July 25, 2017

"નમો બુધ્ધાયને " બદલે "પઢો બુધ્ધાય" કારણ કે એ જ બુધ્ધને ઓળખવાનો સાચો રસ્તો છે

By Jigar Shyamlan ||  22 July 2017 at 10:12



મને બુધ્ધના વિચાર ગમે છે, એકદમ સત્ય, નિખાલસ અને નેચરલ. બુધ્ધ સાફ સાફ વાતો કરે છે.
ઈશ્વર કે ભગવાન...., આત્મા-પરમાત્મા....., પુજા પાઠ...., શાસ્ત્રોના વિધીવિધાન પર પ્રશ્નો ઉભા કરે છે.
બુધ્ધ પોતે કોઈ ચમત્કારમાં માનતા નથી, સમઁથન આપતા નથી. બુધ્ધે પણ કોઈ ચમત્કાર કયાઁ નથી.
બુધ્ધે કોઈને પરચા આપ્યા નથી. મહત્વની વાત બુધ્ધે કદી એવું નથી કહ્યુ કે " હું કહું એટલે જ તમારે માની લેવાનું..!!!"
બુધ્ધ તો એક જ વાત કહે છે.. સંસારમાં દુ:ખ શાશ્વત, સત્ય અને કાયમી છે. દુ:ખને ચપટી વગાડતા દુર કરી દેવાય કે કોઈ જદુઈ લાકડી ઘુમાવીને ગુમ કરી દેવા શક્ય નથી, કોઈના પણ અભયમુદ્રામાં હાથ રાખીને તથાસ્તુ કહેવાથી દુ:ખ દુર થવાના નથી.
દુ:ખ દુર થઈ શકે..!! માત્ર એક જ રીતે દુ:ખનું સાચુ કારણ ક્યું..??? એ જાણીને.
એક વખત દુ:ખનું કારણ શોધી લઈએ અને તેનો સ્વિકાર કરી લઈએ તો દુ:ખ પીડા નહી આપે. 
જો હું બુધ્ધની પ્રતિમા આગળ નમો બુધ્ધાય... નમો બુધ્ધાય કરતા ધુપ સળગાવી બે હાથ જોડી બેસી રહ્યો હોત તો આ બધી ખબર મને કદીય ન પડી હોત.
માટે હું એક નારામાં બદલાવ કરવા માંગું છું હવે હું "નમો બુધ્ધાયને " બદલે "પઢો બુધ્ધાય" જ કહીશ કારણ એ જ સાચો રસ્તો છે.. બુધ્ધને ઓળખવાનો.
કારણ પઢેગા તભી તો આગે બઢેગા..
- જિગર શ્યામલન

No comments:

Post a Comment