September 19, 2017

ભગવો અને હિન્દુત્વ

By Rushang Borisa   || 26 August 2017 at 11:23 


છેલ્લા કેટલાક સૈકાઓથી "કેસરી" રંગ હિન્દુત્વની ઓળખ બની ચુક્યો છે. હિન્દૂ ધર્મ-સંસ્કૃતિ સાથે સંકળાયેલ લગભગ તમામ સંસ્થા-ટ્રસ્ટ-ધર્મસ્થાનો પોતાના અધિકૃત ચિહ્ન માં તરીકે કેસરી રંગ અચૂક ઉપયોગ કરે છે. હાલમાં હિન્દુત્વની રાજનીતિ કરતી સરકારના ભક્તો પણ જ્યાં-ત્યાં કેસરી કપડાં-સાયકલ-ઝંડા વગેરે લઈને રખડતા જોવા મળે. કેસરી રંગ ને લઈને બ્રાહ્મણવાદીઓ વડે એ હદે પ્રચાર કરવામાં આવ્યો છે કે હવે લોકો ભગવા રંગને જ હિન્દુત્વની વેશભૂષા માની બેઠા છે. પણ શું ખરેખર ભગવા રંગ અને હિંદુત્વને પ્રાચીન સંબંધો હતા?
આ વિષે શરૂઆત ઝંડા સમિતિની ભલામણો ઉપર ચર્ચા કરવા નિમાયેલ બેઠકથી કરીયે. ૨૨ જુલાઈ,૧૯૪૭ માં સંસદ મધ્યસ્થ હોલમાં મળેલ બેઠકમાં સભ્ય શેઠ ગોવિંદદાસની રજૂઆતનો એક ભાગ વાંચીયે.( ગોવિંદદાસ આઝાદીની લડાઈના ભાગીદાર હોવા સાથે હિન્દી ભાષાના જાણીતા લેખક તેમજ હિન્દૂ સંસ્કૃતિના ચાહક -જાણકાર પણ છે.)
"જયારે આપણે આપણા ધ્વજના રંગો દેખીયે ત્યારે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ.જે લોકો એવું કહે છે કે કેસરી રંગ હિદુત્વનું પ્રતિનિધિત્વ કરે છે તેમને હું કહેવા માગું છું કે તમે ખોટા છો.એ વાતમાં કોઈ શંકા નથી કે એક સમયે તે હિન્દુઓનો રંગ હતો.જયારે પેશ્વાઓનું રાજ ચાલતું હતું ત્યારે કેસરી રંગ હિન્દુઓનો રંગ કહેવાતો હતો. રાજપૂતો યુદ્ધમાં કેસરી રંગના કપડાં પહેરતા હતા. પરંતુ જો આપણે વધુ દૂરના સમય સુધી જઈએ તો આપણે સ્વીકારવું પડશે કે કેસરી રંગ તે સમયે કોઈ ધર્મપ્રતિક નહતો.તમે જાણતા જ હશો કે મહાભારતમાં રંગ વિષે કોઈ સવાલો નહતા.અર્જુનના રથ ઉપર હનુમાનનું ચિહ્ન હતું. કર્ણના રથ ઉપર હાથીનું ચિહ્ન હતું.એટલે કોઈ રંગ ને હિન્દૂ ધર્મના પ્રતીક રૂપે માનવું ઐતિહાસિક રીતે ખોટું છે.....મને એ જાણીને ઘણું દુઃખ થયું કે કેટલાક કોમવાદી તત્વોએ ધ્વજના રંગોને લઈને (તોફાની) કાર્યક્રમો કર્યા; પણ મને વિશ્વાસ છે કે સમય જતા જયારે તેમને ભાન આવશે ત્યારે તેઓને પોતાના કાર્યો ઉપર શરમ આવશે......જ્યાં સુધી લીલા રંગની વાત છે, એક સમય હતો જયારે દેશમાં આ રંગે સ્વતંત્રતાની લડાઈમાં ભૂમિકા ભજવી હતી.હું તમને ૧૮૫૭ના સ્વતંત્રતા સંગ્રામ વિષે યાદ અપાવવા માંગુ છું.તે સમયે આપણા ધ્વજનો રંગ લીલો હતો અને આપણે સૌએ સાથે લડાઈ લડી હતી.ત્યારે લીલો રંગ માત્ર મુસ્લિમ કે હિન્દૂ નો પ્રતીક નહતો, પણ સમસ્ત આઝાદીની ચળવળનો રંગ રહ્યો હતો...."

