May 16, 2017

ભક્ત બની ભક્તિ કરવી એટલે પોતાની કબર હાથે ખોદવી.....!!!! : જિગર શ્યામલન

પછાતોને ખબર નથી એમને કેવી ગુલામીમાં ફસાવી દીધા છે...????
શુદ્રો માટે સમયાંતરે અવાજ ઉઠાવનારા તમામ યુગપુરૂષો કે નાયકોને દેવીય અંશમાં ખપાવી દેવાનું વ્યવસ્થિત ષડયંત્ર ચલાવ્યું હતું જેથી શુદ્રો આવા મહાપુરૂષોના સાચા અનુયાયી બનીને તેમના વિચારોનો ફેલાવો કદીય ન કરી શકે...માત્ર અને માત્ર ભક્ત બનીને જ સંતોષ માની લે.
આ પ્રકારની વ્યવસ્થિત ચાલ અજમાવવામાં આવી છે. પછાત સમાજમાં કોઈ પણ વ્યક્તિએ જ્યારે સમાજના અધિકાર માટે અવાજ ઉઠાવવાની શરૂઆત કરી ત્યારે ત્યારે તે વ્યક્તિનો યેનકેન પ્રકારે નાશ કરી તેની સાથે ઉપજાવી કાઢેલ કાલ્પનિક વાતાઁઓ, ગપ્પાઓ જોડી દેવામાં આવ્યા.
સમાજમાં એક વૈચારિક ક્રાન્તિ ફેલાવનાર.., આત્મા.., પરમાત્મા.., ઈશ્વર.., સ્વગઁ..,નરક...., જન્મ.., પુનઁજન્મના ખ્યાલોને ખોટો પ્રચાર, ભ્રામક માન્યતાઓ પાખંડ ગણાવનાર રેશનલ બુધ્ધને વિષ્ણુંનો નવમો અવતાર ધોષિત કરી દેવામાં આવ્યો અને એ બહાને બુધ્ધને હિન્દુ ધરમ સાથે જોડવાનો પ્રયાસ કરી
બૌધ્ધ ધમઁને હિન્દુ ધમઁનો જ એક ભાગ ગણાવવાનું વ્યવસ્થિત ષડયંત્ર ગોઠવવામાં આવ્યું. આમ કરીને બુધ્ધના મૌલિક ઉપદેશોને હિન્દુ ધમઁના નામે પચાવી પાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો.
બુધ્ધના પ્રતિક એવા હાથીને ગણપતિની કાલ્પનિક વાતમાં એવા ભેળવી દીધા કે પછાતો એક નહી પણ દસ દસ દિલસ ગુલામી કરવા તૈયાર બની ગયા.....
અસ્પૃશ્યતા સામે સૌપ્રથમ જંગ છેડનાર વણકર યુવાન માયાની બલિદાનના આડમાં હત્યા કરી તેને પાણી માટે બલિદાન આપનાર બત્રીસ લક્ષણા વીર સંત ગણાવી માયાની વિચારધારાની આગ ફેલાય તે પહેલા જ ટાઢુબોળ પાણી રેડી દેવામાં આવ્યું.
ચમારજાતિમાં જન્મેલા રોહીદાસને પુવઁજન્મના બ્રાહ્મણ બતાવવામાં આવ્યા તેવી જ રીતે વણકર કબીરને બ્રાહ્મણીનો ત્યજાયેલ પુત્ર ગણાવી એમને પણ ખોળે લેવાનો પ્રયાસ પણ કયોઁ....
પણ... તમામ પ્રયાસો કરી જોયા તો પણ બાબા સાહેબ આંબેડકરને કદીય અપનાવી ન શક્યા.. કારણ..???????
એમને નડે છે.....!!!!!
બાબા સાહેબનો જીવન સંધષઁ...
બાબા સાહેબે કરેલ સંશોધન..,
બાબા સાહેબે લખેલ પ્રકાશિત કરેલ પુસ્તકો...,
અને ખાસ તો બાબા સાહેબે કરેલ ધમઁ પરિવતઁન...અને પેલી 22 પ્રતિજ્ઞાઓ.....
માટે જ આ લોકો બાબા સાહેબનું નામ સાંભળીને ઉંચા નીંચા થઈ જાય છે.....
કદાચ મનમાંને મનમાં કેટલુંય મુંઝાતા હશે.... કે આંબેડકર ક્યાંથી આવી ગયા...
@ જિગર શ્યામલન



















Facebook Post:-

No comments:

Post a Comment