी को इस संदर्भ में समझ नही आता है, तो व्यक्तित्व का पुनरूत्थान कुछ भी नही बल्कि एक अमूर्त विचार (Abstract Idea) है। वह सामाजिक, आर्थिक, राजनीतिक, और सांस्कृतिक मूल्यों को एक आध्यात्मिक क्षेत्र मे परिवर्तित हो करता है, जिससे बाबासाहब ने अपने पूरे जीवन काल मे नफरत की। यह भगवान को ढूंढने जैसी बात है, लेकिन बाबासाहब भगवान की तलाश नही कर रहे थे। शरुवात से अंत तक वह एक समुदाय की तलाश में थे।

Note: Translation of Original Article by Loknath Kumar "Analyzing the Famous Quote of Babasaheb Ambedkar". I have tried my best to translate this into Hindi, however, there may be some differences, so for the better understanding on this topic, original article by the author in English is final.

Ganapati: A case of Brahmanic styled plagiarism (In Gujarati)

By Rushang Borisa   || 26 August 2017 at 11:23 


ગણપતિ બહોળા હિન્દૂ વર્ગના મહત્વના દેવ માનવામાં આવે છે. હાથીનું મુખ અને મનુષ્યનું શરીર ધરાવતા શિવપુત્રની કથાઓ ઘણી રસપ્રદ લાગે. વિધ્નહર્તા ,વિનાયક,ગણેશ અને બીજા ૯૭ જેટલા નામો વડે પૂજવામાં આવતા આ દેવ લોકપ્રિય બની રહ્યા છે. જે પાછળ મુખ્ય ભૂમિકા બાળગંગાધર તિલકે ૧૮૯૩માં સાર્વજનિક ગણેશ ઉત્સવનો આરંભ કરી નિભાવી હતી. જે સમય જતા પ્રચાર-પ્રસાર વડે લોકપ્રિય ઉત્સવ બન્યો.
જો કે હાથી શ્રમણ સંસ્કૃતિ અને બુદ્ધિઝમમાં મહત્વનું સ્થાન ધરાવતું પ્રાણી હતું . અનુમોર્યકાળમાં તેનો સગવડીયો ઉપયોગ કરી તેની પ્રતીકાત્મતાને  મનઘડત કથાઓ વડે વિકૃત કરી તે સમયના સત્તા-ભૂખ્યા અને ધર્મના ઠેકેદાર  બ્રાહ્મણોએ ગણપતિને ઈશ્વરનો દરજ્જો આપી ધાર્મિક કાવાદાવા અજમાવ્યા હશે તેવા તથ્યો મળી શકે છે. ચાહે ઇતિહાસ,ગ્રંથો કે અન્ય સંલગ્ન ક્ષેત્રોની કમાન બ્રાહ્મણવાદીઓના હાથમાં હોય છતાં આ વિષયને તાર્કિક રીતે સમજાવી શકાય તેટલો અવકાશ છે જ.
હવે, ગણપતિ વિષે જે કોયડાઓ છે તેના ઉપર જઈએ. ગણપતિ કોઈ વેદિક દેવ નથી,પણ પૌરાણિક દેવ છે. તથ્યો-પુરાવાઓ સાથે નિષ્ણાતોએ સાબિત કર્યું છે કે બહુધા પુરાણ પોસ્ટ-બુદ્ધિઝમ સમયના છે. એટલે કે ત્રીજી સદી બાદ લખતા ગયા હતા. ગણેશ જન્મની કથા મુખ્યત્વે બ્રહ્મ-વૈવર્ત પુરાણ,શિવ પુરાણ અને લિંગ પુરાણ (આ પુરાણોનો મુખ્ય પુરાણોમાં સમાવેશ થાય છે) તેમજ ગણેશ પુરાણમાં જોવા મળે.આ પુરાણોની કથાઓમાં રહેલ વિસંગતતાઓ,અવાસ્તવીક્તા અને કલ્પનાઓ સાબિત કરે છે કે બ્રાહ્મણોએ ગણપતિની ઉઠાંતરી કરી અથવા મનઘડત કથાઓ વડે તેનું મહત્વ વધારી પોલિટિકલ રમત રમી હશે.
》જે કથા લોકોમાં પ્રચલિત છે તે શિવ-પુરાણની કથા છે. કથા મુજબ પાર્વતી શરીરના મેલમાંથી બાળકનું નિર્માણ કરે છે, જેનું મુખ શિવ કાપી નાખે છે અને હાથીના મુખને બાળકના ગરદને લગાવી પુનઃજીવિત કરવામાં આવે છે. ચાહે કેટલી હાસ્યાસ્પદ,અવાસ્તવિક કે ટીકાત્મક કથા હોય; છતાં શ્રદ્ધાને ક્યાં કોઈ બાધા નડે તે જોતા આ કથા ઉપર હિન્દુઓની આસ્થા અકળ છે.
