July 13, 2017

સમ ખાવા પુરતો પણ શ્રેય બાબા સાહેબને ન આપતા આપતા લોકો જોગ સંદેશ





કેટલાક મિત્રોને સારૂ ભણતર મેળવી પ્રમાણમાં સારી કહી શકાય તેવી પોસ્ટ પર છે. એ લોકો ઘણી વખત પોતાની આ સિધ્ધીનો શ્રેય પોતે કરેલ મહેનત, યોગ્ય રીતે મેળવેલ શિક્ષણ અને ફલાણી માતા કે ઢીંકણા દેવની પરમ કૃપાને આપે છે. આવા મિત્રો પોતાની શૈક્ષણિક યોગ્યતા અને તેના પરિણામે મેળવેલ નોકરીને પોતાની મહેનતના પ્રતાપે મેળવી હોવાનો દાવો કરે છે. એ લોકો તમે પણ મહેનત કરો... સારુ ભણતર લો એવી સુફિયાણી સલાહ આપતા ફરે છે..
પરંતુ આમાં સમ ખાવા પુરતો પણ શ્રેય બાબા સાહેબને આપતા નથી. એ લોકો એક વાત ભુલી જાય છે કે સંવિધાનમાં અનુસુચિત જાતિ તરીકે સમાવિષ્ટ કરી કરી જો પછાત વર્ગના લોકોને પ્રતિનિધિત્વરૂપી જોગવાઈ આપવામાં ન આવી હોત તો આજે ક્યાં હોત..??
અહીં બસ એટલું જ કહેવાનું કે તમારી સારી પરિસ્થતી હોય તો એ ખુબ જ સારી વાત છે.. અમને પણ ગૌરવ છે પરંતુ જ્યારે તમારી વિષમ પરિસ્થિતીમાં બાબા સાહેબે ઘર પરિવારને હોડમાં મુકી તમારા માટે જે પણ સંઘર્ષ કરેલો એનું દરેક પછાત પર એક દેવું છે. અને એ દેવુ કોઈ કાળે ચુકવી શકાય તેમ નથી... હા... બાબા સાહેબની વિચારધારા પર શક્ય તેટલું અમલી કરણ કરીને તથા સમાજમાં બાબા સાહેબની વિચારધારા ફેલાવીને હજી પણ પછાત રહી ગયેલા ભાઈબંધુઓ માટે શક્ય તમામ કરી છુટીએ તો કમસે કમ આવનારી પેઢી માટે એક સુંદર મેસેજ જરૂર છોડી શકીએ....
ક્યાં સુધી ચુપ રહીને સહન કરીશું અત્યાચાર........
હવે તો જાગો મિત્રો નિકળો ઘરની બહાર.....
જિગર શ્યામલનનાં જયભીમ.................

No comments:

Post a Comment