અહીં ગોવિંદદાસે રાષ્ટ્રધ્વજના રંગો કોમવાદી છે તે દાવાનું  ખંડન કર્યું હતું. તે સમયે હિન્દુવાદી તત્વો ધ્વજને પૂર્ણ રીતે કેસરિયો રંગવા માંગતા હતા અને આ જ તત્વોએ રાષ્ટ્રધ્વજને રસ્તાઓ ઉપર ફેંકી બહિષ્કાર કર્યો હતો.
ગોવિંદદાસનું ઉપરોક્ત નિવેદન ટૂંકું અને સામાન્ય જણાય, પણ જો ઊંડાણપૂર્વક તપાસીએ તો કેસરી રંગને હિન્દૂ ધર્મ સાથે જોડવું એ એક સાતિર બ્રાહ્મણવાદી તરકીબ ભાસે.
  • જો આપણે વેદિકકાળના ગ્રંથો (વેદો) ને તપાસીએ તે તેમાં ક્યાંય કોઈ રંગને વિશેષ પ્રાધાન્ય આપવામાં આવ્યું નથી. પ્રાચીનતમ ઋગ્વેદમાં દેવો-કથાઓનું જે વર્ણન છે તેમાં ક્યાંય કેસરી રંગનો ઉલ્લેખ નથી. વેદો જે વિધિ-કર્મકાંડોથી ભરેલા છે તેમે ક્યાંય ભગવા રંગનો ઉલ્લેખ નથી. એટલે કે વૈદિકકાળમાં ઋષિઓ,દેવો કે ઘાર્મિક ક્રિયાકાંડમાં કેસરી તો ઠીક, કોઈ પણ રંગને મહત્વ મળેલ ના હોય ; સિમ્બોલાઈઝેશન નો વિચાર તો કોસો દૂર રહે.
  • હવે વેદોથી આગળ રામાયણ-મહાભારત (ભલે મિથીહાસ હોય, પણ કાળગણના પ્રમાણે વિશ્લેષણ થઇ શકે છે) ના સમય તરફ વધીયે. અહીં, પણ કેસરીયાને કોઈ અગ્રતા આપવામાં આવી હોય તેવા તથ્યો મળ્યા નથી. બાલકાંડમાં વિષ્ણુને પીળા વસ્ત્રો પહેરતા દર્શાવ્યા છે. જયારે કૌશલ્યાને ધાર્મિક વિધિમાં સફેદ વસ્ત્ર પહેરતા દર્શવયા છે.(અયોધ્યાકાંડ>સર્ગ-૨૦) તેવી જ રીતે રામાયણમાં સફેદ અને સિલ્ક ના વસ્ત્રોનું વર્ણન દેખી શકાય છે. નવાય ની વાત એ છે કે ટીવીમાં જે રામાયણની ધારાવાહિકો બતાવવામાં આવે છે તેમાં વનવાસ જતા વેળાએ રામને ભગવા વસ્ત્રોમાં બતાવવામાં આવે છે. જયારે વાલ્મિકી રામાયણમાં વસ્ત્રો વિષે કોઈ નોંધ નથી.તેથી વિપરીત સીતાના અંગરક્ષક ત્રીજાતા ને આવેલ સ્વપનમાં રામને સફેદ વસ્ત્રોમાં બતાવ્યા છે. પણ જો ધાર્મિક વિધિ તરફ જઈએ તો વનવાસ બાદ પરત આવેલ રામના સ્વાગત માટે બ્રાહ્મણોએ સફેદ વસ્ત્રો પહેર્યા હતા.(યુદ્ધકાંડ>સર્ગ-૧૨૭) બીજા શબ્દોમાં કહું તો રામાયણ એ વાત તરફ ઈશારો કરે છે કે ધાર્મિક ક્રિયામાં સફેદ રંગના વસ્ત્રોનું મહત્વ હતું. ઉપરાંત, ઋષિ  ભારદ્વાજને પણ સફેદ વસ્ત્રોમાં બતાવ્યા છે.(અયોધ્યાકાંડ>સર્ગ-૯૦) ઉપરોક્ત ,રજૂઆતથી એટલું તો સ્પ્ષ્ટ થાય જ છે કે ભગવા રંગને રામ સાથે પણ કોઈ સંબંધ નહતો. અત્યારે જે રીતે હિન્દુવાદીઓ રામમંદિરને લઈને ભગવા ઝંડા નો દેખાડો કરે તે તે ખરેખર વિચિત્રની સાથે હાસ્યાસ્પદ પણ લાગે.
  • મહાભારતમાં પણ વેદો અને રામાયણની માફક ભગવા રંગને લઈને ધાર્મિક ઉલ્લેખ જોવા મળતો નથી. ઉલટું, મહાભારતના એક કિસ્સામાં બ્રાહ્મણોને સફેદ વસ્ત્રોમાં બતાવ્યા છે.(મહાભારત.૧૨.૧૭૧) મહાભારતમાં ૩ સ્થાને કેસરી(પીળા અને લાલનું મિશ્રણ) જોવા મળે છે.જેમાં એક સ્થાને આત્મશાંતિ(નિર્વાણ?) ઇચ્છુક મુનિના વસ્ત્ર કેસરી બતાવ્યા છે. બીજા સ્થાને યતિમુનિઓ સફેદ અથવા લાલાશ પડતા(કેસરી) વસ્ત્રો પહેર છે તેવું લખ્યું છે. જયારે શ્રાદ્ધવિધિના વર્ણનમાં ચાંડાલોની સાથે સાથે ભગવાવસ્ત્રધારીની હાજરી ઉપર પ્રતિબંધ મુક્યો છે!( કેમ ભગવા એ શ્રાદ્ધનું શું બગાડ્યું હશે?) પણ એકદંરે ધર્મને લઈને રંગનું કોઈ મહત્વ જોવા મળતું નથી. ઋષિમુનિઓ અને બ્રાહ્મણોની સૈકડ઼ોં કથાઓથી ભરપૂર મહાભારતમાં કોઈ ઋષિને ભગવામાં વર્ણવ્યા હોય તેવો ઉલ્લેખ જોવા મળતો નથી. ઉલટું, મહાભારતના મુખ્ય એવા ૨ બ્રાહ્મણ પાત્રો-  દ્રોણાચાર્ય અને કૃપાચાર્યને સફેદ વસ્ત્રોમાં સજ્જ બતાવ્યા છે.....દુનિયાના સૌથી વિશાલ ધર્મગ્રન્થની બડાશ મારતા હિન્દુવાદીઓ પહેલા જાણી લે કે આટલા વિશાલ ગ્રંથમાં તમારો ભગવો ક્યાંય લહેરાતો નજરે પડતો નથી.
  • વેદો,રામાયણ,મહાભારત ઉપરાંત ઉપનિષદોમાં પણ ભગવાનું ક્યાંય સ્થાન નથી. હિન્દૂ ધર્મ,સમાજ અને રાજનીતિની નિયમાવલી અને બ્રાહ્મણપ્રિય મનુસ્મૃતિએ પણ કેસરીયાને રદિયો આપ્યો છે. મનુસ્મૃતિએ પોતાના એક પણ નિયમમાં કેસરી રંગને ફરજીયાત રાખ્યો નથી.

