October 03, 2017

વિશ્વ હિન્દુ પરિષદનો દંભ છતો થયો

By Raju Solanki  || 1 October 2017 at 10:02 



“દલિતોનું બૌદ્ધ ધર્મ પરિવર્તન શું હિન્દુ ધર્મ માટે ખતરાની ઘંટી છે?” આ વિષય પર ગઈ કાલે વી ટીવી ચેનલ પર ડીબેટ રાખવામાં આવી હતી. સ્ટુડીયો પર પહોંચ્યા પછી મને ખબર પડી કે ડીબેટમાં માત્ર હું એકલો જ છું. વિશ્વ હિન્દુ પરિષદના મીડીયા મંત્રી હેમેન્દ્ર ત્રિવેદીએ ડીબેટમાં ભાગ લેવાની ના પાડી દીધી હતી. કારણ પૂછતાં તેમણે જણાવેલું કે ચૂંટણી આવી રહી છે એટલે દલિતોના મુદ્દે કંઈ જ ના બોલવું એવો અમને આદેશ છે.
વડોદરામાં સો દલિતોએ સંકલ્પ ભૂમિ પર બૌદ્ધ ધર્મ પરિવર્તન કર્યું હતું. તેના સંદર્ભમા આ ડીબેટ રાખવામાં આવી હતી. ચેનલે મને જણાવેલું કે વિશ્વ હિન્દુ પરિષદનો પ્રવક્તા ડીબેટમાં જોડાવાનો છે. હવે વિશ્વ હિન્દુ પરિષદ પોતે જો ચૂંટણીના કારણે મહત્વના નીતિ વિષયક મુદ્દા પર બોલવા માંગતી ના હોય તો એનો સ્પષ્ટ અર્થ એવો થયો કે વિશ્વ હિન્દુ પરિષદ હિન્દુઓના હિતોને ધ્યાનમાં રાખીને કામ કરતી નિષ્ઠાવાન સંસ્થા નથી, બલકે ચૂંટણીની ગણતરીઓથી કામ કરતી સ્વાર્થી, લાલચુ અને દંભી લોકોની જમાત છે.
આ ડીબેટમાં વિશ્વ હિન્દુ પરિષદના પ્રવક્તાએ આવીને કહેવું જોઇતું હતું કે દલિતોએ બૌદ્ધ ધર્મ પરિવર્તન કરવાની જરૂર નથી. અમે તેમના હિતોની રખેવાળી કરવા બેઠા છીએ. અથવા તો એમ કહી દેવાનું હતું કે અમે દલિતોને માત્ર હુલ્લડોમાં મુસલમાનો સામે લડાવવા પૂરતા જ હિન્દુ ગણીએ છીએ.

Watch Videos :-




No comments:

Post a Comment