By Vinkesh Bauddh || 05 Sep 2017
ફૂલે દંપતી જાણતા હતા કે જો સમાજ ને સુખી અને સ્વાભિમાની બનાવવો હોય, અને આવા અનર્થ થી બચાવવો હોય તો આપણે શિક્ષણ ની વ્યવસ્થા કરવી પડશે. શિક્ષિત કર્યા વગર સમાજ નો ઉદ્ધાર સંભવ નથી,
આપણે લોકો શબ્દો ને સમજવામાં ભૂલ કરીએ છીએ, બાબા સાહેબ એ કહ્યું "શિક્ષિત બનો"..આપણે પોતે ભણી લઈએ છીએ અને પછી કહીએ છીએ મેં તો બાબાસાહેબ ના આદેશ નું પાલન કર્યું અને હું શિક્ષિત બની ગયો છું...મારા બે છોકરા વકીલ બની ગયા , એન્જીનીઅર બની ગયા ,ડૉક્ટર બની ગયા...મારો પરિવાર તો બાબાસાહેબ ની વાતો નું અનુસરણ કરે છે.
આ જ્ઞાન અધૂરું છે..
આપણે સાવિત્રી બાઈ ફૂલે ના જીવન થી સમજવાનું છે, તેમણે કોઈ એક ને નથી ભણાવ્યા પણ અનેકો એનકો બાળકો ને શિક્ષિત કરવા માટે શાળા ઓ ખોલી હતી, એક શાળા નઈ પણ એક એક કરીને ૧૭ શાળાઓ ખોલી ને શિક્ષણ ની વ્યવસ્થા કરી હતી...
શિક્ષા ની વ્યવસ્થા પણ એવા સમય માં કરી કે, જે સમય એ લોકો આપણ ને અડકવું પણ પાપ સમજતા હતા.. આ કાર્ય પણ એવી જગ્યા થી શરૂ કર્યું કે જ્યાં છુઆ-છુત નો પ્રકોપ સૌથી અધિક હતો..
પુના માં પેશ્વા ઓ નું રાજ હતું..પેશ્વા ઓ એ આપણા લોકો સાથે બહુ અનર્થ કર્યું. અછૂતો ના ગળા માં માટલી અને કમર પર ઝાડુ બાંધવા માટે પણ પેશ્વા ઓ એ આપણ ને બાંધ્ય કર્યા, પુરા પેશ્વા રાજ્ય માં બ્રાહ્મણો નું વર્ચસ્વ હતું..શુદ્ર હોવું બહુ મોટો અપરાધ હતો ,એવા ક્ષેત્ર માં શિક્ષણ ની વ્યવસ્થા કરવું કોઈ નાનું કામ નહોતું...
એક બીજી ઘટના મહાત્મા જ્યોતિબા ફૂલે એમના બ્રાહ્મણ મિત્ર ના લગ્ન માં ગયા હતા ત્યાં એમને બ્રાહ્મણો એ અપમાનિત કર્યા હતા ત્યારે જ્યોતિબા ફૂલે ના મનોબળ ને ઠેસ પહોંચી હતી અને બહુ દુઃખી થયા હતા ત્યારે માતા સાવિત્રી બાઈ ફૂલે મહાત્મા જ્યોતિબા ફૂલે ને કહે છે.."તમે જાણો છો? તમે એક અપમાન ની ઘટના થી આટલા બધા બેચેન થઈ ગયા છો કે ઘર ની બહાર નીકળવાનું સાહસ પણ નથી જૂટાવી રહ્યા અને આ સમાજ તો પળ પળ અપમાનિત થઈ રહ્યો છે.તમે હિમ્મત થી કામ લો,ઉઠો! અપમાનિત થઈને ઘર માં બેસી રહેવું એ કાયરતા છે અને આ કાયરતા આત્મહત્યા સમાન છે..તમારા માં હિમ્મત છે અને જે લોકો એ , જે વ્યવસ્થા એ તમને અપમાનિત કર્યા છે એને નેસ્તાનાબૂદ કરો ,હું તમારી સાથે છું.."
તો આવા હતા લાખો કરોડો બહુજનો ના માતા સાવિત્રી બાઈ ફૂલે..
આજે કરોડો બહુજન ડૉક્ટર ,વકીલ ,એન્જીનીઅર બને છે એ ત્યારે સાવિત્રી બાઈ ફૂલે એ સંઘર્ષ કર્યું હતું તેનું પરિણામ છે ,આવી ઘટના ઓ એ જ બાબાસાહેબ ને પ્રેરના આપી હતી...
આપણા સાચા શિક્ષક ને શિક્ષક દિન ના દિવસે યાદ કરીએ આપણી આવનારી પેઢી ને અવગત કરીએ કે આ લોકો જ આપણા સાચા શિક્ષક હતા.
જય ભીમ
જય સાવિત્રી
જય સંવિધાન...
No comments:
Post a Comment