By Jigar Shyamlan || 25 July 2017 at 10:59
છેલ્લા બે દિવસથી બજારમાં રૂપિયા પયાસથી માંડીને પાંચ હજાર સુધીની દશામાતાની મુતિઁઓ વેચાતી હતી.
વરસાદની સિઝન છે, વરસાદ પણ ચાલી રહ્યો છે. વેપારીઓ પોતાની દશામાતાને વરસાદથી બચાવવા ઉપર તાડપત્રીઓ નાંખીને બેઠા હતા. અને બહેનો હોંશે હોંશે દશામાતાની મુતિઁઓ ખરીદી રહી હતી. મોં માંગ્યા દામ આપીને.
પણ કોઈ બહેનને મગજમાં એવો સવાલ પેદા ન થયો કે હું જે દશા માતાને ખરીદી, તેનું વ્રત કરી પોતાની દશા સુધારવા જઈ રહી છું.. તે માતા ખુદ વરસતા વરસાદમાં પોતાની દશા સુધારી શકતી નથી. એને વરસાદથી બચાવવા તાડપત્રીઓ ઢાંકવી પડે છે.
કોઈને પણ આવા સવાલો મગજમાં પેદા ન થયા કારણ કે સદીઓથી મનુવાદી વિચારસરણીનો એવો હેવી ડોઝ પીવડાવવામાં આવ્યો છે કે હજીય એના ઘેનનાં નશામાંથી બહાર આવી શક્યા નથી. આ મનુવાદી વિચારધારાએ પછાતોના દિલ અને દિમાગ પર એવો જબરજસ્ત કબજો જમાવી દીધો છે. આ ઘેનનો નશો કેવો હોય એના તાજા અને જીવંત દાખલાઓ આપણે આપણાં જ સમાજ.., શહેરની સોસાયટીઓ., ગામનાં મહોલ્લાઓ, ફળીયાઓમાં દશામાતાના વ્રત તરીકે જોઈ શકીએ છીએ.
પછાત સમાજની બિચારી બહેનો પોતાની દશા બદલાય એ માટે દશાને માતા બનાવી રંગેચંગે પોતાના ઘરમાં લાવીને સ્થાપી ચુકી છે.
હવે આ બહેનો દસ દિવસ વ્રત કરશે, ઉપવાસ કરશે અને સવાર સાંજ વ્રતની વાતાઁ સાંભળીને પોતાની દશા બદલવા મુતિઁની સામે કાલાવાલા કરશે..
એક માણસના હાથે બનાવેલી પ્લાસ્ટર ઓફ પેરીસની કે માટીની મુતિઁ કોઈ માણસની દશાને શું બદલી શકવાની..??
પણ આવા તકઁ પર વિચાર કરવાને બદલે આપણે તેવા વિચારોને શ્રધ્ધા પર આક્રમણ કે ટીકા ગણાવીએ છીએ.
યાદ રાખો.., કોઈ પણ જાતના વ્રત, પુજા કયાઁ વગર પણ દશા બદલી શકાય છે.
યોગ્ય શિક્ષણ..., ભરપુર મહેનતથી જ આપણી દશા બદલી શકાશે... કોઈ દશામાતાની મુતિઁઓની પુજા વ્રત કરીને નહી.
એવો એક દાખલો બતાવજો જેની દશા આ દશામાતાના વ્રત કરીને સુધરી હોય..
આ બધા વ્રત, પુજા મફતમાં તો ઉજવાતા નથી. પ્રત્યેક તહેવાર પછાતોની આવકનો સારો એવો હિસ્સો ઓહિયા કરી જાય છે.
વ્રત.., પુજાપાઠ.., ધામિઁક વિધીઓ.., ઉજવણીઓ આ બધુજ સદીઓથી કરતા રહ્યા... તો પણ શું મળ્યું.....??????
આ બધાયથી દુર રહીને આવકનો એ હિસ્સો બચાવવામાં આવે તો કેટલાયની દશાઓ એમ જ બદલાઈ જાય, કેટલાય અધુરા કામ પુરા થઈ જાય..
પણ.. અહીં સમજાવવું કોને..???????
જે સમજે તેના માટે... બાકીનાઓને તેમની દશા સમજાવશે.
- જિગર શ્યામલન
No comments:
Post a Comment