》બીજી કથા જે વિષે લગભગ કોઈ બ્રાહ્મણવાદી ઉચ્ચારતા નથી તે વૈવર્ત પુરાણની છે. જેમાં પાર્વતી પુત્ર-પ્રાપ્તિ માટે વ્રત રાખે છે ,જેના ફળસ્વરૂપ તેમને બાળક મળે છે.(કુદરતી નહીં,ચમત્કારિક રૂપે) જેની ખુશીમાં શિવ-પાર્વતી ઉત્સવ મનાવે છે અને સમગ્ર દેવોને આમંત્રિત કરે છે. જયારે શનિદેવ બાળકને આશિષ આપવા તેની ઉપર નજર કરે છે ત્યારે બાળકનું માથું રાખ થઇ જાય છે. બાદમાં વિષ્ણુ એક હાથીનું મુખ લગાવી બાળકને પુનઃજીવિત કરે છે.
》ત્રીજી કથા લિંગ પુરાણની છે. તે મુજબ દેવો દાનવોના અવારનવાર આક્રમણથી કંટાળી શિવ આગળ વ્યથા સંભળાવે છે. તેથી દેવોના વિઘ્નહર્તારુપે દેવગણની આગેવાની હેતુ સ્વયં શિવ અવતાર લે છે. શિવના તે અવતારનું નામ ગણેશ છે.
》જયારે ગણેશ પુરાણે તો કોઈ અસંગત મનઘડત કથા રચી નથી. પરંતુ, બુદ્ધિનું પ્રદર્શન જરૂર કર્યું છે. અગાઉના પુરાણોમાં  ભલે જુદી-જુદી કથાઓ હોય પણ કથા તો એક જ છે. જયારે ગણેશ પુરાણમાં ગણપતિ જન્મની બે અલગ-અલગ કથા બતાવી છે! બન્ને કથા શિવ પુરાણ અને બ્રહ્મ-વૈવર્તની નકલ જ છે, જેમાં થોડો વધારો જોવા મળે. આવું કેમ બન્યું તેનું કારણ પણ સહજ છે. પુરાણો મુઘલકાળ સુધી રચાતા ગયા હતા. એટલે ગણેશ પુરાણ સાપેક્ષે ઘણો આધુનિક બ્રાહ્મણગ્રંથ હશે, જેને ગણેશનો મહિમા આલેખવામાં અગાઉના પુરાણોની મદદ લીધી હોય ગફલત કહો,મુર્ખામી કહો કે ચબરાકી કહો...જે યોગ્ય લાગ્યું તે કર્યું.
હવે, વધુ ક્રિટિકલ થઇ અવલોકન કરીયે...
★ ઉપરોક્ત વિસંગતતાઓ થી એટલું તો કહી શકાય કે ગ્રંથકારો એ ગણેશને લઈને ગપગોળા જ ચલાવ્યા હોય બ્રાહ્મણગ્રંથો અનુસારના ગણપતિને લઈને પહેલેથી કોઈ આસ્થા કે લોકવાયકાનું અસ્તિત્વ નહીં હોય. જેમ કે શિવ-પુરાણ મુજબ પોતાની સખીના બહેકાવામાં આવી ને પોતાના ગણને પતિ સમકક્ષ સક્ષમ બનાવવા પાર્વતી ગણપતિને બનાવે છે. પણ અહીં ભૂલ એ કરી છે કે પાર્વતીનો કોઈ શિવની સમાન ગણ જ નથી. પાર્વતીના સખીઓ અને મહાશક્તિઓને(યોગમાયા) જો ગણ તરીકે સ્વીકારીએ તો તે તમામ સ્ત્રીઓનો સમૂહ છે. તો પછી પાર્વતી પોતાના ગણમાં એકમાત્ર પુરુષ એવા ગણપતિને કેમ સામીલ કરે?
★ બીજું... પાર્વતીને સ્નાન કરતી વેળાએ પતિ દેખી જાય તે વાત ગમતી નથી. તેથી પોતે સ્નાન કરે ત્યારે કોઈ પ્રવેશ ના કરે તે માટે દ્વારપાળ તરીકે ગણપતિને નીમે છે.પણ અહીં પાર્વતીના લજ્જા વાળી વાત વિચિત્ર જણાય છે. શિવ અને પાર્વતીને તો જાહેરમાં સંભોગ કરવામાં પણ શરમ આવી નથી.(ભૃગુ ઋષિના શ્રાપની કથા) તો પછી પોતાના પતિ સ્નાન કરતી વેળા પ્રેવેશ કરે તેનાથી શાની શરમ?
