June 27, 2017

રાજનીતિ અંગે ડો. આંબેડકરના વિચાર

By Jigar Shyamlan
રાજનીતિ અંગે ડો. આંબેડકરના વિચાર એકદમ સ્પષ્ટ હતા. તેમના વિચાર પક્ષને એક ઉમદા પક્ષ બનવાના રસ્તે લઇ જઇ શકે એટલા પ્રભાવી હતા.
ડો. આંબેડકર રાજનિતીક પક્ષની વિચારધારા બાબતે પક્ષની આચારસંહિતાને મુખ્ય આધાર માનતા હતા. રાજનિતીક પક્ષ કે દળ તરીકે શું હોવું જોઇયે એ બાબતે તેઓ સ્પષ્ટ હતા.
ડો. આંબેડકરના મત મુજબ એક રાજકીય પક્ષ માટે કેટલાક પાયાના ખ્યાલ હોવા જરૂરી છે જેમાં,
(1). પક્ષના પોતાના સિધ્ધાંત સ્પષ્ટ હોવા જોઇયે
(2). સાંપ્રદાયિક તેમજ પ્રતિક્રિયાવાદી પક્ષો સાથે કોઇ પ્રકારનું જોડાણ ન કરવું જોઇયે.
(3). પક્ષે માત્ર સરકાર બને તેવો મોહ ન રાખતા શ્રેષ્ઠ કોટીનો વિપક્ષ બને તેનું પણ ધ્યાન રાખવું જોઇયે.
સપ્ટેબર 1951માં “હિન્દુ કોડ બિલ”ના મુદ્દે મંત્રી મંડળમાંથી રાજીમાનું આપ્યા બાદ ડો. આંબેડકર મુક્ત હતા. 1952માં સ્વતંત્ર ભારતની પ્રથમ સામાન્ય ચૂંટણી યોજાનાર હતી. આ અવસરે “અખિલ ભારતીય અનુસૂચિત જાતિસભા”ની કાર્યકારીણી બેઠક ઓક્ટોબર 1951માં ડો. આંબેડકરના દિલ્હી સ્થિત નિવાસસ્થાન હોર્ડિંગ એવન્યું ખાતે મળી હતી. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ તેમના નેતાઓ દ્વારા તૈયાર કરવામાં આવેલ ચૂંટણી ઢંઢેરા પર વિચાર વિમર્ષ કરવાનો હતો. આ બેઠકમાં એ વાત સ્પષ્ટ કરવામાં આવી હતી કે કોંન્ગ્રેસ, હિન્દુ મહાસભા અને ડાબેરીઓ સાથે કોઇ સમાધાન ન કરવું.
- જિગર શ્યામલન



Facebook Post :-

No comments:

Post a Comment