August 09, 2017

સૌરાષ્ટ્રના માછીમારો હાઈકોર્ટના શરણે

By Arvind Khuman  || 04 Aug 2017


તા. ૪/૦૮/૧૭, તળાજા તાલુકાના સરતાનપર બંદર, રાજુલા તાલુકાના ચાંચ બંદર, માંગરોળ તાલુકાના શેરીયાજ બારામાં જેટી મંજુર કરવા  કાનૂની સહાય કેન્દ્રની મદદથી માછીમારોએ રજૂઆત કરી હતી. જેથી આ બંદરોમાં જેટી મંજુર થઈ હતી. પરંતુ મંજુર થયા પછી   જેટી બાંધકામ માટે ફીશેરીઝ વિભાગ વર્ષો લગાવી દેતી હોવાથી સરતાનપર બંદરના શ્રી ગોવીંદભાઈ જાદવ તથા  ગોવિંદભાઈ રૈયાભાઈ તથા રાજુલાના ચાંચ બંદરના બચુભાઈ વિરાભાઈ ચૌહાણ તથા માંગરોળના શેરીયાજબારાના અજગરમીયા કાદરીએ  ગુજરાત હાયકોર્ટમાં પી. આઈ. એલ. દાખલ કરી છે. જેમાં કાનૂની સહાય કેન્દ્રના અરવિંદભાઈ ખુમાણ, માનસિંગભાઈ કાતીરા, ક્રિષ્નાબેન કેશવાણી તથા ધવલભાઈ ચોપડા મદદ કરી રહેલ છે.

             હકીકત એમ છે કે. ગુજરાત રાજ્યમાં ૨૧૭ નાના મોટા માછીમાર બંદરો આવેલ છે અને લાખો લોકોનું જીવન નિર્વાહ માછીમારીના ધંધા સાથે જોડાયેલ છે. જેટી જેવી પાયાની સગવડ ના હોવાના કારણે માછીમારો અનેક યાતનાઓ ભોગવે છે, જેથી કાનૂની સહાય કેન્દ્ર રાજુલા દ્રારા માછીમારોને તૈયાર કરી પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર જીલ્લાના બંદરોના કુલ ૨૭ બંદરોને રજુઆત કરવા મદદ કરી હતી. જેથી ફીશરીજ વિભાગે ભાવનગર જીલ્લાના તળાજા તાલુકાના સરતાનપર બંદર, અમરેલી જીલ્લાના ચાંચ બંદર, જુનાગઢ જીલ્લાના માંગરોળ તાલુકાના શેરીયાજબારા, કોડીનાર તાલુકાના માધવાડ બંદરે જેટી મંજુર થય હતી. જેટી બાંધકામ કરવા માછીમારોએ અનેક વખત રજૂઆત કરી હતી પરંતુ ફીશરીઝ વિભાગની ગોકળ ગાયની ઝડપે ચાલતા કામ ૧૦-૧૦ વર્ષ લય લેતા હોવાથી માછીમાર આગેવાનોની મીટીંગ રાજુલા ખાતે કાનૂની સહાયતા કેન્દ્ર ઓફિસે મળી હતી. જેમાં ચર્ચા વિચારણાના અંતે હાઈકોર્ટમાં કેસ દાખલ કરવાનું નક્કી કરેલ હતું. સરતાનપરના માછીમાર આગેવાન ગોવિંદભાઈ રામજીભાઈ જાદવ, ગોવીંદભાઈ રૈયાભાઈ મકવાણા તથા ચાંચ બંદરના બચુભાઈ વિરાભાઈ ચૌહાણ, શેરીયાજબારાના અસગરમીયાભાઈ બાવામીયાભાઈ કાદરીએ જુન માસમાં PIL/149/17 પી. આઈ.એલ. દાખલ કરેલ છે. આ સમગ્ર કાનૂની કાર્યવાહીમાં કાનૂની સહાય કેન્દ્ર રાજુલાના  અરવિંદભાઈ ખુમાણ, માંનસીંગભાઈ કતીરા, ક્રિષ્નાબેન કેશવાણી, ધવલભાઈ ચોપડા કાનૂની મદદ કરી રહેલ છે. 

