By Raju Solanki || 10 December 2017 at 10:49
જાણીતા સમાજ સુધારક મહાદેવ ગોવિંદ રાનડેની સ્મૃિતમાં 1943માં ડો. આંબેડકરે ‘રાનડે, ગાંધી અને જિન્હા’ વિશે સ્મૃિત વ્યાખ્યાન આપેલું. એ વ્યાખ્યાનમાં બાબાસાહેબે કહ્યું હતું:
“કોઈ પણ લોકતાંત્રિક પદ્ધતિની સરકારની પૂર્વશરત છે, લોકતાંત્રિક પદ્ધતિનો સમાજ. જ્યાં સુધી લોકશાહી ઢબનો સમાજ નહીં હોય ત્યાં સુધી લોકશાહીના ઔપચારિક માળખાનો કશો અર્થ નથી. રાજનીતિજ્ઞો એ વાત સમજતા નથી કે લોકતંત્ર એ કંઈ સરકાર નથી બલકે મૂળભૂતપણે એક સમાજનું સ્વરૂપ છે.”
આ દેશમાં પાંચ લાખ ગામડાઓમાં પાંચ હજાર વર્ષથી પ્રચલિત સામંતી જાતિપ્રથા ખતમ કરવામાં આવે તો જ લોકતાંત્રિક પદ્ધતિનો સમાજ રચી શકાય. આ માટે તમારે પાંચ લાખ ગામડાઓનો ભાંગીને ભૂક્કો કરી દેવો પડે. ગામડાઓ ભાંગવા એટલે ખેતીવાડી ખતમ કરવી એવો અર્થ થતો નથી. કોંગ્રેસે સંવિધાનસભામાં જે કરી શકાઈ નહોતી તે બાબત ઇન્દિરા ગાંધીના સમયમાં પંચાયતી રાજના સ્વરૂપે દાખલ કરી હતી અને જાતિપ્રથાને પ્રાણવાયુ પૂરો પાડ્યો હતો.
દલિત આંદોલનમાં જ્યાં સુધી બાબાસાહેબના અલગ વસાહતના સિદ્ધાંતનો એજન્ડા અગ્રતા ધરાવશે નહીં ત્યાં સુધી દલિતો આ દેશમાં ભટકતા રહેશે, શાસક બનવાની વાત તો દૂર.
(આત્મીય ચંદુ મહેરીયાના સમાજમિત્રમાં પ્રસિદ્ધ લેખ વાંચ્યા પછી સ્ફુરેલું)
No comments:
Post a Comment