May 17, 2017

શા કારણે અત્યાર સુધી કલમ થી લડતા પછાતો એ હિંસાનું શરણ લેવું પડ્યું ?? : આકાશ મકવાણા













સહારનપુર નો ઘટનાક્રમ શું છે ??
ભીમ આર્મી કોણ છે ?? 
શા કારણે અત્યાર સુધી કલમ થી લડતા પછાતો એ હિંસાનું શરણ લેવું પડ્યું ??
સહારનપુર ઘટના વિશે જાણવા જેવી રસપ્રદ બાબતો
સહરનપુર હિંસા માં જેમનું નામ આવ્યું છે તે "ચંદ્રશેખર આઝાદ"ના રૂમ માં થી ટોટલ ચાર પોસ્ટર મળી આવેલ છે જેમાં બંધારણ નિર્માતા ડો.બાબાસાહેબ,BSP Inventor કાંશીરામ, સંત વાલ્મીકી અને જ્યોતીરાઓ ફૂલે અને બુદ્ધ ના ફોટા મળી આવેલ છે અને એ પોતે ૩૦ વર્ષીય નવયુવાન અને મંજાયેલા એડવોકેટ છે.
ઘટનાક્રમ:-
એપ્રિલ ૧૪,ડો. ભીમરાવ  આંબેડકર ની ૧૨૬મી જન્મજયંતી એ સહારનપુર ના યુવાનો અને લોકો એક ભવ્ય સભાનું આયોજન કરવા માંગતા હતા જેનું સ્થાન ગુરુદ્વારા ના હક્ક હેઠળ ની જમીન પર નક્કી કરાયું અને એ દિવસે એ લોકો બાબાસાહેબ ની temporary મૂર્તિ નું સ્થાપન ઈચ્છતા હતા અને આ કામ કરતા એમને સહારનપુર ના ઠાકુરો દ્વારા રોકવામાં આવ્યા અને કહેવામાં આવ્યું કે જ્યાં સુધી તેઓ ને સહારનપુર નગરપાલિકા ની મંજુરી નહિ હોય ત્યાં સુધી સ્થાપન કે સભા કરવા દેવા માં આવશે નહિ...ઘણી દોડધામ બાદ પણ મંજુરી ના મળી અને આખરે સભા અને પ્રોગ્રામ રદ કરવામાં આવ્યો.
વાત ભરેલા આગની ની જેમ દબાઈ રહી છેક મે-૫ સુધી જયારે રાજપૂત રાજા મહારાણા પ્રતાપની જન્મ જયંતી આવી, ઠાકુરો એ વિશાળ રેલી નું આયોજન કર્યું ત્યારે ગામના જ એક પછાત ખેડૂત દ્વારા પૂછવામાં આવ્યું કે સુ તેમની પાસે પરમીશન છે ?? જો પછાતોએ રેલી કાઢવા પરમીશન જોઈએ તો ઠાકુરો એ પણ રેલી કાઢવા પરમીશન લીધેલી હોવી જ જોઈએ..... 
આ ટકરાવ બાદ ગુસ્સામાં સાંજે ઠાકુરો ની એક અસામાજિક ટોળકી દ્વારા શબ્બીરપુર માં વસતા પછાતો ના ક્વાર્ટર સળગાવી દેવામાં આવ્યા...જે ઘટના માં તેમના જ એક ઠાકુર નું આગની લપટો અને ભીષણ ધુમાડા માં શ્વાસ રૂંધાઇ જવાથી મોત નીપજ્યું...

જેમાં પછાતો ના ઘણા પ્રયત્નો છતાં કોઈ ફરિયાદ નોંધાઈ નહિ કે ના પોલીસ દ્વારા કોઈ પ્રોટેક્શન આપવા માં આવ્યું...વધારામાં ઠાકુરો એ પોલીસ ફરિયાદ કરી કે પછાતો એ અમારા પર અંગત અદાવત રાખી અમારા એક ઇસમ ને જીવતો સળગાવી દીધો...ચારેબાજુ થી ભરાયેલા પછાતો એ મે-૯ ના રોજ સહારનપુર શહેર માં આંદોલન છેડી દીધું જે "ભીમ આર્મી" ના બેનર હેઠળ નહોતું...હા પણ એમાં ભીમ આર્મી સંગઠન નો લોકજુવાળ ભેગો કરવા માં બહુ મોટો ફાળો હતો....દર વખત ની જેમ પોલીસે આંદોલન દબાવવા માટે લોકો ને લાઠીચાર્જ થી  પ્રતાડિત કરવાનું શરુ કરી દીધું... હવે આ વાત સોશિયલ મીડિયા માં બનાવાયેલા ગ્રુપ "ભીમ આર્મી : દ આંબેડકરઈટ આર્મી" જેના ભારત ના દરેક રાજ્ય શહેરોમાં થઇ ને કુલ ૪૦૦૦૦ ઉપર સભ્યો છે જેમાંથી શહેર માં હાજર લોકો નો ટેકો મળતા જ ભયંકર હિંસા અને તોફાનો માં પરિણમી...ક્યાંક દુકાનો સળગી ક્યાંક વાહનો તો ક્યાંક ઘરો સામસામી હિંસા એ વિકરાળ સ્વરૂપ ધારણ કરતા જ પોલીસે કર્ફ્યું નો સહારો લેવો પડ્યો.