કોઈ પણ કાનૂની મદદ માટે આ નંબર પર સંપર્ક કરવો ૮૧૨૮૩૨૧૨૯૧ 
લી. ગોવીંદભાઈ જાદવ - અરવિંદભાઈ ખુમાણ

Read : 4 साल कि बच्ची पर हिंसा करने वालो पर कार्रवाई

आरक्षण की मूलभूत संकल्पना

By Social Media Desk

आम तौर पर लोगों में आरक्षण की बहुत चर्चा होती है, लेकिन आरक्षण की मूलभूत संकल्पना के बारे में हमारे लोग जानते नहीं हैं.. शासक जाति के लोग और ब्राह्मण-बनिया प्रचार माध्यम के लोग समाज के सामने आरक्षण के नाम पर राजनैतिक आरक्षण की चर्चा करते हैं और हमारे लोग इनकी हा में हा मिलाते रहते हैं..

आरक्षण कोई गरीबी दूर करने का या पेट पालने का साधन नही है.. 

बाबासाहेब डॉ. अम्बेडकर ने आरक्षण (Reservation) इस शब्द की जगह (Representation) प्रतिनिधित्व इस शब्द का उपयोग और प्रयोग किया है.. संविधान में भी प्रतिनिधित्व (Representation) ही लिखा है.. यह प्रतिनिधित्व तीन जगहों पर है, 
(१) संसद, विधान सभाओं आर्थात राजनीति में प्रतिनिधित्व 
(२) प्रशासनिक सेवाओं में प्रतिनिधित्व
(३) शिक्षा में प्रतिनिधित्वब इन तीन क्षेत्रों में संविधान में प्रतिनिधित्व दिया गया है..

 प्रतिनिधित्व का अर्थ है "समाज की तरफ से समाज के लिए प्रतिनिधि के तौर पर कार्य करना"

लोग सोचते हैं कि 'व्यक्ति की उन्नति' के लिए आरक्षण का प्रावधान है मगर यह ऐसा नहीं है.. आरक्षण प्रतिनिधित्व है और वह समाज के लिए निर्धारित किया गया है..

- वामन मेश्राम

August 08, 2017

साथी अरविंद खुमाण और उनकी टीम का नेक काम : 4 साल कि बच्ची पर हिंसा करने वालो पर कार्रवाई

By BlueDiary News Desk || 08 Aug 2017 || 15:03

(Image Times of India 08/08/2017)
कल रक्षाबंधन मे मौके पर हि एक दील जंजोड देने वाले घटना सामने आई है. एक चार साल की बच्ची को बुरी तरह जख्मी हालत मे पाया गया. हिंसा से जुडा ये मामला लग रहा है. हिंसा करने वाले इतने भी क्रुर कैसे हो सकते है की एक नन्ही बच्ची पर इस तरह से जुल्म ढाये. 
एक चार वर्षीय लड़की, जिसे कई दिनों तक  बेरहमी से मारा-पीटा गया था, उसे अमरेली जिले के चांच गांव से बचा लिया गया और सोमवार को राजुला शहर में अस्पताल में भर्ती कराया गया. ये पुरे मामले पर मदद करने वाले अरविंद खुमाण जो कि एक सामाजीक कार्यकर है और गरीबो को कानुनी मदद और अन्य सहायता करते है, उन्हो ने कहा कि ये बच्ची अपनी मां के साथ राजुला रेल्वे स्टेशन के पास रह रही थी. ये लोग कोळी समाज से है. लगभग एक महीने पहले एक स्थानीय व्यक्ति ने उस छोटी बच्ची को चांच गांव में रहने वाले किसी परिवार के पास भेजने को कहा था जो उन्हे शिक्षीत करेगे ऐसा कहा गया था. हालांकि, इस लड़की को वहां अच्छे से नही रखा गया एवं बुरी तरह से मारा-पीटा जाता था.

चांच गांव के कुछ लोगों ने बच्ची के मामा को बताया कि उस बच्ची को ठीक से नही रखा जाता और यातनाए दी जाती है. ये बात जानकर बच्ची के मामा लड़की की को साथ लेकर उसे वापीस लाने के लीये गये. बडी जद्दोजहद के बाद लडकी को किसी तरह से वहा से लाया गया और राजुला अस्पताल मे भर्ती कराया गया. बच्ची बहोत बुरी तरह से जख्मी थी. अरविंद खुमाण और किशोर भाई को इस मामले कि जानकारी मिलते हि वह राजुला अस्पताल के लीये रवाना हुए. बच्ची के घाव काफी गहरे थे उसके शरीर बहोत सी जगहो पर और पर उसकी उंगलियों बीच एक चाकू जैसी नुकिली चीज के साथ भी देखे गये है. निचे दी गई तसवीर मे आप देख सकते है.