ઉપરોક્ત લખાણ એટલું સાબિત કરવા પૂરતું છે કે ગુપ્તકાળ પહેલા હિન્દૂ સંસ્કૃતિમાં કેસરી રંગનું મહત્વ ના બરાબર હતું. ઉપરાંત, અનુમોર્યયુગ(બીજી સદી બાદ) લખાયેલ પુરાણો પણ કેસરીયાને પ્રાધાન્ય આપતા નથી.ઉલટું, લિંગ પુરાણમાં (જ્યાં સુધી મને યાદ છે) શિવલિંગ બનાવવાની વિધિનું વર્ણન છે. જે મુજબ બ્રાહ્મણ સફેદ માટીનું, ક્ષત્રિય લાલ માટીનું ,વૈશ્ય પીળી માટીનું અને શુદ્ર કાળી માટીનું લિંગ બનાવી શકે છે. બીજા શબ્દોમાં, રંગોને લઈને જો કોઈ અગ્રતાક્રમ આપીયે તો તે સફેદ રંગને અપાવી જોઈએ.
ટૂંકમાં, હિન્દૂ ધર્મના મૂળભૂત ગ્રંથોમાં કેસરી/ભગવા રંગનું મહત્વ જોવા મળતું નથી. કારણ પણ સહજ છે કે અનેક દેવી-દેવતાઓથી ભરચક ગ્રંથોએ અલગ-અલગ દેવી-દેવતાઓમાં માટે વિવિધ ચિહ્નો આપેલ છે. એટલે કોઈ ખાસ ચિહ્ન સમસ્ત ધર્મનું પ્રતિનિધિત્વ કરી શકે નહીં. છતાં રહસ્ય એ રહ્યું કે જે રંગનો ઉપયોગ ધર્મમાં થયો નથી, તેનો ઉપયોગ વર્તમાનમાં ધર્મના ઠેકેદારો કેમ કરે છે? શું ઈરાદાઓ હોય શકે?
ઉપરોક્ત લખાણ એટલું સાબિત કરવા પૂરતું છે કે હિન્દૂ ધર્મના મૂળભૂત ગ્રંથોમાં કોઈ પણ રંગને વિશેષ પ્રતિનિધિત્વ મળ્યું નથી.એટલે ભગવા અને હિન્દુત્વની જોડી ઘણા સૈકા બાદ બની હોવી રહી. તે માટે આપણે હિન્દૂ સંસ્કૃતિથી દૂર થઇ અન્યત્ર શોધખોળ કરવી જોઈએ. અને તે માટે સૌથી યોગ્ય દિશા બુદ્ધિઝમ તરફની જણાય છે ,કારણ કે આ દેશ એક કાળે બૌદ્ધમય રહ્યો હતો.
નોંધનીય વાત એ રહી બૌદ્ધ ગ્રંથોમાં કષા રંગનો (Reddish yellow; બીજા શબ્દોમાં કેસરી) ઉલ્લેખ સ્પષ્ટ જોવા મળે છે. બૌદ્ધ ગ્રંથો મુજબ બૌદ્ધ ભિક્ષુઓ ગેરુઆ રંગ (જે કેસરી રંગનો જ એક શેડ છે)ના વસ્ત્ર પહેરતા હતા. હિન્દૂ ધર્મના મૂળ ગણાતા વેદોમાં કેસરીયાનો ઉલ્લેખ નથી, પરંતુ બૌદ્ધ ધર્મના મૂળગ્રંથ "ધમમપદ" માં ગેરુઆ કાપડનો ઉલ્લેખ છે.

