June 08, 2017

જેટલો દોષી જુલમ કે અત્યાચાર કરનાર છે તેટલા જ દોષી આપણેય એટલે જુલમ સહન કરનાર પણ છીએ

મિત્રો....
છાપામાં... ટી.વી પર....., સોશિયલ મિડીયા પર ઓછામાં ઓછા બે દિવસે
કોઈ પછાતોનું અપમાન, અત્યાચાર, બળાત્કાર અને હત્યા આવા અણગમતા સમાચાર સાંભળી બહું જ દુખ થાય છે.
મનોમન એક સવાલ પણ થાય સાલું આ તે કેવી રાજ વ્યવસ્થા...?? જ્યાં કાયદો કે વ્યવસ્થાનું કોઈ નામ નિશાન નહી.??
ન જાણે પછાત સમાજના લોકોને શું સમજી બેઠા છે.....?
ધીમે ઘીમે હવે તો એવો માહોલ બની રહ્યો છે ભારતમાં ગાય જેવા જાનવરની હત્યા થયાના... ગૌમાંસ લઈ જવાના.. કે ગાય પર અત્યાચારના સમાચાર સાભળી.. પોતાને ધમઁ રક્ષકો કહેવડાવતી ટોળકીઓ ભગવા ઝંડા અને ખાખી ચડ્ડી કાળી ટોપીની આખી ગેંન્ગ હોંકારા..પડકારા ગજવતી અને મરૂ કે મારૂ.... કરતી રસ્તા પર ઉતરી આવે છે....
પણ માણસ અને એમાય હિન્દુ ઘરમ પાળતા કોઈ પછાતની હત્યાના કે અત્યાચારના સમાચાર આવે તો આ બધાને ન જાણે શું થાય છે...? કોઈ મેદાનમાં દેખાતુ નથી.
એવું લાગે છે કે આજે દેશમાં ગૌ હત્યા કે ગૌ અત્યાચાર માફ નથી.. પણ પછાતની હત્યા કે પછાત પર થતા અત્યાચારો ચોક્કસ માફ છે..
આ આખામાં જેટલો દોષી જુલમ કે અત્યાચાર કરનાર છે તેટલા જ દોષી આપણેય એટલે જુલમ સહન કરનાર પણ છીએ. એમાં કદાચ આપણો પણ વાંક નથી. સદીઓ... વરસોથી.. કોઈ પ્રતિકાર નહી કરવાના કારણે આપણું લોહી જ સાવ ટાઢુંબોળ બની ગયું છે.
કારણ આપણને એક થતા નથી આવડતું.
આપણને બસ ગણતરીઓ કરતા જ ફાવે છે.
શું કરવાથી ફાયદો થશે.....?
શું કરવાથી મુસિબત ઉભી થશે.....?
બસ... પણ આપણું આ વલણ આપણા માટે જ મુશ્કેલી બની જશે.
આપણે જે કરીએ છીએ.. તેના માટે આપણે જવાબદાર છીએ.... પરંતું આપણે જે નથી કરતા તેના માટે પણ આપણે જ જવાબદાર છીએ....
વાંધો નહી આપણને મરવાની.. પીડા સહન કરવાની આદત પડી ચૂકી છે.
શું કરીશું.... મરીશું.... વારાફરથી...
વારા પછી વારો.... આજે મારો તો કાલે તારો.....
- જિગર શ્યામલન

Facebook Post :-

No comments:

Post a Comment