By Dinesh Makwana || 26 May 2017
(Photo Source Google)
આંતરમુખી સતત જ્ઞાન ગ્રહણ કરતો રહે છે પણ બધાની સમક્ષ વ્યક્ત કરી શકતો નથી. બધાને અહેસાસ કરાવી શકતો નથી પણ તેની પાસે સમસ્યાના ઘણા બધા ઉકેલો હોવા છતા સહદેવની જેમ ચુપ રહે છે. પણ એક વિશેષ પરિસ્થિતિમાં કે ખાસ મિત્રોની વચ્ચે તે ખીલે છે.
શરાબની પાર્ટીમા કેટલાક મિત્રો શરુઆતમાં ખામોશ રહે છે ત્યારબાદ ધીમે ધીમે ખીલતા જાય છે અને તમામ બંધનો ભુલીને પોતાના હદયની વાતો કરે છે. શરાબી માટે કહે છે કે ડાહ્યો પણ દારૂડિયો. પણ આના જેવો કોઇ પ્રમાણિક નથી હોતો. જ્યારે જવાબ આપવા માટે વિચારવું પડે ત્યારે સમજી લેવું તેમાં જુઠનો અંશ સમાયેલો છે. શરાબી પરિણામ વિશે વિચારતો નથી તેથી તે સૌથી પ્રામાણિક્તાથી વર્તે છે.
આ ઉદાહરણ એટલા માટે આપવું પડ્યું કે આંતરમુખી ને ખીલવવા કે તેની શક્તિ બહાર લાવવા એક વાતાવરણ તૈયાર કરવું પડે છે, એક ટીમ બનાવવી પડે છે. યાદ રાખજો આંતરમુખી કોઇ પણ સંસ્થા પર બોજ નથી માત્ર તેની શક્તિઓને ઉજાગર કરવાની છે. જે તે કરી શકે છે તે સૌથી શ્રેષ્ઠ કામ લઇ શકે છે.
કેટલીક વાર આવો સ્વભાવ તેના હોદાના કારણે પણ છે. હમણા આવેલી અક્ષય કુમારની ફિલ્મ ગબ્બર મા ગબ્બર વિશે કોઇની પાસે માહિતી નથી, માત્ર એક સામાન્ય કોન્સ્ટેબલ પાસે માહિતિ છે. પણ તેના સિનિયર તેની વાત માનવા તૈયાર નથી તેથી તે સામાન્ય પરિસ્થિતિ મા આંતરમુખી રહે છે પણCBI નો વિશેષ ઓફિસર તેને તક આપે છે ત્યારે તે ખીલી ઉઠે છે અને તરત જ પુરેપુરી માહિતિ આપે છે. તેથી માત્ર જ્ઞાન જ નહી પણ સંજોગો પણ તેટલા જ જવાબદાર છે.
કેટલીક વાર આંતરમુખી મા આત્મવિશ્વાસ નો અભાવ હોય છે. કેટલીક વાર તેને ખોટા પડવાનો ડર હોય છે તેથી બેઇજ્જતી ના ડરને કારણે પણ ખુલીને વાત કરી શકતો નથી.
જેથી તેને જ્યારે વિશ્વાસ બેસે ત્યારે જ તે ખુલે છે. આંતરમુખી મોટા ભાગે જિદ્દી જોવા મળ્યા છે તેઓ પોતાની વાતનો તંત છોડતા નથી.
હમણા મારે નોઇડામા બે મહિના રહેવાનું થયેલુ ત્યારે એક પ્રોફેસર ને મળવાનું થયેલુ, જેઓ રાષ્ટ્રીય અને આંતર રાષ્ટ્રીય લેવલે ઘણી બધી બુકો લખી છે. જે કેટલીય કોલેજોમા પાઠયપુસ્તક તરીકે ભણાવાય છે તે પ્રોફેસર ભણાવી શકતા નથી. માંડ માંડ લેકચર લે છે. આત્મવિશ્વાસ નો અભાવ છે. તેથી ક્યારેક આંતરમુખીઓ મા આત્મવિશ્વાસ નો અભાવ જોવા મળે છે તેનું કારણ તે કદાય તદન સત્ય હોય ત્યારે જ કહે છે પણ ક્યારેક ખોટા પડવાનો ડર તેમને બાંધી રાખે છે. પણ તેમનુ જ્ઞાન અને માહિતી સચોટ હોય છે, તેઓ હવામાં વાત નથી કરતા, એટલે સુધી કે ૧૦૦ સુધી આવડતું હોય તો પણ તે ૯૦ સુધીની વાતો કરે છે એટલે કે ક્યારેક સેફ ગેમ રમે છે.
આંતરમુખી મોટે ભાગે પોતાના સંતોષ પર વધુ ભાર આપતા હોય છે.
સામાન્ય વ્યવહારમાં કેટલાક લોકો ખાસ વિષયને લઇને આંતરમુખી હોય છે, ખાસ કરીને વિદ્યાર્થીઓ. જો તેમના શિક્ષણની વાત હશે તે કોઇ જવાબ નહી આપે પણ આજે સચીને કેટલા રન માર્યા તો તે હોંશે હોંશે જવાબ આપશે. તેથી કેટલીક વાર આ સ્વભાવ કોઇ ખાસ વિષય કે સંજોગોને પણ આધિન છે.
આંતરમુખી બને ત્યાં સુધી જુઠુ બોલતા નથી. અને જો બોલે તો માનતા નથી.
બહિર્મુખી કેવા હોય તેના વિશે હવે પછી
દિનેશ મકવાણા
(૨૬/૫/૨૦૧૭ ના રોજ એક ગ્રુપ પર મુકેલો લેખ. માત્ર જ્ઞાન માટે.)
No comments:
Post a Comment