July 18, 2017

નામ મા કંઈ નથી, અસલી ચીઝ સરનેમ છે.





હવે સમય બદલાઈ ગયો છે. પહેલા જેવું નથી. હવે કોઈ આભડછેટ રાખતુ નથી. જાતિવાદ ઓછો થયો છે.... કે પછી અનામતના કારણે જાતિવાદ વધી રહ્યો છે... એવું કહેતા ઉજળીયાત મિત્રોને એક વણમાંગી સલાહ.....
જે પણ મિત્રોને એવું લાગતુ હોય કે હવે સમાજમાં આભડછેટ નથી.
એ મિત્રો પોતાની બ્રાહ્મણ ઓળખધારી ત્રિવેદી, વ્યાસ, ચતુઁવેદી, પંડ્યા વગેરે.
વૈશ્ય ઓળખવાળી વાણીયા, શાહ, જૈન.
ક્ષત્રિય ઓળખવાળી રાજપુત, ચૌહાણ, દરબાર તેમજ
પાટીદાર ઓળખવાળી પટેલ
જેવી સરનેમ ફગાવી દઈ અનુસુચિત જનજાતીની અટકો જેવી કે રોહીત, વણકર, પરમાર, સોલંકી ભંગી અપનાવી માત્ર એક બે વરસ માકેઁટમાં ફરી લે...
જ્યારે પોતાના ગામમાં જ વડીલ હોવા છતાં તમને તુંકારે બોલાવવામાં આવશે....
તમારે ગામના સહિયારા કુવાને બદલે દુર અવાવરૂ કુવામાંથી કે તળાવની આસપાસ વેરડા ગાળી પાણી ભરવા જવું પડશે.....
તમારી પોતાની જમીન હોવા છતાં તમને કોઈ ખેતી નહી કરવા દે.....
આખા ગામની ગંદકી સાફ કરવાની ફરજ પાડવામાં આવશે....
ગામની ચાહની દુકાને અલગ મુકવામાં આવેલ તુટેલ કપ રકાબીમાં ચાહ પીવાની ફરજ પડશે....
ગામનો નાઈ પણ હજામત કરવાની મનાઈ કરી દેશે....
ગામનો બ્રાહ્મણ તમારી ધામિઁક વિધીઓ કરવાની ના પાડી દેશે....
તમને ગામનાં સ્મશાનમાં પણ દફન થવાની છુટ નહી મળે
આવું બધું જ્યારે એક અનુસુચિત જાતિના માણસ બની અનુભવ કરશો એટલે તમને આપોઆપ સમજાઈ જશે... કે સમય કેટલો બદલાયો છે...
જિગર શ્યામલનનાં જયભીમ...................

No comments:

Post a Comment