★ ત્રીજું અને સૌથી વિચિત્ર......જયારે ગણપતિ વિરુદ્ધ શિવગણ તેમજ શિવ સાથે યુદ્ધ થાય છે તે ઘટનાઓની પાર્વતીને જાણ હોય છે. છતાં પણ તેઓ ખુદ દખલગીરી કરતા નથી. ઉલટું ગણપતિના મદદ હેતુ પોતાની અલગ-અલગ યોગમાયાને મોકલે છે. ઘણા લાંબા સમય સુધી યુદ્ધ ચાલે છે અને પોતાના પુત્રનું જીવન સંકટમાં હોવા છતાં પાર્વતી સ્નાનમાં વ્યસ્ત રહે છે!!! એવો તો કેવો રુપમોહ જગતજનનીને હતો કે પોતાના પુત્રને બચાવવા સ્વયં શિવ સમક્ષ જતા નથી? આવા તો કોઈ મા હોય? શું કોઈ માતા પોતાના પુત્રનો જીવ સંકટમાં છે તે જાણતા હોવા છતાં સ્નાન કરતા રહે ખરી? બકવાસની પણ હદ હોય.
★ વળી, ગણેશના એકદંત હોવાની પણ બે અલગ-અલગ કથા પુરાણોમાં છે.જેમાં બ્રહ્માંડ પુરાણની કથા વધુ પ્રચલિત જણાય છે.તે મુજબ પરશુરામ ગણપતિના એક દાંત ઉપર કુહાડી વડે પ્રહાર કરી કાપી નાખે છે ત્યારથી ગણપતિને એકદંત કહેવાય છે. જયારે શિવપુરાણની ગણેશ જન્મની કથા એવું કહે છે કે જે હાથીનું માથું કાપી ગણેશ ઉપર લગાવ્યું તે હાથી જ એક દાંત વાળો હતો. બોલો, શું કહેવું આગળ? સગવડતા મુજબ જે ગપ્પા-સપ્પા ચલાવ્યા ,તે તમામ ચાલી પણ ગયા !
★ એક રીતે વિચારીયે તો શિવપુરાણની કથામાં નામકરણ થોડું તાર્કિક જણાય, કારણ કે કોઈ ચોક્કસ હેતુ માટે બાળક મેળવ્યું હોય ગણેશ નામ ઠીક રહે. પણ વૈવર્ત પુરાણમાં તેવું કશું નથી. બીજી રીતે કહું તો ગણપતિ કે ગણેશ નામ ખરેખર તો કોઈ ગુણ કે પદ દર્શાવે છે; જે કોઈ ઘટના કે સિદ્ધિના માધ્યમે મળવા જોઈએ. જેમ કે શિવે વિષ પીધું એટલે નીલકંઠ કહેવાયા; કૃષ્ણે ચાલુ યુદ્ધે પલાયન કર્યું એટલે રણછોડ કહેવાયા તેમ ગણપતિએ કોઈ ગણની આગેવાની લઈને ગણના હિતોની રક્ષા કરી હોય તો તેમને ગણપતિની ઉપાધિ મળવી રહે. પરંતુ અહીં ઊંધું છે, પહેલા નામકરણ થયું પછી ખરા અર્થમાં વિનાયક બતાવાયા! વળી, કહેવાતા વિધ્નહર્તાના જન્મ બાદ પણ દેવો પોતાની વ્યથા ત્રિદેવને જ કરતા રહ્યા! માત્ર ૪-૫ અસુરરાજાની હત્યા કરી તેને લગતી કેટલીક કથાઓ, વ્રતો-કર્મકાંડો અને મહત્તા વધારવા ખુદ પોતાના માતા-પિતા વડે પણ પુત્ર ગણેશની પૂજા કરાવડાવી.(સામાન્ય રીતે આપણે જાણીયે છીએ કે ગણેશ માતા-પિતાના આજ્ઞાકારી હોય તેમને  પૂજનીય માને છે; જયારે ગણેશની મહિમા દર્શાવતા પુરાણોમાં પાર્વતીને પણ ગણેશની આરાધના કરતા બતાવ્યા છે.)
★ એવું કહેવાય છે કે ૨ એપિક ગ્રંથ - રામાયણ અને મહાભારત ગણપતિએ લખ્યા હતા. પણ બન્ને ગ્રંથમાં આ સામ્યતા બાદ કરતા ગણેશની લગતી કોઈ કથા કે ઉલ્લેખ જોવા મળતો નથી. વળી, મહાભારતમાં ગણપતિને એક પદ બતાવ્યું છે, જેને કેવી રીતે મેળવી શકાય તેનું ધાર્મિક વર્ણન પણ છે; જેને શિવપુત્ર સાથે સંબંધ નથી.નોંધનીય છે કે બૌદ્ધકાળ દરમ્યાન પણ ગણપતિ નામક પદ હતું.
★ ઉપરાંત, કાર્તિકેયને શિવના જ્યેષ્ઠ પુત્ર અને ગણેશને કનિષ્ટ પુત્ર કહેવાય છે. છતાં, હિન્દૂ સંસ્કૃતિ અનુસરતો ચોક્કસ વર્ગ ગણપતિને જ્યેષ્ઠ શિવપુત્ર માને છે.આ વાત ભલે વિચિત્ર લાગે પણ તેમની પાસે મુદ્દો પણ છે.એવું કહેવાય છે કે સતી પછી ઉમા શિવના પત્ની હતા. અને બાદમાં પાર્વતી પત્ની બન્યા. કાર્તિકેય એ શિવ-પાર્વતીના પુત્ર છે; જયારે ગણેશ ઉમાપુત્ર છે.એટલે પહેલા ગણપતિ જનમ્યા અને બાદમાં કાર્તિકેય તે દલીલ સાવ અવગણી પણ ના શકાય.કદાચ આ પણ ગ્રન્થકારોની ભૂલ હશે અથવા બીજી એક પહેલી.
