May 16, 2017

ઘણા લોકો બાબાસાહેબ ની કેટલીક વાતો લોકો સમક્ષ મુકી બાબાસાહેબને પોતાના હીતેચ્છુ બતાવી રહ્યા છે. : વિજય જાદવ

ચાલો એક વાત તો સારી દેખાઇ રહી છે કે ઘણા કટ્ટર ધર્મ રક્ષકો બાબાસાહેબને વાંચતા તો થયા.  એમની નાની નાની વાતો નુ બારીકાઇ પુર્વક અભ્યાસ કરી રહ્યા છે. હુ આને સારી બાબત કહીશ.

ઘણા લોકો બાબાસાહેબ ની કેટલીક વાતો લોકો સમક્ષ મુકી બાબાસાહેબને પોતાના હીતેચ્છુ બતાવી રહ્યા છે. બસ પોતાનો ફાયદો શોધી બોગસ તર્ક મુકી શુફીયાણી સલાહ  આપવાનુ શરુ કરી રહ્યા છે.

બાબાસાહેબનુ સામાજીક, ધાર્મિક, આર્થિક, રાજનીતિક, શૈક્ષણિક, ઐતિહાસિક, સાંસ્કૃતિક, સાહિત્યિક, ઔધ્યોગિક, સૈવિધાનિક ક્ષેત્રે કામ કરી રાસ્ટ્રનિર્માણમા શુ ભુમિકા આપી એ વિશે પણ જણાવશો. એ પણ જણાવશો કે બાબાસાહેબે બાળકોના શિક્ષણ માટે,  સ્ત્રીઓને ગુલામીથી બહાર લાવવા, ગર્ભવતી મહિલાઓ માટે,  મજુરો માટે, પછાતો અને આાદીવાસીઓ માટે શુ શુ કર્યુ?

આગળ હવે એ પણ વાંચી જણાવશો કે બાબાસાહેબે હીન્દુ ધર્મ કેમ ત્યજ્યો?? બાબાસાહેબે પોતાની સાથે લાખો અનુયાયીઓએે પણ બૌદ્ધ ધર્મ કેમ અપનાવેલ એની પણ દરેકને માહીતી આપતા રહેશો. અત્યારે બાબાસાહેબની એમના ફાયદાની કેટલીક વાતો લઇને કુદી પડતા બાબાસાહેબની જેમ જ હીન્દુ ધર્મના દુષણોને કોસવાનુ ક્યારે ચાલુ કરશે? બાબાસાહેબની રાહ પર આગળ જતા હીન્દુ ધર્મ ત્યજી બૌદ્ધ ધર્મ ક્યારે અપનાવશે?

લખો હજી વધુ લખો.. પરંતુ યાદ રાખજો બાબાસાહેબ દોગલા વ્યક્તિ માટે મીઠુ છે. મીઠાને શરીર જેમ પાચન કરી શકતુ નથી અને શરીરના વિભીન્ન છીદ્રો દ્વારા એ બહાર નીકળી જાય છે એમ બાબાસાહેબને તમે દોગલાઓ ક્યારેય પચાવી નહી શકો. અને યાદ રાખજો જે મીઠુ સ્વાદમાં મજાનુ લાગે છે, એજ મીઠુ શરીરને ઓગાળી નાખવા પણ સક્ષમ છે.

-- વિજય જાદવ




No comments:

Post a Comment