July 18, 2017

બાબા સાહેબના આજિવન સંઘર્ષ અને લડતનું પરિણામ






આજે આપણી પાસે શિક્ષણ છે, સામાજિક સમ્માન છે, નોકરી છે, વ્યવસાય છે અને મહત્વની વાત આઝાદી છે.
મોંધા સુટ-બુટ, આલિશાન મકાન, કિંમતી ગાડી અને દર મહિને કોઈ પણ જાતનું લક્ષ્મી પુજન કર્યા વગર જ ખાતામાં જમા થઈ જતો પગાર...
આ બધુય બાબા સાહેબના આજિવન સંઘર્ષ અને લડતનું પરિણામ છે.
કરોડો પછાતો પોતાના પરિવાર સાથે સુખ ચૈનથી જીવી શકે તે માટે બાબા સાહેબ પોતે તેમના પરિવાર સાથે દારૂણ ગરીબી વચ્ચે જીવ્યા પણ પછાતો માટે આદરેલ સંઘર્ષ ને ઘડી પણ રોકાવા ન દીધો. બાબા સાહેબે ધાર્યું હોત અને પોતાના એકલા નો વિચાર કયોઁ હોત તો તેમના પરિવાર સાથે વૈભવી જીવન ગુજારી શક્યા હોત.. પણ બાબા સાહેબે પોતાની જાત તથા પરિવારને પછાતોના ઉધ્ધાર માટે હોડમાં મુકી દીધા.
જે મિત્રો ખરેખર બાબા સાહેબના સંઘર્ષ થી અજાણ છીએ તો આપણાંથી મોટો મુરખ બીજો કોઈ નથી પરંતુ બાબા સાહેબના સંઘર્ષ થી વાકેફ હોવા છતાં જાણી જોઈ તેનાથી અજાણ બનવા માંગીએ તો આપણાથી મોટો કોઈ ગદ્દાર નથી.
ઘણાં પછાત મિત્રો જાહેરમાં હાથ જોડી જય માતાજી, જયશ્રી કૃષ્ણ, જય સ્વામી નારાયણ, જય યોગેશ્વર, જય સચ્ચિદાનંદ, જય માડી, રાધાસ્વામી, ઓમ શાંતિ એવું બધુ કહેતા ગૌરવ અનુભવે છે... પરંતું એ જ લોકોને જાહેરમાં ઓળખ છતી થઈ જવાના ડરથી જયભીમ બોલવામાં કે બાબા સાહેબનું નામ લેવામાં શરમ અનુભવે છે..આવા લોકોએ ઢાંકણીમાં પાણી લઈ ડૂબી મરવું જોઈયે..
જે મંદિરોમાં તમારા પૂર્વજો ને ધક્કા મારી બહાર કાઢી મુકવામાં આવતા હતા.. આજે પણ કેટલીય જગ્યાએ મંદિરોમાં પેસવા નથી દેતા એ મંદિરોમાં જવામાં આજે જો તમને શરમ ન આવતી હોય અને જાહેરમાં જયભીમ બોલવામાં કે બાબા સાહેબનું નામ લેવાની શરમ આવતી હોય તો એવા મિત્રોએ હાલથી જ તાળીઓ પાડવાની પ્રેક્ટિસ શરુ કરી દેવી જોઈયે જેથી કમસેકમ ઈમાનદારીથી તાબોટા તો પાડી શકાય....
જિગર શ્યામલનનાં ગૌરવપૂર્ણ જયભીમ.......

No comments:

Post a Comment