ચાલો ધમ્મપદના સંદર્ભોને ચકાસીએ
  • "જેનું ચરિત્ર ભ્રષ્ટ છે; જેમાં આત્મસંયમ અને સત્યનો અભાવ છે તે કેસરી કપડાને લાયક નથી."- ધમ્મપદ.૧.૯
  • "જેનું ચરિત્ર ભ્રષ્ટચારથી મુક્ત છે;જેમાં મૂલ્યો રોપાયેલા છે તેમજ આત્મસંયમ અને સચ્ચાઈ છે તે જ કેસરી કપડાને લાયક છે." - ધમ્મપદ.૧.૧૦

બીજા એક સંદર્ભમાં બુદ્ધે ભગવા રંગનું ઉદાહરણ આપી કટાક્ષ કર્યો છે.કટાક્ષ મૂળભૂત રીતે દંભીપણા ઉપર છે.લેટ્સ રીડ ઈટ.
  • "ઘણા દુષ્ટ અને અનિયંત્રિત લોકો કેસરી કપડાં પહેરે છે. છતાં પણ આ દુષ્ટ લોકો પોતાના કર્મોને લીધે આખરે દુઃખશોક ને પામશે." -ધમ્મપદ.૨૨.૨
ધમ્મપદ એકન્દરે ટૂંકો ગ્રંથ હોવા છતાં આ સંદર્ભો સાબિત કરે છે કે બૌદ્ધ ભિક્ષુઓ કેસરી વસ્ત્ર પહેરતા હતા.(જો કે બુદ્ધ પોતે આ જ રંગ તો ઓઢતા હતા!)