अरविंद भाई ने ये भी आशंका जताई है की लडकी को वहा पर बेचा गया हो सकता है. क्योकी जब उसे लेने के लीये बच्ची के मामा और उसकी मां चांच गांव मे गये तो वहा पर सामने वालो ने ऐसा दावा कीया की लडकी को पैसे देकर खरीदा गया है. ये बहोत हि गंभीर मामला है. 

पुलिस के उप अधीक्षक राजेश परमार ने बताया कि इस मामले में शिकायत दर्ज की गई है और POCSO एक्ट के तहत इस मे आगे कि कार्यवाही होगी. पुलीस ने  बच्ची को जहा पर रखा गया था उस घर के मालिक के खिलाफ शिकायत दर्ज कि है. पुलीस का कहना है कि आगे जांच के बाद ही हकीकत सामने आयेगी.

आप को बता दे कि इस पुरे मामले मे मिडिया का बहोत हि अच्छा प्रतीसाद रहा है और अरविंद खुमाण, किशोर भाइ धाखडा और उनके साथीओ ने इस मे पुरी तरह से सहायता कि और आगे भी इस मे बच्ची को न्याय दीलाने मे साथ खडे रहेगे. अरविंद खुमाण का आदर्श बाबा साहब डॉ आंबेडकर है वो अपने आदर्श बाबा साहब का सामाजीक न्याय का सिद्धांत आगे बढाने मे एक महत्वपुर्ण योगदान दे रहे है. उन्होने ये पुरी घटना अपने फेसबुक एकाउंट के जरीये लोगो के सामने रखा. इस खबर के अंत मे उनके फेसबुक पोस्ट का लींक दीया गया है आप उन्हे इस सराहनीय कार्य के लीये अपने प्रतीभाव दे सकते है. 








August 07, 2017

આંતરમુખી Introvert અને બહિર્મુખી Extrovert - એક વિહંગાવલોકન

By Dinesh Makwana  || 26 May 2017

(Photo Source Google)

આંતરમુખી સતત જ્ઞાન ગ્રહણ કરતો રહે છે પણ બધાની સમક્ષ વ્યક્ત કરી શકતો નથી. બધાને અહેસાસ કરાવી શકતો નથી પણ તેની પાસે સમસ્યાના ઘણા બધા ઉકેલો હોવા છતા સહદેવની જેમ ચુપ રહે છે. પણ એક વિશેષ પરિસ્થિતિમાં કે ખાસ મિત્રોની વચ્ચે તે ખીલે છે.

શરાબની પાર્ટીમા કેટલાક મિત્રો શરુઆતમાં ખામોશ રહે છે ત્યારબાદ ધીમે ધીમે ખીલતા જાય છે અને તમામ બંધનો ભુલીને પોતાના હદયની વાતો કરે છે.  શરાબી માટે કહે છે કે ડાહ્યો પણ દારૂડિયો. પણ આના જેવો કોઇ પ્રમાણિક નથી હોતો. જ્યારે જવાબ આપવા માટે વિચારવું પડે ત્યારે સમજી લેવું તેમાં જુઠનો અંશ સમાયેલો છે. શરાબી પરિણામ વિશે વિચારતો નથી તેથી તે સૌથી પ્રામાણિક્તાથી વર્તે છે.

આ ઉદાહરણ એટલા માટે આપવું પડ્યું કે આંતરમુખી ને ખીલવવા કે તેની શક્તિ બહાર લાવવા એક વાતાવરણ  તૈયાર કરવું પડે છે, એક ટીમ બનાવવી પડે છે. યાદ રાખજો આંતરમુખી કોઇ પણ સંસ્થા પર બોજ નથી માત્ર તેની શક્તિઓને ઉજાગર કરવાની છે. જે તે કરી શકે છે તે સૌથી શ્રેષ્ઠ કામ લઇ શકે છે.

કેટલીક વાર આવો સ્વભાવ તેના હોદાના કારણે પણ છે. હમણા આવેલી અક્ષય કુમારની ફિલ્મ ગબ્બર મા ગબ્બર વિશે કોઇની પાસે માહિતી નથી, માત્ર એક સામાન્ય કોન્સ્ટેબલ પાસે માહિતિ છે. પણ તેના સિનિયર તેની વાત માનવા તૈયાર નથી તેથી તે સામાન્ય પરિસ્થિતિ મા આંતરમુખી રહે છે પણCBI  નો વિશેષ ઓફિસર તેને તક આપે છે ત્યારે તે ખીલી ઉઠે છે અને તરત જ પુરેપુરી માહિતિ આપે છે. તેથી માત્ર જ્ઞાન જ નહી પણ સંજોગો પણ તેટલા જ જવાબદાર છે.

