June 17, 2017

ધર્મ એ માણસને શું આપ્યું ???

માણસે ધર્મ ને શું આપ્યું...?? અને તેને આનુસંગિક બીજો પ્રશ્ન છે કે... ધર્મ એ માણસને શું આપ્યું ???

માણસે ધર્મને પોતાનો સમય આપ્યો...
પોતાની સંપતિ આપી...
પોતાનું સમગ્ર જીવન આપ્યું...
ધર્મને ખાતર માણસે પોતાની ઈચ્છાઓ..... પોતાની સ્વતંત્રતા અને પોતાની બાળ સહજ જિજ્ઞાસાને જીવતી દફનાવી દીધી.

ધર્મનું આચરણ કરતા કરતા એ માણસ ન જાણે ક્યારે એક ચાવીવાળું રમકડું બની ગયો કંઈ ખબર જ ન પડી. એવું ચાવીવાળું રમકડું જે પોતાની રીતે કંઈ વિચારી શકે નહી... પોતાની રીતે કંઈ કરી શકે નહી.. એને બસ ચાવી ભરવામાં આવે ત્યારે અમુક હદમાં ઘુમરીઓ ફરતો રહે. તાળીઓ પાડતો રહે કે ગુંલાટીઓ ખાતો રહે.

ધર્મએ માણસને શું આપ્યું...??
ગ્રંથોમાં લખેલ વાતો જ સત્ય માનવાની માંદી માનસિકતા...,
માણસની સ્વતંત્ર મૌલિક વિચાર શક્તિનો નાશ....
એક માણસ તરીકે મનગમતું કરી શકવાની સ્વ
તંત્રતાનો ક્ષય....
વ્યાજબી અને ગેરવ્યાજબી દરેકેકરેક ઈચ્છાઓનો ત્યાગ...
એક જાતનું ગભરુપણું...,
જોયા વગરના અજાણ પરિબળોથી સતત લાગતો ફફડાટ કે ડર....,
પેઢી દર પેઢી ચાલી આવતી કટ્ટર માનસિકતા....,
એકબીજાની પાછળ આંખોમીંચી ચાલતી ધેંટાની ટોળાશાહી...,
માણસ પ્રત્યે રાખવામાં આવતી આભડછેટ...,
સતત વધતી ગરીબી....,
સમાજની નસેનસમાં રૂઢ બની ગયેલ જાતિવાદ...,
અને છેલ્લે મારો જ ધર્મ શ્રેષ્ઠ વાળી માનસિકતાથી પેદા થયેલ આતંકવાદ...,
આપણે એ વાત સદા માટે ભુલી જઈએ છીએ કે માણસનું અસ્તિત્વ છે માટે ધર્મ છે.... ધર્મનું અસ્તિત્વ છે માટે માણસ નથી...
જિગર શ્યામલનનાં જયભીમ...............



Facebook Post :-

No comments:

Post a Comment