પૌરાણિક ગ્રન્થોમાં રહેલી ખામીઓ અને વિષમતાઓ એટલું પુરવાર કરવા પૂરતા છે કે નક્કી ગણપતિને વિકૃત રીતે મહાન સાબિત કરી પોતાનું વર્ચસ્વ કાયમ કર્યું છે. એટલે તે પૂર્વે કઈ ગરબડ તો કરી જ હશે.
હવે આ પાછળનો ઈરાદો શું હશે તેનો ચોક્કસ જવાબ તો ના મળી શકે; કારણ કે ઇતિહાસ/મિથીહાસ ઘણો વિકૃત કરવામાં આવ્યો છે.છતાં પણ લોજીકલી શોધખોળ  કરી શકાય.
જ્યાં સુધી હિન્દૂ ધર્મ(બેટર ટુ સે બ્રાહ્મણ ધર્મ) માં ગણપતિ ઉમેરવામાં આવ્યા નહતા ત્યાં સુધી તેમાં હાથીનું મહત્વ નહિવત હતું. પરંતુ, પુરાણો પહેલા શ્રમણ સંસ્કૃતિ(જૈનીસ્મ) અને બુદ્ધિઝમમાં હાથીનું પ્રતીકાત્મક મહત્વ સ્પષ્ટ પણે દેખી શકાય છે.
✔ મહાવીરના માતા ત્રિશલાને ગર્ભાવસ્થા દરમ્યાન આવેલ પ્રથમ સ્વપ્ન હાથીનું હતું. તે જ રીતે ગૌતમ બુદ્ધના માતાને ગર્ભાવસ્થામાં જે સ્વપ્ન આવ્યું હતું તે હાથીનું હતું. બન્ને સ્વપનમાં હાથીને શુભ પ્રતીક દર્શાવાયો હતો.
✔ પ્રાચીન જૈન અને બૌદ્ધ સ્થાપત્યોના અવશેષોમાં હાથીની આકૃતિ નોંધનીય છે. જેટલું હાથીને મહત્વ પ્રાચીન સ્થાપત્યોમાં જૈન-બૌધ્ધો એ આપ્યું છે તેટલું હિન્દૂ ધર્મમાં જોવા મળ્યું નથી. વળી, નોંધનીય એ પણ છે કે બુદ્ધિઝમના પૂર્વીય એશિયા તરફના ફેલાવા સાથે તે દેશોમાં પણ બૌદ્ધ સ્થાપત્યોમાં હાથીના શિલ્પ જોવા મળે છે.રામ પછી ગણપતિ જ એક માત્ર "હિન્દૂ"(?) દેવ છે જેની પૂજા પૂર્વીય બુદ્ધિઝમમાં થાય છે.એટલું જ નહિ ,જો વધુ ઊંડાણમાં વિચારીયે તો આ ઉઠાંતરી શ્રમણ-બૌદ્ધ સંસ્કૃતિમાંથી કરી હશે તેનો વજનદાર પુરાવો સમ્રાટ અશોકે બનાવેલ સાંચીનો બૌદ્ધ સ્તૂપ જ આપે છે. સાંચીના સ્તુપના પ્રવેશદ્વારમાં જે આકૃતિઓ છે તેમાં મોટો ભાગ હાથીની આકૃતિઓ રોકે છે. ધ્યાન આપવા જેવું એ છે કે ગણેશ જન્મની પુરાણીક કથામાં ગણેશનું પાત્ર દ્વારપાળનું હતું.ઓરિસ્સા(ધૌલીગીરી) અને મહાબલિપુરમમાં મળી આવેલ પ્રાચીન બૌદ્ધ સ્થાપત્યો પણ હાથીની વજનદાર આકૃતિઓ જોવા મળે. તેવું જ જૈન સ્થાપત્યોમાં પણ છે.હાલમાં પણ દેરાસરોના બાંધકામમાં હાથીની આકૃતિ ના હોય તેવું બને જ નહીં.એવું નથી કે હિન્દૂ પુરાતત્વોએ હાથીના મુખાકૃતિની હળાહળ અવગણના કરેલ છે, પરંતુ તે સ્થાપત્યો જૈન-બૌદ્ધ બાદના છે.