કેટલીક વાર આંતરમુખી મા આત્મવિશ્વાસ નો અભાવ હોય છે. કેટલીક વાર તેને ખોટા પડવાનો ડર હોય છે તેથી બેઇજ્જતી ના ડરને કારણે પણ ખુલીને વાત કરી શકતો નથી.

જેથી તેને જ્યારે વિશ્વાસ બેસે ત્યારે જ તે ખુલે છે. આંતરમુખી મોટા ભાગે જિદ્દી જોવા મળ્યા છે તેઓ પોતાની વાતનો તંત છોડતા નથી.

હમણા મારે નોઇડામા બે મહિના રહેવાનું થયેલુ ત્યારે એક પ્રોફેસર ને મળવાનું થયેલુ, જેઓ રાષ્ટ્રીય અને આંતર રાષ્ટ્રીય લેવલે ઘણી બધી બુકો લખી છે. જે કેટલીય કોલેજોમા પાઠયપુસ્તક તરીકે ભણાવાય છે તે પ્રોફેસર ભણાવી શકતા નથી. માંડ માંડ લેકચર લે છે. આત્મવિશ્વાસ નો અભાવ છે. તેથી ક્યારેક આંતરમુખીઓ મા આત્મવિશ્વાસ નો અભાવ જોવા મળે છે તેનું કારણ તે કદાય તદન સત્ય હોય ત્યારે જ કહે છે પણ ક્યારેક ખોટા પડવાનો ડર તેમને બાંધી રાખે છે. પણ તેમનુ જ્ઞાન અને માહિતી સચોટ હોય છે, તેઓ હવામાં વાત નથી કરતા, એટલે સુધી કે ૧૦૦ સુધી આવડતું હોય તો પણ તે ૯૦ સુધીની વાતો કરે છે એટલે કે ક્યારેક સેફ ગેમ રમે છે.

આંતરમુખી મોટે ભાગે પોતાના સંતોષ પર વધુ ભાર આપતા હોય છે.

સામાન્ય વ્યવહારમાં કેટલાક લોકો ખાસ વિષયને લઇને આંતરમુખી હોય છે, ખાસ કરીને વિદ્યાર્થીઓ. જો તેમના શિક્ષણની વાત હશે તે કોઇ જવાબ નહી આપે પણ આજે સચીને કેટલા રન માર્યા તો તે હોંશે હોંશે જવાબ આપશે. તેથી કેટલીક વાર આ સ્વભાવ કોઇ ખાસ વિષય કે સંજોગોને પણ આધિન છે.

આંતરમુખી બને ત્યાં સુધી જુઠુ બોલતા નથી. અને જો બોલે તો માનતા નથી.

બહિર્મુખી કેવા હોય તેના વિશે હવે પછી

દિનેશ મકવાણા
(૨૬/૫/૨૦૧૭ ના રોજ એક ગ્રુપ પર મુકેલો લેખ. માત્ર જ્ઞાન માટે.)

August 06, 2017

બાબાના અનુયાયીઓ શાંતિથી અને ગંભીરતાથી વિચારો

By Dinesh Makwana  || 05 Aug 2017


બાબા ને માનનારી નવી પેઢીએ મંદિરોને લાત મારવાની વાત કહી છે. અંધશ્રદ્ધા માથી બહાર નીકળવા માટે હિમાયત કરી છે. આ વાત સાથે હુ થોડોક સંમત છુ. અંધશ્રદ્ધા ની વાત સાથે પુરેપુરો સંમત છુ.

કેટલીય વાર મે કહ્યું છે તેમ આપણી પાસે એક જગ્યાએ ભેગા થવાનું કોઇ વિશેષ પ્લેટફોર્મ નથી અને નથી જ. દાત

મુસ્લિમ- મસ્જિદ
ખ્રિસ્ત - ચર્ચ
શિખ- ગુરદ્રારા
વૈષ્ણવ- હવેલી
પટેલ- સ્વામીનારાયણ મંદિર

અને ખાસ વાત યાદ રાખવાની છે ઉપરની તમામ જાતિઓમાં વિવિધ પેટાજ્ઞાતિઓ છે જેમાં આજે પણ લગ્નનો વ્યવહાર નથી. ઓદિચ્ય બ્રાહ્મણો પોતાને સૌથી ઉપર માને છે. આના વિશે અલગથી મે લેખ લખ્યો હતો તેથી તેનું પુનરાવર્તન નહી કરુ. કોઇ મિત્ર ને ફરી વાંચવો હોય તો મને કહે.

