June 28, 2017

બંધારણવાળો બાબો ભાગ ૧

By Raju Solanki

આજકાલ ગુજરાતી અખબારોના કેટલાક ટુણીયાટ કટારલેખકો સતત એવો પ્રચાર કરી રહ્યા છે કે ડો. બાબાસાહેબ આંબેડકર બંધારણના ઘડવૈયા ન હતા અને તેમણે પોતે કહેલું કે તેઓ તો માત્ર ટાઇપિસ્ટ હતા. હમણાં ગુજરાત સરકારે બાળકોના કોઈ પાઠ્યપુસ્તકમાં પણ બંધારણના ઘડવૈયાઓની યાદી આપીને બાબાસાહેબનું મહત્વ ઓછું કરવાનો પ્રયાસ કર્યો હોવાનો આક્ષેપ થયો છે. 
બાબાસાહેબ બંધારણના ઘડવૈયા હતા એવું કહેવા માટે તર્કબદ્ધ દલીલો આપવી પડે. વિનોબા ભાવેએ બાબાસાહેબને આધૂનિક મનુ કહ્યા હતા એવું કહેવામાત્રથી ના ચાલે. ડો. બાલીના પુસ્તકના કેટલાક ઉદ્ધરણો મૂકી દેવાથી ના ચાલે. આ માટે તમારે થોડું અધ્યયન કરવું પડે. 
સૌ પ્રથમ તો ડો. રાજેન્દ્રપ્રસાદના એ વાક્યો યાદ કરવા પડે, જે તેમણે 26 નવેમ્બર, 1949ના દિવસે બંધારણસભાએ સર્વાનુમતે બંધારણ પસાર કર્યું તે પહેલાં બાબાસાહેબ માટે ઉચ્ચાર્યા હતા. બંધારણસભાના પ્રમુખ રાજેન્દ્રપ્રસાદે કહેલું,
"હું (મારું વક્તવ્ય) પૂરું કરું તે પહેલાં, મારે આ પ્રતિષ્ઠિત સભાના તમામ સભ્યોનો આભાર માનવો જ રહ્યો, જેમના તરફથી મને માત્ર સૌજન્ય જ નહીં, બલ્કે હું કહીશ કે તેમનો આદર અને પ્રેમ પણ મને પ્રાપ્ત થયો છે. (અધ્યક્ષની) ખુરશીમાં બેઠા બેઠા અને રોજેરોજની કાર્યવાહી નિહાળતાં મને સમજાયું છે કે જે ઉત્સાહ અને નિષ્ઠાથી મુસદ્દા સમિતિના સભ્યો અને ખાસ કરીને તેના ચેરમેન ડો. આંબેડકરે પોતાની નાદુરસ્ત તબિયત છતાં કામ કર્યું છે તે ભાગ્યે જ બીજું કોઈ કરી શક્યું હોત. એમને મુસદ્દા સમિતિમાં મુકવાના અને તેના ચેરમેન બનાવવાના નિર્ણય કરતા વધારે સારો નિર્ણય આપણે લીધો ન હતો કે લઈ શક્યા ના હોત. તેમણે ના માત્ર તેમની પસંદગીને ઉચિત ઠેરવી છે, બલ્કે તેમણે જે કાર્ય કર્યું છે તેમાં આભા ઉમેરી છે...."
(કોન્સ્ટિટ્યૂઅન્ટ એસેમ્બલી ડીબેટ્સ, વોલ્યૂમ 11, પેઇજ 994)
સંઘ પરિવારની ચડ્ડીઓને ચડ્ડીના બટન વાસવાનું પણ ભાન ન હતું, ત્યારે બાબાસાહેબે આ મહાન દેશનું બંધારણ રચીને આપણા પર બહુ મોટો ઉપકાર કર્યો છે.
- રાજુ સોલંકી



Facebook Post:-

No comments:

Post a Comment