July 22, 2018

Poem : આંબેડકર જયંતી

By Jigar Shyamlan ||  Written on 14 April 2018



રેલીમાં આવી ગયા 
બધા હાથમાં 
વાદળી ઝંડાઓ લઈને.
પણ એ ઝંડા પકડવાનો 
સાચો મતલબ 
શું હોઈ શકે જાણો છો?
ખબર નથી બિચારાઓને 
એમના માટે તો 
ભાદરવી પૂનમ કે શ્રાવણ. 
ગણપતિ કે નવરાત્રની ધજાઓ 
પકડો કે આ વાદળી ઝંડાઓ.
એમના માટે બસ ખાલી 
ઝંડા જ બદલાયા છે, 
ડંડાઓ એના એ જ.
બસ ખબર એ જ કોણ 
ભીમરાવ,દલિતોના મસિહા, 
બંધારણના ઘડવૈયા.
બાકી બોધિસત્વ, 
બાવીસ પ્રતિજ્ઞા આપનાર
આંબેડકરને તો ક્યાં એ 
લોકો જાણે છે?
બસ મનુસ્મૃતિ હોમનાર, 
રામ અને કૃષ્ણ પર સવાલ ઉઠાવનાર.
દલિતોના હક્કની લડાઈ લડનાર આંબેડકર 
જ યાદ છે આ લલવાઓને.
પણ મંદીરના બદલે 
પુસ્તકાલય જાઓ, 
બુધ્ધનો ધમ્મ અપનાવનાર.
કોન્ગ્રેસની પાવલીનોય 
સભ્ય ન બનતા કહેનાર 
ભીમ ક્યાં યાદ છે..?
જનોઈધારી ભાજપ, કોન્ગ્રેસને 
વામદળ ઓફીસના 
દરવાજા ઘસો.
પાછા ચૌદ એપ્રિલે હાર-તોરા 
જય ભીમનારાઓથી 
આકાશ ગજવો.
બસ એક દહાડો હાજરી 
બતાવો આ જ 
તમારો આંબેડકર પ્રેમ 
હોઈ શકે.
આ ભલે ભોળા ભોળા 
દલિતોને પ્રેમ લાગે 
પણ મને તો વહેમ જ લાગે.
સમાનતા, સ્વતંત્રતા, બંધુતા અને ન્યાય 
પ્રબુધ્ધ ભારતની મંશા રાખનાર.
આંબેડકર હજી પણ 
રાહ જોતા બેઠા છે..!
કોણ આવી?
આ પ્રતિમાઓમાંથી 
એમના પ્રાણ સમી 
વિચારધારાને બહાર કાઢે.
બસ હાર-તોરા પહેરાવી, રેલીઓ કાઢી, 
ડાયરાઓની રમઝટ બોલાવી.
આખો દા'ડો જય ભીમ 
જય ભીમ પોકારો 
એટલે ઉજવણી પૂરી.
આવુ બધુ માનનારા 
એટલા જ માસુમ છે
સાવ બાળક બુધ્ધિ જેવા.
જેટલા હવન કરીને 
માની લે છે કે હવે સુખ
સંપત્તિ આંગણે આળોટશે.
બસ એક જ ઉપાય વાંચો 
પછી વિચારો
અણધાર્યુ વિચારીક પરિવર્તન લાવો.
ખુદમાં એક ઈન્કલાબ તો પેદા કરો 
પછી ઝિંદાબાદ કહો.
પણ..! ના આપણને 
એ બધુ પચતુ નથી 
હોજરીઓ એટલી પાકી નથી.
એટલે જ તો વારંવાર 
અર્ધ પચેલા વિચારોની
ઉલટીઓ થાય છે.
આ દર્દ શારીરીક લાગે સૌને 
લક્ષણો પણ તરત દેખાય
શરીર પર.
પણ આની દવા હકીકતમાં 
આ માનસિક 
ઉપચારથી શક્ય છે.
બસ એક દવા વાંચતા રહો 
અને સાથે ધમ્મ, 
બાવીસ પ્રતિજ્ઞાઓની ચરી પાળો.
- જિગર શ્યામલન





Facebook Post

No comments:

Post a Comment