મુળ આ બધી જાતિના લોકો કોઇ એક જગ્યાએ તો ભેગા થતા. આપણે લડવા માટે ફળિયામાં પણ ભેગા થતા નહી. આજે પણ દરેક ફળિયામાં એક મંદિર તો છે જ પણ તેનો ઉપયોગ જો વિવિધ પ્રવુતિઓ માટે થયો હોત અને દરેક પ્રસંગે આપણા લોકો ત્યાં ભેગા થયા હોત તો આ એકતા વધારે મજબુત થઇ શકી હોત. SC ની તમામ જાતિ છોડો આપણે ફળિયાના તમામ વ્યકિતઓને એક છત નીચે લાવીયે તોય ઘણી સફળતા મળી શકે છે.

પણ આ સમય સંક્રમણ નો છે જેને અંગ્રેજીમાં  transition કહે છે એટલે કે નવી પેઢી અને જુની પેઢી વચ્ચે સૌથી મોટી ખાઇ અત્યારના સમયમાં ચાલી રહી છે. હજુ કેટલાય નવયુવાનો જે ખરેખર આજ્ઞાંકિત દીકરા છે તે તેમના માતા પિતાને અનુસરીને મંદિરના દર્શન કરે જ છે. તેમના માટે તેમના માતા પિતા વધારે મહત્વના છે અને આ પેઢીને તમે ગાળો બોલીને, તેમના માટે નકામા શબ્દો વાપરીને મંદિર કે કહેવાતા ભગવાનથી દુર કરવાની વાતો કરો છો ત્યારે તેઓ દુર નહી જ થાય કારણ કે તેમને લાગશે તેમણે માતા પિતાને દુર કર્યા.

અશોકભાઇ રાઠોડ બહુ સરસ વાત કહે થે. જય ભીમ તે એક વિચારધારા છે. આ વાત સાથે હુ સંમત છુ પણ આ વિચારધારા કોઇના વિરુદ્ધ બોલવા માટે નથી. મને રામાયણ કે ગીતા વાંચ્યા પછી ના ગમતું હોય તે મારો અંગત પ્રશ્ન છે પણ તેજ ગીતા કે રામાયણ વિશે જ્યારે હુ જાહેરમા હુ કોઇ કોમેન્ટ કરુ ત્યારે બંધારણની જોગવાઈઓનો પણ ભંગ થાય છે. મારી માન્યતા બીજાની ઉપર થોપવા માટે નથી.

બાબાના વિચારો સાથે જોડાયેલા તમામ ગ્રુપમા આ ઘેટાચાલ ચાલી રહી છે. હિન્દુ ધર્મ કે તેને લગતી કોઇ પણ બાબતનો વિરોધ કરો. દુનિયામાં કોઇ ક્રાંતિ નકારાત્મક વિચારોને આધારે સફળ થઇ જ નથી. તેથી આ ગ્રુપો માત્ર વિચારો સુધી સિમિત રહી જમીન પરના પ્રશ્નો ઉકેલવામાં નિષ્ફળ ગયા છે.

કોઇ એક વ્યકિત નો અંગત અનુભવ વિચારધારા બની શકે જ નહી. હા તે આવા અનુભવો ધરાવતી વ્યકિતઓ સાથે ચાલી શકે પણ વિચારઘારા માટે જે પ્લેટફોરમ જોઇએ તે તેમને મળી શકતું નથી.

કેટલીય વાર કહ્યું કે દુનિયામાં દરેક જગ્યાએ કશુ ને કશુ ખરાબ ચાલી રહ્યું છે પણ તમારે નક્કી કરવાનું છે તમારે તે ખરાબ ચીજોનો સંગ કરવો કે નહી.

ઉમરેઠમાં આપણા ફળિયાની સામે એક ઠાકોર દારુ વેચતો હતો, તેના ત્યાં દારુ વેચનારો આપણો રોહિત ભાઇ હવે ફળિયામાં જ અંગ્રેજી શરાબ વેચે છે. આ ભાઇ બહુ સાત્વિક છે, પોતે દારુ પીતો નથી. નાસિક સાંઇબાબા અને નાથદ્રારામા શ્રીનાથજીના દર્શન કરવા મહિનામાં બે વાર જાય છે. આ દારુની દુકાન વાળાને ગાળો બોલવાથી કઇ નથી થવાનું, તે કહે છે આ મારો ધંધો છે.