✔ હવે જૈન અને બૌદ્ધ ગ્રંથોની સાક્ષીએ ઉલટતપાસ કરીયે.સૌપ્રથમ તો હાથી જૈન ધર્મમાં મહત્વનું ચિહ્મ માનવામાં આવે છે. જૈન ધર્મના પ્રખ્યાત એવા અનેકાંતવાદ ની ઉપદેશાત્મક કથામાં હાથી કેન્દ્ર સ્થાને છે. વળી,અદ્દલ કથા બૌદ્ધ ગ્રંથના એક ભાગ "ઉડાન" માં પણ છે. જૈનગ્રંથ સામયિક સૂત્રમાં તીર્થકરોને હાથીનામ ગંધહસ્તીની ઉપમા આપેલ છે.બૌદ્ધ ગ્રંથોમાં પણ હાથીને એક પ્રાણી તરીકે વિશેષ સ્થાન આપ્યું છે તેવું દેખી શકાય. એટલે જ નહીં તિબેટિયન બૌદ્ધગ્રંથ માં “વિનાયક”ને બોધિસત્વની પદવી આપેલ છે. એવું કહેવાય છે કે ગણપતિ જ એક માત્ર હિન્દૂ દેવ છે જેને બુદ્ધનું પદ મળ્યું છે. પણ હકીકત એ રહી કે પહેલેથી જ ગણપતિના સંબંધો બુદ્દિસમ સાથે હતા ,જેનું પછીથી સગવડી ઉઠાંતરી કરવામાં આવેલ હશે. બૌદ્ધગ્રંથ "દીઘ-નિકાય" માં એક ઉપદેશાત્મક કથા છે.જે મુજબ અંબઠ્ઠા નામક શિષ્ય વિઝડમ(નિર્વાણ) પ્રાપ્ત કરવા ગૌતમ બુદ્ધની નકલ કરે છે. જેમાં બુદ્ધની મુદ્રાને હાથીની ઉપમા આપેલ છે.બુદ્ધઘોસ ને હાથી સાથે સરખાવી કહ્યું છે કે બુદ્ધ પોતાની જીભ(સૂંઢ) વડે નાક અને કાન સ્પર્શી શકે છે. તેવી જ રીતે ચાઈનીઝ અને તિબેટિયન બુદ્ધિઝમમાં હાથીને ખુલ્લા મગજ, મજબૂતી અને શાંતચિત્તના પ્રતીક રૂપે માનવામાં આવે છે.
ઉપરોક્ત તથ્યો-તર્કો ઉપરથી એટલું તો નક્કી છે કે હાથી પહેલેથી જ શ્રમણ-બૌદ્ધ સંસ્કૃતિમાં મહત્વનું સ્થાન પામેલ પ્રાણી હતું. વળી, હાથીને એક બુદ્ધિશાળી પ્રાણી પણ ગણવામાં આવેલ છે. તેથી જ તો ગણપતિના લગ્ન રિદ્ધિ(બુદ્ધિ) સાથે કરાયા હતા. ગણેશ ચતુર્થીએ ગણપતિનો જન્મ થયો હતો તે વાતના સમર્થનમાં પણ કોઈ પુરાવો નથી. બુદ્ધિ અને સાવધાનીના પ્રતીક સમા હાથીનો જે ઉપયોગ બુદ્દિસમ્મ થયો હતો તેનું બ્રાહ્મણીકરણના માધ્યમે ઈશ્વર બનાવી કર્મકાંડોનો ધંધો શરૂ કરવામાં આવ્યો હોય તેવી પ્રબળ સંભાવના છે.
હાલમાં આ બધી વાતો લોકોની નજરમાં ગૌણ રહે. અંગ્રેજો વિરુદ્ધ યોજનાઓ ઘડવાના મુખ્ય ઉદેશ્ય ની સાથે લોકોમાં સંપની ભાવના વિકસે તે માટે તિલકે સાર્વજનિક ગણેશ ઉત્સવની શરૂઆત કરી હતી. જો કે કહેવાતા સમાજ સુધારક એવા તિલક લોકોમાં સંપ વિકસે તેવી અપેક્ષા રાખતા હતા સાથે સાથે રાજસત્તામાં મજુર-પછાત જ્ઞાતિઓનું સ્થાન ના હોવું જોઈએ તેવી બંધિયાર  માનસિકતા પણ ધરાવતા હતા!
અત્યારે ગણેશ ચતુર્થીના નામે બિલાડીના ટોપની જેમ ઉગી નીકળતા મંડપો જોઈને સંપની ભાવના તો ક્યાંય ફંટાઈ જાય;ઉલટું દેખાદેખી-સ્પર્ધા સાથે શ્રદ્ધાનું અદભુત સમન્વય જોવા મળે. બોલીવુડના ગીતોના સાથે- ઘોઘાટ કરતા ઉત્સવ અને પ્રદુષણને દેખી આ પર્વ નહીં, વિકૃત પાર્ટી લાગે. આ બધું દેખીને નક્કી શ્રદ્ધા તો બહાનું જણાય; હકીકતે લોકોને તો માત્ર લુખ્ખી મજા માણવી હોય છે. ચાલો લોકોની આ મનોકામના તો ગણેશોત્સવના નામે પુરી તો થાય છે. નવરાત્રીમાં જેમ યુવાનો માતાજીના બહાના હેઠળ "આઝાદી" માણતા હોય છે; તેમ અહીં પણ રોક-ટોક વગર ધર્મના નામે મોજ લઇ શકાય.
જો કે ગણપતિએ કલાકારોને પણ પૂરતી છૂટછાટ આપી છે. તેમની વિવિધ કલાત્મક મૂર્તિઓ ખરેખર દર્શનીય તો છે જ. અલગ-અલગ મૂર્તિઓ દેખીને જ ઘરે ગણપતિ બેસાડવાનું મન થઇ જાય. હવે તો મૂર્તિઓમાં પણ રેકોર્ડ બનાવવાની ઘેલછાએ જાત-જાતના પ્રયોગો કરવામાં આવે છે.
જે હોય તે... આ બધું ભારતમાં જ બની શકે…

