By Jigar Shyamlan || 30 November 2017 at 10:31
હું કોઈ પણ વ્યક્તિની વિરુધ્ધ ત્યારે જ દલીલો કરી શકું જયારે હું જે તે વ્યક્તિએ કરેલ કામથી અડધુય કામ કરવાની ત્રેવડ ધરાવતો હોઉં.
"રાજનૈતિક સત્તા વગર તમારો કોઈ ઉધ્ધાર નથી" આવું બાબા સાહેબ આંબેડકર કહીને ગયા છે. આપણે બાબા સાહેબની આ વાતને અતિ ગંભીરતાથી લીધી નથી.
પછાતો વગર રાજકારણ અટકી પડવાનું નથી, પણ રાજકારણ વિના પછાતો ચોક્કસ અટકી પડશે એ વાતમાં બે મત નથી.
પણ આપણે આ વાત સમજવા માંગતા નથી, કે આપણને સમજાતી નથી. ચુંટણી સમયે આપણે કેવી કેવી વાતોનો વિરોધ કરી, કેવી કેવી દલીલો કરી આપણાં સમાજના નેતાઓનો વિરોધ કરીએ છીએ.. તે જોઈયે..
અહીં ભાજપ અને કોન્ગ્રેસની વાત જ નથી કરવી કારણ આ બન્નેમાંથી એક પથ્થર છે તો બીજુ ઈંટ.
એ સિવાયની વાત કરીએ તો પહેલા
- બહુજન સમાજ પાટીઁ.. પણ કેટલાક પછાતો તેનો વિરોધ કરે એમની દલીલ શું હોય..? બહુજન સમાજ પાટીઁ હવે વ્યક્તિ કેન્દ્રી બની ગઈ છે. હવે વિચારધારાથી ભટકી ગઈ છે, મિશનથી દૂર થઈ ગઈ છે. બસપામાં બ્રાહ્મણો ઘૂસી ગયા છે. એને વોટ ન અપાય...!!
- પછી બીજી આવે બહુજન મુક્તિ પાટીઁ... તો તેનો વિરોધ કરતા કેટલાક પછાતો દલીલો કરવા માંડે.. આ પાટીઁ દલાલોની છે. માત્ર બ્રાહ્મણોને ગાળો આપ્યા વગર કાંઈ કરતી નથી. એનો જનાધાર કેટલો..? વગેરે વગેરે..
- હવે આ બેય પાટીઁ છોડી કોઈ જીજ્ઞેશ મેવાણી કે ચંન્દ્રીકા સોલંકી જેવા આંદોલનકારી પછાત અપક્ષ ઉમેદવારી કરે તો પણ વાંધો. એ વખતેય દલીલો... લ્યો.. જોયું અમે કહેતા હતા ને આંદોલન આંદોલન કરીને ચુંટણી લડવા લાગ્યા . કહેતા તા અમે રાજકારણમાં નહી આવીએ. પણ આવી ગયાને રાજકારણમાં, રાજનિતીક લાલચ ખુલ્લી પડી ગઈને.
હવે આવી દલીલો કરી મોરલ તોડવાવાળા પછાત લોકોની માનસિકતાને આપણે શું કહીશું..??
--) આવા લોકોને પોતે તો કાંઈ કરવું નથી.
--) કોઈ કાંઈ કરતું હોય એને સારૂ કહેવું નથી.
--) સમાજ માટે કાંઈને કાંઈ કરી રહેલ લોકોને સમથઁન આપવું નથી.અને આમાંથી કાંઈ ન કરી શકે તો કાંઈ નહી પણ મૂંગાય રહેવું નથી.
આવા દલીલીયા પછાત સમાજના લોકો જ સમાજની ઉન્નતીના છુપા દુશ્મનો છે.
હું કોઈ પણ વ્યક્તિની વિરુધ્ધ ત્યારે જ દલીલો કરી શકું જયારે હું તે વ્યક્તિએ કરેલ કામથી અડધુય કામ કરવાની ત્રેવડ ધરાવતો હોઉં..
- જિગર શ્યામલન
No comments:
Post a Comment