February 16, 2018

પાટણમાં જે પણ બન્યુ તે ખરેખર માણસાઈ માટે શરમજનક ધટના છે.

By Jigar Shyamlan ||  16 February 2018




ખરેખર આજે પાટણમાં સરકાર, સરકારી તંત્ર, પોલીસ તંત્ર અને મીડીયા સૌ કોઈ હાજર તમામ લોકોએ એક માણસને સળગતો જોવાનો તમાશો જ જોયો.

એક માણસને પોતાના હક્ક અને અધિકાર મેળવવા આમ જાહેરમાં સરકારી કચેરીની સામે આત્મવિલોપન કરવા જેવો નિણઁય લેવો પડે. આ વાત ખરેખર તો માનવ સમાજ અને સરકાર અને તંત્ર માટે શરમથી ડુબી મરવા જેવી છે.

અગાઉ આત્મવિલોપન કરવાની ચેતવણી આપી હોવા છતાં સરકારી તંત્ર કે પોલીસ તંત્ર કોઈ જ પ્રકારનો જરુરી યોગ્ય બંદોબસ્ત ન ગોઠવે કોઈ જરુરી પગલા ન ઉઠાવે અને એક માણસને સાચે જ સળગવા દે ખરેખર આ ધટના સમગ્ર ગુજરાત માટે અને માનવ સભ્યતા માટે ખરેખર એક કલંક કહેવાય.

પાટણમાં જે થયુ એ ખરેખર ઘોર નિંદનીય છે. આવી ધટના ક્યાંય પણ કોઈનીય સાથે ન થવી જોઈયે.

ખરેખર આજે પાટણમાં સરકાર, સરકારી તંત્ર, પોલીસ તંત્ર અને મીડીયા સૌ કોઈ હાજર તમામ લોકોએ એક માણસને સળગતો જોવાનો તમાશો જ જોયો.

સરકારી તંત્ર, પોલીસ, મીડિયા અને ત્યાં ઉભેલા અન્ય એ બધા જ તમામ..

કદાચ માણસો હાજર હતા છતાં પણ તેમાંથી કોઈ માણસ ન બની શક્યું. અફસોસ...

ગુજરાત માટે કલંક
માણસાઈ માટે કલંક

No comments:

Post a Comment