ખરાબ તે નથી જે આ ધંધો કરે છે સારા લોકો એ છે જે આટલો નજીકમાં શરાબ મળતો હોવા છતા ત્યાં શરાબ પીવા જતા નથી.

તેજ પ્રમાણે મંદિર છે તેને ખરાબ કહેવાથી કશુ જ થવાનું નથી. તમે નહી જાઓ તો બીજા મુર્ખા તૈયાર છે પણ મારે એ કહેવુ છે કે કોઇ પણ વિચારધારાનો વિરોધ કરવો હોય તો સમાંતર બીજી વિચારધારા બનાવો જે પેલી વિચારધારાનો વિરોધ કર્યા વિના કાર્ય કરે.

પટેલો ખોડલધામ બનાવે છે, વૈષ્ણવો ભવ્ય હવેલીનું નિર્માણ વડોદરામા કરી રહ્યા છે. અમેરિકામાં સ્વામીનારાયણનું ભવ્ય મંદિર બની રહ્યું છે. નાથદ્રારામાં ૭૦ ફિટ ઉચા મહાદેવનું લિંગ બની રહ્યું છે. આપણા લોકોએ હમણા જ ભાલેજ પાસેના નાના ગામમાં પ્રાણપ્રતિષ્ઠા નો કાર્યક્રમ રાખ્યો હતો અને ઘણા લોકો ત્યાં ભેગા થયા હતા. હકીકત એ છે જેનો આપણે સૌથી વધુ વિરોધ કરીયે છે તેના તરફ લોકો જઇ રહ્યા છે.

બાબાના વિચારો ખરેખર વિચારધારા બની જ શકે. માત્ર બાબાના વિચારોને જ ફેલાવાની વાતો કરશો તો લોકો જરુરથી સ્વીકારશે. તેમના સમયમાં જે અસમાનતા હતી તે અત્યારે નથી. આજે પણ ગામડાઓમાં જનરલ લોકો આપણા લોકોને મદદ કરી રહ્યા છે. જે અંતર હતું તે ઘટી રહ્યું છે. બાબા આજે હોત અને આજની પરિસ્થિતિ જોઇ હોત તો કદાચ ઘણું બધુ બીજું કહ્યું હોત. અપવાદો સિવાય તમે આજે કોઇ પણ મંદિરમાં જઇ શકો છો. તમે અત્યાર સુધી જે પ્રગતિ કરી છે તે પ્રગતિ કોઇ સમાજ કે વ્યકિતની વિરુદ્ધ બોલ્યા વિના કરી છે તો અત્યારે કેમ?

આપણે આપણી વાત કરો, આપણી સમસ્યા પર ધ્યાન આપો, બીજાને ખરાબ કહેવાથી આપણે સારા થઇ જતા નથી. કોઇ એક મેસેજ હિન્દુ કે બ્રાહ્મણની વિરુદ્ધ કોઇ લખે તો ગ્રુપમાંથી અડધા લોકો અંગુઠો બતાવીને તેની વાહવાહી કરશે.

હુ માનું છુ નવી પેઢી ખુબ જ જાગૃત છે. તેમને નકારાત્મક વિચારો કરતા હકારાત્મક વિચારો પર લઇ જઇને કાર્ય કરવાની જરુર છે. આપણે આપણું જ જોઇએ, બીજા શુ કરે છે તેને જવા દો.

કારણ કે ગીતાને વિરોધ બીજા જનરલ ના માણસને નહી ગમે, તેની લાગણીઓ ઘવાશે અને તે બાબા કે તમને ગાળો બોલશે. આ વર્ગ વિગ્રહના એંધાણ છે. હુ તો બહુ નિરાશ છુ આપણે નવી પેઢીને શુ આપી રહ્યા છે.

અને છેલ્લે આ સંવેદનશીલ સમયમાં તમે આ નક્કી નહી કરી શકો શુ ખોટું છે તો તમને આવનારી પેઢી માફ નહી જ કે છે જ્યારે તેમની પાસે કશુ જ નહી હોય.

બાબાના અનુયાયીઓ શાંતિથી અને ગંભીરતાથી વિચારો.

જય ભીમ, જો વિચારધારા થઇ શકતી હોય

દિનેશ મકવાણા.