By Dr Tarun Chandrikaben Baldevbhai




Legalized #SaffronTerror in UP...

આતંકવાદી કોઈપણ ધર્મ નો હોઈ શકે, મુસલમાન હોઈ શકે , હિન્દુ કે અન્ય કોઈ ધર્મનો... પણ મોટા ભાગે આતંકવાદી તે ધાર્મિક-ચરમપંથી જ હોય. અને આવા કોઈ ધર્માંધ કટ્ટરપંથી વિચારધારા વાળા વ્યક્તિ ના હાથમાં કાયદો વ્યવસ્થા સાચાવવાની જવાબદારી હોય તો પ્રજા નિર્ભક કઈ રીતે હોય.?
ઉત્તરપ્રદેશ ના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ના "મુસલમાનો શાંતિથી નહીં રહે તો અમે તેમને તેમની ભાષામાં શાંતિથી રહેતાં શીખવીશું" તે સબબ ના નિવેદનો તે જે તે પ્રદેશ ની લઘુમતી કોમના લોકો માટે ચોક્કસ ભયભીત કરનારા હશે...આતંક ફેલાવનારા હશે.તેમના શાબ્દિક આતંકવાદના પુરાવા...
【1】-ઓગસ્ટ, 2014માં યોગીએ લઘુમતી સમુદાય પર હુમલો કરતા જણાવ્યું હતું કે, જ્યાં પણ તેમની સંખ્યા 10 ટકા કરતા વધુ વસ્તી છે ત્યાં રમખાણો થાય છે જ્યારે તેમની સંખ્યા 35 ટકાથી વધુ છે ત્યાં બિન મુસ્લિમો માટે જગ્યા નથી.
【2】- યોગી આદિત્યનાથે ઉત્તરપ્રદેશ ચૂંટણીના પ્રચાર દરમિયાન કૈરાનામાં હિન્દુઓના પલાયનનો મુદ્દો ઉઠાવી ધાર્મિક કાર્ડ ખેલવાનો પ્રયાસ કર્યો હતો. ફેબ્રુઆરી 2017 માં યોગીએ કહ્યું કે અમે પશ્વિમ ઉત્તરપ્રદેશને બીજું કાશ્મીર બનવા નહીં દઇએ.
【3】- જૂન 2016માં બીજેપી સાંસદ યોગી આદિત્યનાથે મધર ટેરેસાને લઇને વિવાદીત નિવેદન કરતા કહ્યુ હતુ કે, ટેરેસા જેવા લોકોએ ભારતમાં ઇસાઇકરણનો પ્રયાસ કર્યો છે. મધર ટેરેસા જેવા લોકો ક્યારેક ભારતમાં ઇસાઇકરણનું કામ કરે છે તો ક્યારેક ફાધર બનીને અહીં હિન્દુઓને દફનાવવાનું કાવતરું રચે છે.
【4】-જૂન, 2015માં આદિત્યનાથે કહ્યુ હતુ કે યોગ ઋષિઓએ આગળ વધાર્યો છે. હિન્દુસ્તાનમાં મહાદેવનો વાસ છે. જેણે યોગને લઇને કોઇ સમસ્યા છે તે હિન્દુસ્તાન છોડીને જઇ શકે છે. જેને સૂર્ય નમસ્કાર કરવા પર સમસ્યા છે તેમણે સમુદ્રમાં ડૂબી જવું જોઇએ.
【5】- નવેમ્બર 2015માં યોગી આદિત્યનાથે શાહરૂખ ખાનની તુલના આતંકી હાફિઝ સઇદ સાથે કરી હતી. આદિત્યનાથે શાહરૂખ ખાન પર આપતિજનક નિવેદન કરતા કહ્યુ હતું કે, શાહરૂખે સમજવું જોઇએ કે જો એક મોટી વસ્તીએ ફિલ્મ જોવાનું બંધ કરી દીધું તો શાહરૂખ રસ્તા પર આવી જશે. શાહરૂખ અને આતંકી હાફિઝ સઇદના નિવેદનો એક જેવા છે.
【6】 ઓગસ્ટ, 2014માં આદિત્યનાથનો એક વીડિયો વાયરલ થયો હતો જેમાં તેઓ કહી રહ્યા છે કે અમે નિર્ણય લીધો છે કે જો એક હિન્દુ છોકરીનું ધર્મ પરિવર્તન કરાવવામા આવશે તો અમે 100 મુસ્લિમ છોકરીઓનું ધર્મ પરિવર્તન કરાવીશું. બાદ મા આદિત્યનાથે કહ્યું કે, અમે આ વીડિયો પર કોઇ ટિપ્પણી કરીશું નહીં.
【7】- ઓક્ટોબર 2015 માં ચર્ચાસ્પદ દાદરી કાંડ પર આદિત્યનાથે કહ્યુ હતુ કે, ઉત્તરપ્રદેશ કેબિનેટ મંત્રી (આઝમ ખાન)એ જે રીતે સંયુક્ત રાષ્ટ્ર જવાની વાત કરી છે તેમને તરત જ હટાવી દેવામાં આવે. આજે મેં વાંચ્યું છે કે અખલાક પાકિસ્તાન ગયો હતો અને ત્યારબાદથી તેની ગતિવિધિઓ બદલાઇ ગઇ હતી. શું સરકારે એ જાણવાનો પ્રયાસ કર્યો કે આ વ્યક્તિ પાકિસ્તાન કેમ ગયો હતો. આજે તેના વખાણ કરવામાં આવી રહ્યા છે.
【8】- ફેબ્રુઆરી 2015માં યોગી આદિત્યનાથે કહ્યુ હતું કે, જો તેમને તક આપવામાં આવે તો તેઓ દેશની તમામ મસ્જિદોની અંદર ગૌરી-ગણેશની મૂર્તિ સ્થાપિત કરી દે.
【9】- ફેબ્રુઆરી 2015માં આદિત્યનાથે કહ્યુ હતું કે આર્યાવર્તએ આર્ય બનાવ્યા, હિન્દુસ્તાનમાં અમે હિન્દુ બનાવી દઇશું. અમે આખી દુનિયામાં ભગવો ઝંડો ફરકાવી દઇશું.
【10】 - ફેબ્રુઆરી 2015માં આદિત્યનાથે કહ્યું હતું કે, મક્કામાં બિન મુસ્લિમોને પ્રવેશવાની મંજૂરી નથી. વેટિકન સિટીમાં બિન ખ્રિસ્તીઓને પ્રવેશ મળતો નથી તો પછી આપણે ત્યાં કોઇ પણ વ્યક્તિ કેમ આવે છે?? દેશમાં મુસ્લિમોમાં જન્મદર વધારે છે. જેનાથી જનસંખ્યામાં અસંતુલન આવી શકે છે.



No comments:
Post a Comment