December 05, 2017

આપણું ભવિષ્ય અને રાજકીય સત્તા

By Jigar Shyamlan ||  28 November 2017 at 10:19 


રાજકીય સત્તા એ આપણું ધ્યેય છે. તમારૂ સઘળું ભવિષ્ય રાજકારણ સાથે જ જોડાયેલું છે.
-બાબા સાહેબ આંબેડકર
1933 માચઁ 11, જનતા અંકમાં બાબા સાહેબનો લેખ જેમાં રાજકીય સત્તાને અશ્પૃશ્ય સમાજની ઉન્નતી માટેની ગુરુચાવી ગણાવતા બાબા સાહેબે એક લેખ લખ્યો હતો. જેના જોઈયે તો...
'' અસ્પૃશ્યોએ જો ખરેખર ઉન્નતિ સાધવી હશે તો તેનાં હાથમાં રાજકીય સત્તા જરૂરી છે. રાજકીય સત્તા એ આપણું ધ્યેય છે. તમારૂ સઘળું ભવિષ્ય રાજકારણ સાથે જ જોડાયેલું છે."
પંઢરપુરની યાત્રા, હરિદ્વારની જાત્રા, શનિ મહાત્મ, શિવલીલામૃત, સોમવાર, એકાદશી વગેરેથી તમારો ઉધ્ધાર થવાનો નથી. તમારા પુવઁજો હજારો વરસોથી એ કરતા આવ્યા છે પરંતુ આજેય તમારી સ્થિતીમાં તસુભાર પણ ફરક પડ્યો નથી. માટે જપ- તપ, પુજા-અચઁના વગેરે છોડો અને આપણી રાજકીય સત્તાના લક્ષને પહેલા મહત્વ આપો.
જ્યારે શ્રીમંત લોકોને બિમારી આવે છે ત્યારે પૈસા ખરચીને ઔષધોપચાર કરાવીને બરાબર થઈ જાય છે. પરંતુ ગરીબો માટે એકમાત્ર કાયદાનો જ આશરો હોય છે. એવા સઘળા સુખો માટે કાયદો જરૂરી છે. તેથી આપણે દરેક પ્રકારના કાયદા ઘડવાની શક્તિ સંપુણઁપણે પ્રાપ્ત કરવી પડશે.
તમારા બાળકોને શિક્ષણ આપવા આજે તમારી પાસે પૈસા નથી. પરંતુ જ્યારે કાયદા ઘડાશે ત્યારે તમારા બાળકો માટે સારૂ થશે. તમારા પૈકી ઘણાં લોકો બેકાર છે. સવઁ લોકોને કામ આપવા માટે તથા સવઁ લોકોને શિક્ષણ આપવા માટે, સવઁ લોકોનુ પોષણ કરવા માટે સરકારનું કતઁવ્ય બની જશે. એવા એવા સઘળા કાયદા ધડાશે પછી બેકારીથી વ્યગ્ર થઈને કોઈએ ભુખે મરવાનું તમારે કોઈને રહેશે નહી.
પછાતોના વિકાસ અને ઉન્નતિના તમામ રસ્તા એક જ દિશા તરફ જાય છે અને તે છે રાજકીય સત્તા"
આજથી લગભગ 78 વરસ પહેલા બાબા સાહેબે રાજકીય સત્તાથી જ પછાતોનો ઉધ્ધાર થશે તે વાત કહી હતી જે આજે પણ એટલી જ લાગુ પડે છે.
કારણ બાબા સાહેબે પછાત સમાજને પરિવતઁનનો માગઁ ચિન્ધ્યો હતો પણ... કાયદાની ભાષામાં કાયદાના અમલ દ્વારા, ગોળીઓની ભાષામાં બંદુક દ્વારા નહી...
- જિગર શ્યામલન

No comments:

Post a Comment