હવે,ત્રિપિટક ના સંદર્ભો ટાંકીએ...
બૌદ્ધગ્રંથ તેવીજજા-સુત્તામાં બુદ્ધના ગૃહત્યાગ પછીનું વર્ણન છે. જેમાં વૈરાગી બનેલ તથાગતે કેસરી વસ્ત્ર પહેર્યા હતા તેવું કહ્યું છે. આ વાતનું પુનરાવર્તન સમણાફળ-સુત્તામાં દોહરાવ્યું છે. સુત્તાનો તે ભાગ વૈરાગ્યજીવનના ફળો વિષે જણાવે છે.સુત્તનિપાતના ઉરગવજ્જા પ્રકરણમાં એકાકી જીવન વિષે વર્ણન છે. તેમાં ભિક્ષુએ કેસરી વસ્ત્ર પહેરવા તેવો ઉલ્લેખ છે. બૌદ્ધગ્રંથ મહાવજ્જામાં ગૌતમ બુદ્ધને ભગવા વસ્ત્રોમાં દર્શાવ્યા છે.એક બૌદ્ધ સાહિત્યમાં મૃત વ્યક્તિના અંતિમ સંસ્કાર વિષેનું વર્ણન છે; જેમાં સફેદ વસ્ત્રોને કેસરી રંગે રંગવામાં આવે છે. એ પણ જાણવું રહ્યું કે બુદ્ધિઝમમાં કેસરી રંગને મુક્ત મન માટેનું પ્રેરકબળ માનવામાં આવે છે. એટલે જ તો વિદેશોમાં ફેલાયેલ બૌદ્ધ ભિક્ષુઓ પણ ગેરુઆ કાપડ ઓઢે છે!
આટલું સમજ્યા પછી એ તારણ કાઢવું તો સહેલું છે કે બુદ્ધિઝમ પહેલા ભારતમાં કેસરી રંગ કોઈ ધર્મનું પ્રતીક નહતો , પણ બૌધ્ધોનું પહેરણ કેસરી હતું. છતાં પણ કોયડો એ રહ્યો કે હાલમાં ભારતમાં બૌદ્ધ ધર્મ નામશેષ હોવા છતાં ,કેવી રીતે હિન્દુત્વની ઓળખ બન્યો હશે?
  • મારુ સ્કેપટીક માઈન્ડ મને અહીં બ્રાહ્મણવાદ તફર દોરી જાય છે. બુદ્ધિઝમ સામે ચડિયાતા બનવા બ્રાહ્મણોએ પ્રતિ-ક્રાંતિ માર્ગે અનેક તરકીબો-કાવાદાવાઓ અજમાવ્યા હતા. તો કેસરી રંગ ને હિન્દુત્વ સાથે સાંકળવાનું શ્રેય નીઓ-હિન્દુઈઝમને મળવું જોઈએ. હાલમાં ટીવી,સામયિકો કે ચિત્રો માં જે રીતે પ્રાચીન ઋષિ-બ્રાહ્મણોને ભગવા માં બતાવવામાં આવે છે તે તદ્દન વાહિયાત છે. પ્રાચીન હિન્દૂ ધર્મ કોઈ રંગ ને મહત્વ આપતું નહતું તે વિષે ઉપર જણાવ્યું જ છે. છતાં પ્રછન્ન બુદ્ધ કહેવાતા એવા આદિશંકરાચાર્ય પોતે ભગવા પહેરતા હતા! અને આ જ બ્રાહ્મણે ભારતમાં બુદ્ધિઝમનું પતન નક્કી કર્યું હતું.
  • હું એવું કહેવા માંગુ છું કે બ્રાહ્મણો એ સામ નીતિનો ઉપયોગ કરી બૌદ્ધો ને હરાવ્યા બાદ ,કેસરીયાની ઉઠાંતરી પણ કરી હશે. આ સામનીતિ મનોવૈજ્ઞાનિક રમત તરીકે પણ કારગત નીવડી શકે. શત્રુ ને તેમના જ હથિયાર થી હરાવવાની ટેક્નિક એટલે બ્રાહ્મિનક સામનીતિ. બૌદ્ધ ધર્મને લઈને બહુજનોમાં ભિક્ષુઓ પ્રત્યે ઘણું માન હતું. એટલે તે સમયના સત્તા-માન ભૂખ્યા બ્રાહ્મણોએ ભગવા વસ્ત્રો પહેરી ઉપદેશો આપવાનું શરુ કર્યું હશે.જેનું ઉત્તમ ઉદાહરણ આદિશંકરાચાર્ય ગણી શકાય. એટલે કે આ માર્ગે બુદ્ધિઝમનું બ્રાહ્મણીકરણ (કે પછી બ્રાહ્મણત્વનું બોધિકરણ) પણ થયું હોવું રહ્યું ,જેને બ્રાહ્મણોની પુનઃક્રાંતિ કહેવું ખોટું નથી.એટલે કે પાંચમી કે છઠ્ઠી સદી  પછી વસ્ત્રોને લઈને રમત રમાય હશે; જેને સફળ થતા પણ કેટલાક સૈકાઓ તો લાગ્યા જ હશે. કદાચ ૧૦મી સદી પછી. બ્રાહ્મણવાદીઓની તરકીબો-ષડયંત્રો સમજવા ખરેખર કપરા છે. આંબેડકરે બરાબર કહ્યું હતું કે બ્રાહ્મણોના મગજમાં પણ મગજ હોય છે. બહુજનોના મગજમાં બૌદ્ધો ને લઈને ભગવા રંગે જે છાપ કાયમ કરી હતી તેનો રેડીમેડ ફાયદો બ્રાહ્મણોએ ઉઠાવ્યો હશે. અને બાદમાં બુઘ્ધવિહીન હિંદુઓમાં બ્રાહ્મણોએ ફરી વર્ચસ્વ મેળવ્યું હશે. બ્રાહ્મણ પક્ષે આ પ્રકિયા અઘરી નહીં,પરંતુ સાવ સરળ રહી હશે.
  • અહીં, વેદિકકાળ,પ્રાચીન હિન્દૂ સંસ્કૃતિ,બુદ્ધિઝમ અને પોસ્ટ-બુદ્દિસમ સમયને લોજીકલી તપાસતા એવું કહી શકાય કે ભગવો બૌદ્ધો નો રંગ હતો. જો કે તે પણ બુદ્ધ ધર્મનું પ્રતિનિધિત્વ કરતો નથી.
  • હવે, ગોવિંદદાસના નિવેદન તરફ પાછા જઈએ...
    કાલિદાસ,બાણભટ્ટ કે અન્ય સમકાલીન કવિ-સાહિત્યકારોએ ભગવા ને સંસ્કૃતિના પ્રતીક સમાન માન્યા હોય તેવા અંશો રચનાઓમાંથી મળતા નથી. નથી મીરાંબાઈના પદો કે તુલસીદાસની રામાયણમાં ભગવો લહેરાતો જોવા મળતો. પણ જરૂર પાછળ બારણે ભગવા ને લઈને રાજનીતિ રચવામાં આવી હશે અને જેનું ફળ ઘણા લાંબા સમય બાદ જોવા મળ્યું. અત્યારે તેઓ આ વિષયમાં સફળ થઇ ગયા હોય તેવું જણાય છે.
  • બેશક ઈ.સ.૧૬૫૦ પછી સ્થાપાયેલ પેશ્વારાજમાં  કેસરી રંગ પ્રદેશનું પ્રતિનિધિત્વ કરતો હતો. રાજપૂતો પણ મર્યાદિત પ્રદેશ પૂરતા હોય ,કોઈ ધર્મ નહીં પણ રાજસત્તાના રૂપે કેસરિયો પહેરતા હતા. પણ તે પૂર્વે જ ભગવા એ બુદ્દિસમના માધ્યમે હિન્દૂઓ ઉપર અસર કરી હતી. જેનો સગવડીયો પ્રયોગ બુદ્ધિઝમ પછી કરવામાં આવ્યો હોય શકે.


