June 08, 2017

પરિવારમાં જન્મતા દરેક બાળકને તેઓ હિન્દુ, મુસ્લિમ, ખ્રિસ્તી બનાવવા મથી રહ્યા છે, માણસ બનાવવા નહી



''मजहब नही सिखाता आपसमैं बैर करना..''એવું કહેવાય છે કે કોઈ ધમઁ લડવાનું શીખવતો નથી. પણ હકીકતમાં માણસને માણસથી લડાવનાર કોઈ પરિબળ હોય તો એ ધમઁ જ છે.

માનવ માનવ વચ્ચે ભેદ ઉભુ કરનાર તત્વ જ ધમઁ છે. આ ધમઁના કારણે જ પૃથ્વી પરની સૌથી બુધ્ધિશાળી ગણાતી પ્રજાતી માનવ ઉફેઁ હોમો સેપિયન્સ સેપિયન્સ માનવ મટીને હિન્દુ, મુસ્લિમ, ખ્રિસ્તી બની જાય છે.

જ્યાં સુધી માનવ પર લગાડવામાં આવતી વિવિધ ધમોઁની મહોર મારવાની બંધ નહી કરવામાં આવે ત્યા સુધી આ વૈમનસ્ય ચાલતુ રહેશે.

ગમે તે ધમઁ હોય દરેકે માનવને એત જ વસ્તુ શીખવી છે... અહંકાર... યસ.. અહંકાર....

હું બ્રહ્મ છું.., હું જ અલ્લાહનો બંદો છું.., હું જ પરમેશ્વર ઈસુનો પુત્ર છું. આ બધુ ધમઁની જ આડપેદાશ છે. આજે દરેક માતાપિતા પોતાના બાળકોના દુશ્મન બની બેઠા છે. કારણ પોતાના પરિવારમાં જન્મતા દરેક બાળકને તેઓ હિન્દુ.., મુસ્લિમ.., ખ્રિસ્તી બનાવવા મથી રહ્યા છે, માણસ બનાવવા નહી.

માનવની ઉત્પતિ વાંદરામાંથી થઈ એવુ વિજ્ઞાન સ્વિકારે છે. પણ ધમઁ આ વાત સ્વિકારવા તૈયાર નથી. હિન્દુ ધમઁ મુજબ માનવની ઉત્પતિ મનુથી થઈ, મુસ્લિમ ધમઁમાં આદમ હવ્વાની કલ્પના છે, ખ્રિસ્તીઓમાં પણ તેવું જ છે.
ટુંકમાં તમામ ધમોઁની કલ્પના મુજબ માનવ દૈવીય કે ઈશ્વરીય તત્વનું સજઁન છે. એટલે આ મુદ્દો માન્ય રાખી લઈએ તો ઈશ્વરીય તત્વ હોઈયે તો આપણે આપોઆપ સુસંસ્કૃત અને સજ્જન હોવાનાં પણ આજની દશા અને દિશા મુજબ આપણે આપણી બુધ્ધિમત્તા, સુસંસ્કૃતિતા અને સજ્જનતામાં વધારો કરવાની પ્રગતિ નહી પણ અધોગતિ કરી રહ્યા છીએ..
જ્યારે વિજ્ઞાનના મત મુજબ આપણે વાંદરામાંથી ક્રમાનુસાર પ્રગતિ કરી માનવ બન્યા.. તો વિજ્ઞાનની એ થિયરી સ્વિકારીએ તો આપણે ખરેખર પહેલા સાવ પશુ સમાન, સાવ મૂઢ અને અસંસ્કૃત હોવાના પણ આપણે તો ખરેખર પ્રગતિ કરી વાનરની સરખામણીમાં અત્યંત બુધ્ધિશાળી, સુસંસ્કૃત અને સજ્જન માનવ બની રહ્યા છીએ..
આપણે આપણો ધમઁ, રિવાજ, સંસ્કૃતિ અને પરંપરાઓ આપણા બાળકો પર ન થોપીએ... હા એમના મગજને વિકસીત કરવા પુરતુ વાતાવરણ પુરૂ પાડીએ... જેથી તેઓ પોતે જ પોતાના તકઁ અને બુધ્ધિથી પોતે જ નક્કી કરી શકે કે શું બનવું છે....
# @ જિગર શ્યામલનના જય ભીમ


Facebook Post :-

No comments:

Post a Comment