June 17, 2017

શું ખરેખર કિન્નર હોવું એ દેવી પ્રકોપ ગણી શકાય...????

ટ્રાન્સજેન્ડરોની એક આખી જમાત દુનિયાભરમાં વસે છે. આ એક એવી અવસ્થા છે જેમાં શારીરીક દેખાવ પુરૂષનો પરંતુ અંદરના ગુણ, સ્વભાવ સ્ત્રૈણ હોય છે. મોટા ભાગે શરીરમાં પુરૂષત્વનું નિયમન કરતા હોમોઁન્સનું સંતુલન ખોરવાઈ જતા પેદા થતો આ એક જાતનો જન્મજાત રોગ જ ગણી શકાય જે માનસિક રીતે વધુ હાવી હોય છે. આ માનસિકતા જન્મથી જ શરૂ થાય છે. અને જેમ વય વધે તેમ પ્રભાવી બનતી જાય છે.
ટ્રાન્સજેન્ડરો અનેક નામે ઓળખાય છે... પાવૈયા, હીજડા, કિન્નર..etc આ લોકો દુનિયાના દરેક દેશોમાં જોવા મળે છે.
શારીરીક બાંધો પુરૂષ જેવો હોય પણ માનસિકતા અને બોડી લેંગ્વેજ સ્ત્રીની હોય છે.. પોતાની આ અવસ્થાને એ લોકો બહુચરમાતાને પ્રકોપ કે શાપ માને છે. આવા લોકો સદાય પોતાની જાતને બહુચરમાતાના દોષી ગણાવે છે અને ખોટા ખોળીયામાં ભરાઈ ગયાનો વસવસો વ્યક્ત કરતા રહે છે. આમાંના કેટલાક ઘરબાર છોડી પોતાના જેવા લોકો સાથે ભળી જાય છે. ત્યાં વિધીપુવઁક તેમને પુરૂષત્વની ઓળખ એવા લિંગને દુર કરી કાયદેસર પાવૈયા બનાવવામાં આવે છે.
આ લોકો બહુચર માતા દ્વારા અપાયેલ શાપનું નિવારણ કરવા માટે માતાના પરમ ભક્ત બની માતાની ભક્તિ કરી આવતો જન્મ પુણઁ મરદનો મળે તે માટે ક્ષમા યાચના કરવામાં આખુ જીવન એમ જ પસાર કરે છે.
કિન્નરોની બહુચરમાતાની ભક્તિ પાછળ પણ હંમેશની જેમ કહેવાતી ચમત્કારો અને પરચાઓથી ભરપુર કથા છે....જે મેં સાંભળેલી છે... બહુ સમય પહેલા સાંભળેલી છે એટલે ભુલચુક લેવી દેવી...
બહુચરાજી પાસે આવેલ ગામ કાલરીનાં રાજા અને તેમના મિત્ર રાજા વચ્ચે સંતાનોનાં અવતરણ પહેલા વચન આધારીત લગ્ન નક્કી કરવામાં આવે છે. પણ સંજોગોવશાત બન્નેના ઘરે દિકરીઓ જન્મ લે છે.
કાલરીનો રાજા પોતાને ઘેર દિકરી જન્મી એ વાત દુનિયાથી છુપી રાખી દિકરો જન્મયો હોવાની વાત વહેતી કરે છે. અને બીજી તરફ પોતાની દિકરીને છોકરીની જેમ નહી પણ છોકરાની જેમ ઉછેરવાનું શરૂ કરે છે....વિતતા સમયની સાથે એ કુંવરી મોટી થતી જાય છે... એક વાર કાલરીની રાજકુમારના વેશે ઉછરેલી રાજકુમારી પોતાની ધોડી પર શિકાર કરવા બહુચરાજી પાસે આવી ચડે છે. જ્યાં એક તળાવમાં ચમત્કાર જોવા મળે છે.
એક માદા કુતરી તે તળાવમાં તરીને સામે કાંઠે પહોંચે ત્યારે નર કુતરો બની ગયાનો ચમત્કાર જોવા મળે છે. આ જોઈ રાજકુમારી પોતાની ઘોડીને તળાવમાં જવા મજબુર કરે છે.. માદા ઘોડી પણ તળાવમાં નહાતા જ નર ઘોડો બની જાય છે. આખરે શંકા દુર કરવા રાજકુંવરી પોતે જ તળાવમાં નહાય છે અને રાજકુમારીમાંથી રાજકુમાર બની જાય છે... બસ તળાવમાં નહાતા વેંત સીધુ જ સેક્સ ચેંન્જ બની જતા તેના હરખનો પાર રહેતો નથી. આ વાતની જાણ રાજાને થતા તે હરખાય છે. આને બહુચરમાતાનો ચમત્કાર ગણી અગાઉ અપાયેલ વચન મુજબ કુંવરીમાંથી કુંવર બનેલ કાલરીના કુંવરના લગ્ન થાય છે... બધુ સમુસુતરૂ પાર પડે છે...
આ સમગ્ર કથામાં તળાવ પર બહુચરમાતાની કૃપા હોવાની વાત રજુ કરવામાં આવી છે.
આ કથાના સહારે કેટલાય કિન્નરો આજે પણ બહુચરમાતાનો ચમત્કાર અનુભવવા માટે પેલા તળાવમાં નહાઈને પોતાની અદ્રશ્ય બની ગયેલ મરદાનગી પાછી પામવા આતુર છે.
હવે સવાલ એ છે કે દુનિયામાં બધે જ આ જમાત જોવા મળે છે.. જો ભારતમાં બહુચરમાતાનો પ્રકોપ હોય તો અમેરિકા, પાકિસ્તાન, ચીનમાં શેનો પ્રકોપ ગણવો...?
શું ખરેખર કિન્નર હોવું એ દેવી પ્રકોપ ગણી શકાય...????
બીજુ આવું તળાવ ખરેખર હોઈ શકે જેમાં નહાતાની સાથે જ સેક્સ ચેંન્જ થઈ જતુ હોય..??
આવી કાલ્પનિક માન્યતાઓ ક્યાં સુધી લોકમાનસ પર કબજો જમાવી રાખશે...
જિગર શ્યામલનનાં જયભીમ.....


Facebook Post:-

No comments:

Post a Comment