ઘણા લાંબા સમય પછી બ્રાહ્મણવાદીઓએ બહોળા પ્રચાર વડે હિન્દૂ ધર્મને ભગવા ની નવી પહેચાન આપવા કેસરિયો વાપર્યો છે. (કે બોલો ને વાપરી રહ્યા છે.)મારા ખ્યાલથી આવું કરવું તે બ્રાહ્મણવાદીઓની મજબૂરી પણ હોય શકે.કારણ કે આ તત્વોનો ઉદેશ્ય લોકહિતમાં નહીં, પરંતુ રાજનીતિ-સત્તામાં રહ્યો છે.અને અને વર્તમાનમાં તેઓની ઘણી એક પછી એક લપડાકો મળી હોય આવી ટેક્નિક સશક્તિકરણ  હેતુ કારગત નીવડી શકે.
"ભગવા હમારી પહેચાન હે" , "भगवा हमारी आन भगवा हमारी शान भगवा से हि हिंदू भगवा से हिन्दुस्तान" , "હમારા ખૂન ભગવા હે" વગેરે નારેબાજી કરી ડંફાશો મારતા અને વિધર્મીઓને ભાંડતા હિન્દુવાદીઓ; પહેલા હિંદુત્વને જાણો. હિન્દુત્વનું ભગવાકરણ કરી ખરેખર ધર્મના ઠેકેદારો જ ધર્મદ્રોહ કરી રહ્યા છે.
ભગવા ઝંડા લઈને રખડતા તત્વો ઉપર હસવું કે રડવું તેની તો ખબર નહીં. પરંતુ ,બુદ્ધિઝમમાં જે રંગ મુક્ત ચિત્ત માટે પ્રયોજાયો હતો તે જ રંગ અત્યારે લોકોના મગજ બંધિયાર બનાવવામાં વપરાતો હોય દુઃખ તો થાય...

No comments:

Post a Comment