અંગત બાબત કે ખાનગીપણાનો અધિકાર

By Dinesh Makwana  || 25 August 2017

Right to Privacy
निजता का अधिकार
ગઇ કાલે સુપ્રિમ કોર્ટનું એક લેન્ડમાર્ક જજમેન્ટ આવ્યુ તેમાં બંધારણીય બેન્ચ તમામ જજસાહેબે ૯/૦ ના મતોથી રાઇટ ટુ પ્રાઇવેસીના અધિકાર ને બંધારણીય ઘોષિત કર્યો. આ જજોનું કહેવુ છ કે બંધારણમાં આ હકનો સ્પષ્ટ ઉલ્લેખ નથી તેથી માત્રથી તમને આ હક ના મળે ત વાત તદન ખોટી છે કારણ કે બંધારણમાં આપેલા વિભિન્ન હકોમાં આ હકની સુગંધ જોવા મળે છે. જુદા જુદા હકોનું બારીક નિરિક્ષણ કરતા ફલિત થાય છે કે આ હક પણ બંધારણીય હક જ છે. આખું જજમેન્ટ અમારા એક ઓફિસર મિત્રએ મને મોકલ્યું છે. પુરુ વાંચીને ફરીથી જાણ કરીશ. પરંતુ આ હકને કારણે શુ ફેરફાર આવશે તેના વિશે કહુ.

ત્રણ દિવસ પહેલા આઇડીયા કંપની તરફથી મારી પર કોલ આવ્યો. તેમની સ્કીમ વિશે કહે તે પહેલા મે તેમને પુછયુ કે મેડમ મારો મોબાઇલ નંબર ક્યાંથી મળ્યો. સાચો જવાબ આપી ના શક્યા. 

ઉપરના અધિકારથી તમારી કોઇ પણ માહિતિ બીજું કોઇ પણ પછી તે કંપની હોય કે ગમે તે પણ તમારી ઇચ્છા વિના તમારી માહિતિ લઇ ના શકે. સ્કુલમા ભણતા દસમા ધોરણના વિધ્યાર્થીઓના મોબાઇલ નંબર કે ધો ૧૨ મા પાસ થયેલા વિધ્યાર્થીઓના નંબર ટ્યુશન કલાસ વાળા કે કોલેજ વાળા લઇ જાય છે અને પછી તમને કોલ કરે છે. બેન્ક વાળા, ક્લબ વાળા તમને કોલ કરીને હેરાન કરે છે. તમારી ઇચ્છા વિરુદ્ધ તમારા મેલ પર માર્કેટિંગ ના મેસેજ મોકલે છે તેની પર લગામ આવશે. કોઇ પણ કોલ આવે તો તે નંબર વાળાને કહી દો હુ પોલિસ મા ફરિયાદ કરીશ. આ હેરાનગતિમાં થી ઉપરનો અધિકાર તમને સંપુર્ણ મુકિત અપાવે છે. 

બંધારણ ના દરેક હકના વખાણ કરીને જજોએ કહ્યુ છે આનાથી બીજુ શુ હોય જેમાં દરેક હકનો ઉલ્લેખ હોય
ચંદ્રચૂડ નામના જજ સાહેબે તેમના જ પિતાએ આપેલા હુકમને ફેરવી તોળ્યો છે અને સૌથી વધુ છણાવટ આ જજ સાહેબે કરી છે. એનડીટીવી પર આવેલા કાનુન નિષ્ણાત ફેજાન સાહેબે કહ્યુ કે ચંદ્રચૂડ સાહેબને PhD ની ડીગ્રી આ જજમેન્ટ માટે મળવી જોઇએ.

પણ આ બધાના મુળમા બાબાનું બંધારણ છે તે ખાસ કરીને આપણે ભુલી ગયા છે.
દિનેશ મકવાણા 
અજમેર ૨૫/૮/૨૦૧૭

જેટલી શ્રધ્ધાથી ગણપતિનું ઘરમાં સ્થાપન કરો છો..? તેટલી શ્રધ્ધાથી કદી ઘરમાં બાબા સાહેબનો ફોટો લગાવ્યો છે...ખરો.????????

