May 16, 2017

પુરુષપ્રધાન તંત્ર અને સ્ત્રીઓ ની સામાજીક સ્થિતિ : રુશાંગ બોરીસા


Indoctrination of misogyny:-

દુનિયાના કોઈ પણ પ્રદેશમાં જઈએ...કોઈ પણ સંસ્કૃતિ ચકાસીએ તે તમામમાં જો કોઈ સામાન્ય પાસું હોય તો તે પુરુષપ્રધાન તંત્રનું છે; જે પરોક્ષ રીતે સ્ત્રીશોષણમાં પરિણમે છે.આધુનિક યુગમાં લોકો એવું સમજે છે કે શિક્ષણ વડે અસમાનતા દૂર થઇ શકશે. પણ આ એક ઉપરછલ્લી દલીલ છે. દુનિયાના જેટલા વિકસિત-શિક્ષિત દેશો છે તે તમામમાં આ દુષણ પ્રવર્તમાન છે જ.

મનુષ્ય પ્રજાતિમાં લિંગભેદનું દુષણ સમય સાથે કુત્રિમ અસમાનતા તરફ ઢળ્યું છે.લિંગભેદને સતત પ્રવુત રાખવામાં મીડિયાનો ફાળો મોટો છે.

પુરુષપ્રધાન ષડયંત્રોને કાઉન્ટર કરવા તો દૂર પણ તેને શોધવા પણ અઘરા છે. આપણે કલ્પી પણ ના શકીયે તે હદે આ દુષણ વ્યાપક છે.

બાળકોને નાનપણથી જ ભેદભાવ કરવાનું શીખવવામાં આવે છે. બાળકોના ઉછેરમાં વાર્તા-રમતો મહત્વનો ભાગ ભજવે છે.અહીં બાળપણથી જ સ્ત્રી પ્રત્યેની હલકી માનસિકતા કેવી રીતે થોપવામાં આવે છે તે વિષે બે ઉદાહરણ મુકું:-

1. બાળવાર્તા-ટૂંકીવાર્તા બાળકોને શિક્ષણ આપવાનું એક માધ્યમ છે.આ તબક્કે બાળકને જે કઈ શીખવવામાં આવે તે જીવનના લાંબા ગાળા સુધી અસર કરે છે.ભારતમાં રાજા વિક્રમ અને શબ વેતાળની "વેતાળ-પચીસી" નામની બાળવાર્તા પ્રખ્યાત છે.લગભગ આપણે સૌએ તેમાંની કમસે કમ એક વાર્તા તો સાંભળી જ હશે.આ વાર્તાઓમાંની કેટલીક વાર્તા સ્ત્રી પ્રત્યે સ્પષ્ટ ભેદભાવ બતાવે છે.એટલું જ નહિ એક વાર્તાનો મુખ્ય બોધ શબ્દ સહ જણાવું તો આવો છે-"પુરુષ ગમે તેવો દુષ્ટ હોય પણ તેને ધર્મનું જ્ઞાન હોય છે;પણ સ્ત્રીને નથી હોતું.માટે સ્ત્રી વધુ પાપી હોય છે."

2· રમતોમાં પણ ભેદભાવ વત્તા-ઓછા પ્રમાણમાં હોય છે.મારી પ્રિય રમત-ચેસ.ચેસમાં કર્તા-ધર્તા એટલે રાજા. (મતલબ પુરુષ) ચાહે રાણીને સૌથી વધુ પાવરફુલ પીસ રાખવામા આવ્યો હોય,પણ રાજા વિનાની બાજી લાશ બરોબર.વળી,ચેસમાં એકથી વધુ રાણી પણ બનાવી શકાય છે.બીજા શબ્દોમાં કહીયે તો નામકરણ-નિયમો પુરુષવાદી છે.

ઘણા લોકોને ઉપરોક્ત ઉદાહરણોનું અર્થઘટન પાયાવિહોણું જણાય.બીજું ઉદાહરણ વિષે એવી દલીલ પણ આવે કે "આ ભાઈને બધું નેગેટિવ જ દેખાય છે." પણ આવી ઉપેક્ષા જ આગળ જતા પુરુષોને શોષણખોર બનાવે છે અને સ્ત્રીઓને પુરુષપ્રધાન તંત્રના ગુલામ

સરેરાશ પુરુષોમાં ચાઈલ્ડ ઇનડૉકટરીનેશન પ્રત્યે સ્થાપિત હિત હોય તેઓ કઈ પણ ભોગે બચાવ કરશે. પણ મહિલાઓએ જાગૃત બનવું રહ્યું. શરૂઆતથી જ અસમાનતાના જે બીજ રોપવામાં આવે છે તેને ઉખેડવા રહ્યા.

હજુ તો સ્ત્રીઓને અધિકાર આપવાની શરૂઆત જ થઇ છે ત્યાં પુરુષવાદીઓ કેવા ગેરમાર્ગે દોરતી રજુઆત કરે છે તે દર્શવાતું મેમે
 (from  men-factor.blogspot.in)  




"હું સ્ત્રીઓને નફરત નથી કરતો; પણ તમને કરું છું અને જે રીતે તમે મને અને બીજા છોકરાઓ સાથે વર્તાવ કરો છો તેને."

 -- રુશાંગ બોરીસા


No comments:

Post a Comment