June 28, 2017

બંધારણવાળો બાબો ભાગ ૨




By Raju Solanki
બંધારણની મુસદ્દા સમિતિમાં સાત સભ્યોની નિમણૂંક થઈ હતી. એમાંના એક ટી. ટી. કૃષ્ણામાચારી એ બંધારણના ઘડવૈયા તરીકેની ડો. બાબાસાહેબ આંબેડકરની ભૂમિકાને બિરદાવતા કહેલું કે,
"સભાને કદાચ એ વાતની જાણ છે કે તમે નિયુક્ત કરેલા સાત સભ્યો પૈકીના એકે સભામાંથી રાજીનામુ આપ્યું હતું અને તેમની જગ્યાએ અન્યને લેવા પડ્યા હતા. એક સભ્ય મૃત્યુ પામ્યા હતા. તેમની પૂર્તિ થઈ શકી ન હતી. એક સભ્ય અમેરિકામાં હતા અને તેમની જગ્યા ભરી શકાઈ ન હતી. એક સભ્ય સરકારી કામોમાં વ્યસ્ત રહેતા હતા, એટલે એમનું પદ ખાલી જેવું જ હતું. એક કે બે સભ્યો દિલ્હીથી દૂર રહેતા હતા અને કદાચ આરોગ્યના કારણસર તેઓ હાજર રહી શક્યા ન હતા. તેથી અંતે એવું બન્યું કે આ બંધારણનો મુસદ્દો ઘડવાનો બોજો એકમાત્ર ડો. આંબેડકરના શિરે આવ્યો હતો અને નિ:શંકપણે સરાહનીય રીતે આ કાર્ય સિદ્ધ કરવા બદલ આપણે એમના ઋણી છીએ એ બાબતમાં મને લગીરે શંકા નથી."
પ્રજાના કામો કરવાના બદલે ઉત્સવોના તાયફાઓમાં વ્યસ્ત ગુજરાત સરકારના અભણ, ઠોઠ નિશાળીયા જેવા પ્રધાનોને આ ઐતિહાસિક તથ્યની જાણ નથી.
- રાજુ સોલંકી




Facebook Post :-

No comments:

Post a Comment