By Jigar Shyamlan ||  29 Aug 2017 at 11:00 


બજારમાંથી ખરીદી કરી લાવેલી કોઈ પ્લાસ્ટર ઓફ પેરીસ કે માટીની મુર્તિ તમને કે તમારા કુટુમ્બને સુખ, સમૃધ્ધી અને શાંતિ કેવી રીતે આપી શકે...??
મને તો આ વાત કદીય સમજાઈ નથી, હું લગભગ દર વરસે જોઉ છું. 
કેટલાક પછાત જાતિના લોકો ચોથના દિવસે બજારમાં જશે, 
મોંધામાં મોઘી મુર્તિ પસંદ કરશે, 
વાજતે ગાજતે અબિલ ગુલાલની છોળો ઉડાવતા ગણપતિની મુર્તિ લાવશે,
પછી અસ્ટમ પસ્ટમ ન સમજાય તેવા શાસ્ત્રોની વિધી કરી ઘરમાં ગણપતિનું સ્થાપન કરશે, 
રોજ સવાર અને સાંજ બે ટાઈમ પુજાની થાળીમાં પાંચ દિવેટનો દિવો કરીને જય ગણેશ... જય ગણેશ... જય ગણેશ દેવા આરતી કરશે, 
આરતી પુરી થયા પછી મોદકનો પ્રસાદ ધરાવશે,
કોક દસ દિવસ, કોઈ પાંચ તો કોઈ બે દિવસ આ મુર્તિ પોતાના ઘરમાં રાખી મુકશે અને પછી નદી, તળાવ કે દરીયામાં અથવા નગરપાલિકાએ બનાવેલ વિસર્જન કૂંડોમાં જઈ ડૂબાડી આવશે.
જે મુર્તિને તમે વેચાતી લાવ્યા, પોતે જ ઘરમાં મુકી વળી પાછા એને પોતે લઈ જઈ ડુબાડી.. એ મુર્તિ સામે દસ દિવસમાં સુખ શાંતિ, સુખાકારી માંગો...!!!
મુર્તિ બનાવનાર,વેચનાર માણસ.. ખરીદનાર,પુજનાર માણસ.. પછી એને વિસર્જન કરનાર પણ માણસ.
આમાં મુર્તિની ની ભૂમિકા કેટલી..???
માત્ર અને માત્ર બાળક રમતો હોય એ રમકડા જેટલી..

પહેલા તો ગણેશનું માથુ ઉડાવી દેવાની અને પછી હાથીનું માથુ ચોંટાડવાની વાત જ હજમ કરી શકાય તેવી નથી. પણ એમ કહીએ તો લોકોની શ્રધ્ધાને ઠેસ પહોંચે છે. એટલે એ વાતનુ બહુ એનાલિસીસ કરવાનું રહેવા દઈએ.. મુળ મુદ્દાની વાત કરીએ વરસોથી આટ આટલી શ્રધ્ધાથી સ્થાપન, પુજન કરવા છતાં પણ તેઓ અછુતના અછુત જ રહે છે. કેમ ગણેશ એમના અછુતપણાંનુ નિવારણ કરી શકતા નથી.
કારણ આ ગણેશ ઉત્સવ અછુતો સદાય માટે અછુતો જ બની રહે તે માટે તો શરૂ કરવામાં આવ્યો હતો મનુવાદીઓ દ્વારા......... !!!!!
હવે એક સામાન્ય કોમન સેન્સની તર્કવાળી વાત સમજીએ..
ગણેશ એટલે કોણ....?? હિમાલયવાળા કૈલાસવાળા શંકરના પુત્ર..!!
એટલે કૈલાશ....હિમાલયવાસી મતલબ ઉત્તર ભારતનો વિસ્તાર ...!!!
વિચારવા જેવી વાત એ છે કે ગણેશ અને તેનો પિતૃક વિસ્તાર ઉત્તર ભારત હોય તો સ્વાભાવિક રીતે જ  ઉત્સવ ઉત્તર ભારતનાં વિસ્તારોમાં જ વધુ ઉજવાવો જોઈયે... પણ અહીં તો ઉત્તર ભારતને બદલે મહારાષ્ટ્રમાં ગણેશ ઉત્સવની ધામધુમપુર્વકની ઉજવણી શરૂ થયેલી હોવાનું જોવામાં આવ્યું છે. આ શરૂઆત મહારાષ્ટ્રથી થઈ હતી હવે તો લગભગ તમામ જગ્યાએ ઉજવણીઓ થવા લાગી છે.
તો પછી આપણી ખોપરીમાં મગજ જેવું કોઈ અંગ હોય અને જરીક પણ કામ કરતુ હોય તો સવાલ થવો જોઈયે કે ઉત્તર ભારતના બદલે ગણેશ ઉત્સવની આટલી બધી ધુમધામ મહારાષ્ટ્રમાં શા માટે થઈ હતી..????????
તેની પાછળનું કારણ છે... બહુજન મહાનાયક રાષ્ટ્રપિતા જ્યોતિબા ફુલ દ્વારા શિવાજી મહારાજની યાદમાં બહુજન પછાત સમાજને જાગ્રત કરવા ઉજવવી શરૂ કરેલી શિવાજી જયંતિ!!!!!!!
શિવાજી મહારાજના ના મૃત્યુ બાદ જ્યોતિબા ફુલેએ રાયપુરમાં તેમની સમાઘી શોધી કાઢી હતી અને શિવાજીની પ્રશસ્તિ રૂપે પેવાડા લખ્યું હતુ. બાદમાં મહારાષ્ટ્રમાં પછાતોમાં પોતાના ઈતિહાસ બાબતે લોકજાગૃતિ ફેલાવવા જ્યોતિબા ફુલે દ્વારા 1874માં શિવાજી ના ઈતિહાસથી પછાત સમાજના લોકોને વાકેફ કરવા શિવાજી જયંતિ ઉત્સવ મનાવવો શરૂ કયોઁ હતો. 1874થી આ ઉત્સવ દર વરસ ઉજવાતો રહ્યો હતો અને તેમાં પછાતો મોટી સંખ્યામાં ભાગ લેતા ગયા. અહીં પછાાતો ધીમે ધીમે પોતાના ઈતિહાસથી વાકેફ થતા ગયા અને બ્રાહ્મણવાદીઓ દ્વારા રચવામાં આવેલ મનુવાદી ષડયંત્રને સમજવા લાગ્યા હતા. આનાથી કટ્ટર મનુવાદીઓ ડરી ગયા. કારણ ડરવું પડે તેમ હતુ... આ મહોત્સવથી પછાતો જાગ્રત બની રહ્યા હતા.
આ ઉત્સવને રોકવા માટે અને પછાતોનું ધ્યાન બીજે દોરવા માટે કટ્ટર મનુવાદીઓના ઈશારે કટ્ટર બ્રાહ્મણ લોકમાન્ય ટિળક દ્વારા 1893-94 થી જાહેર સાવઁજનિક ગણપતિ મહોત્સવની શરૂઆત કરવામાં આવી. (યાદ રાખો...1893-94 પહેલા ગણેશ મહોત્સવ ઉજવાતો હોય તેના પ્રમાણ ઈતિહાસમાં ક્યાય નથી..) આ એક રીતે તો જ્યોતિબા ફુલેએ શરૂ કરેલ ક્રાન્તિ સામેની પ્રતિક્રાન્તિ જ હતી.
ટિળકનો ગણેશ મહોત્સવ અંગ્રેજો વિરૂધ્ધ ભારતીય પ્રજામાં લોકજાગ્રતિ ફેલાવવા માટે કરવામાં આવેલો એવું કહેવામાં આવતુ હતુ પણ હકીકતમાં આ મહોત્સવ પછાતોમાં મનુવાદ વિરૂધ્ધ વધતી જતી લોકજાગ્રતિ રોકવા માટે જ શરૂ કરવામાં આવેલો. બસ પછી ગણપતિ મહોત્સવે એવું ઘેલુ લગાડ્યું કે ધીરે ધીરે એનો વ્યાપ વધતો ગયો. મહારાષ્ટ્રથી ગુજરાત... હવે તો ગણપતિ મહોત્સવ બધાય ઉજવે છે. પછાતો પણ ધામધૂમથી દર વરસે ઉજવે છે.
પહેલા ગણપતિનો ફાળો ઉઘરાવશે, પછી વાજતે ગાજતે નાચતા નાચતા ગણપતિની મુર્તિ ખરીદવા જશે, બાદ સોસાયટી, મહોલ્લાઓ કે શેરીઓમાં તેનું સ્થાપન કરી દસ દિવસ સુધી મંડ્યા રહેશે..
આવા ભક્ત એવા પછાત મિત્રોને એક જ સવાલ છે... તમે જેટલી શ્રધ્ધા અને આસ્થાથી ગણપતિ ઉત્સવમાં રસ લઈ રહ્યા છો તેટલો રસ કદીય ચૌદમી એપ્રિલ આંબેડકર જયંતિના દિવસે લીધો છે..???????
જેટલી શ્રધ્ધાથી ગણપતિનું ઘરમાં સ્થાપન કરો છો..? તેટલી શ્રધ્ધાથી કદી ઘરમાં બાબા સાહેબનો ફોટો લગાવ્યો છે...ખરો.????????
દર વરસે ગણપતિને મોંધા ભાવે ખરીદી લાવે છે... દસ દિવસ પુજા, અર્ચન, પ્રસાદ ધરાવે છે. દસ દિવસ પછી પાણીમાં ડુબાડી આવે છે. આવું દર વરસે કરવામાં આવે છે.... ગણપતિ આવે છે અને જાય છે.... પણ આપણે હજીય ત્યાંને ત્યાં જ ઉભા છીએ.
- જિગર શ્યામલન
29/08/2017