ભીમ આર્મી નો ઈતિહાસ...
ભીમ આર્મી સંગઠન અને પબ્લિક ગ્રુપ ચંદ્રશેખર(૨૮) દ્વારા ૨૦૧૫ માં "કોલેજો માં ઠાકુરો એ એક પછાત વિધાર્થી ને માર માર્યો અને એનો હાથ તોડી નાંખ્યો  કેમકે તેને ઠાકુરો ના પહેલા કોલેજ ની પરબે થી પાણી પીધું હતું" એ કેસના પ્રતિઘાત ના રૂપમાં સ્થાપના પામ્યું અને એ કેસ માં વિનય રત્ન સિંહ જે ભીમ આર્મી ના રાષ્ટ્રીય અધ્યક્ષ છે એમને એ પછાત વિધાર્થી ની ખુબ મદદ કરી વધુ માં તેઓ જે ઠાકુરો પછાત વિધાથી ઓ ને કોલેજ ની  બેંચો સાફ કરાવતા,કચરો વળાવતા એવા શોષિત પછાત વિધાર્થી ઓ નું પીઠબળ બન્યું.
થોડા સમય બાદ વળી એક વખત ઠાકુરો એ વિરોધ ઉઠાવ્યો કે ગામ માં લાગેલું બોર્ડ "The Great Chamar"જેના પર "જાય ભીમ" "જાય ભારત" અને :આંબેડકરગ્રામ" લખેલું હતું તે જે જેતે માલિક ની અંગત હક્ક દવા ની જમીન પર હતું તે  હટાવી લો. થોડીક ચકમક થઇ જ હતી કે કોઈક ગ્રામજને ભીમ આર્મી ને ફોને કરી સ્થળ પર બોલાવી લીધી.ફરી એકવાર ઠાકુરો અને ભીમ આર્મી માં ઘર્ષણ થયું પરંતુ ભીમ આર્મી બોર્ડ બચાવવા માં સફળ રહી...
"અમે બાબાસાહેબ આંબેડકરની વિચારધારા પર ચાલીએ છીએ, જાતિ નિર્મુલન અને ઉચત્તમ ગુણવત્તાની શિક્ષા અમારું પહેલું કર્તવ્ય છે ભીમ આર્મી એ પાઠશાળા ઓ અને ઘણી સ્કૂલો નું નિર્માણ કર્યું છે જ્યાં સીનીયર વિધાર્થી ઓ સમય બચાવી તેમના જુનિયર વિધાર્થી ઓ ને ભણાવે છે જેથી એમની મદદ કરી શકાય અને સાથે સાથે સરકારી સ્કૂલો માં કથળતું જતું શિક્ષણ નું સ્તર ઊંચું લાવી શકાય"- વિનય રત્ન
"ચંદ્રશેખર કોઈનાથી ડરતો નથી"-વિનય ઉમેરે છે "અમે જાતિવાદ વિરુદ્ધ લડીએ છીએ જે સહારનપુર માં આસમાને છે તેથીજ લોકો અમને ઓળખે છે ભીમ આર્મી ના પોસ્ટરો ઉપર ચંદ્રશેખર બ્લ્યુ રંગ ના ગોગલ્સ પહેરે છે અને વળ ખાતી શેવરોન મૂછો રાખે છે અને પોતાને "રાવણ" નામથી ઓળખાવે છે કેમ કે....ચંદ્રશેખર નું માનવું છે કે "રાવણ સ્ત્રીઓ ની ઈજ્જત કરતો હતો અને પોતાની બહેન પર અત્યાચાર કરનારા લોકો ને પાઠ ભણાવવા તેણે યુદ્ધ કર્યું હતું" વિનય ઉમેરે છે  "એટલે જ ચંદ્રશેખર એ નામ નો ઉપયોગ કરે છે કેમ કે એ રાવણ બનવાનું પસંદ કરે છે જે સ્ત્રીઓ ની ઈજ્જત કરે અને અન્યાય સામે અવાજ ઉઠાવે ભલે સામે મોત જ કેમ ના હોય જેથી કોઈ અભાગી સ્ત્રીને અગ્નિપરીક્ષા ના આપવી પડે."
અમે જયારે જાણ્યું કે પોલીસ  ભીમ આર્મી ના નામે નક્સલીઓ સાથે જોડાયેલા અને કાશ્મીરી જેવા ખોટા અને ગંભીર  આરોપો  થોપવા માંગે છે ત્યારે તેમણે બહુજન સમાજવાદી પાર્ટી નો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો પણ એમને ત્યાં હતાશા સાંપડી અને વધારે દુખ એ થયું કે એ બસપા ના સુપ્રીમો બહેન માયાવતી કે જે તેમની પહેલી લોકસભા ચુંટણી "કૈરાના" ગામ માંથી લડ્યા હતા જે સહારનપુર થી ફક્ત બે કલાક ના અંતરે છે.
ભીમ આર્મી ઉમેરે છે કે અમારો આક્રોશ છે કે અમારા લોકો અમારી સાથે નથી બસપા જેવી પાર્ટી ફક્ત પછાતો ના નામે પોલીટીક્સ કરે છે કોઈ અમારી મદદે નથી અફસોસ ની વાત છે.
મે-૯ પછી ભીમ આર્મી ની આક્રમક લડત સહારનપુર ની બહાર પણ ફેલાઈ જયારે આદિત્યનાથે ડો.આંબેડકર ને માળા પહેરાવી સન્માન કરવાની વાત ને નકારી દીધી જયારે તેઓ સહારનપુર માં પછાતો ની મુલાકાતે હતા...ગ્રામજનો એ તેમના વિરુદ્દ્ધ નારા લગાવ્યા અને આક્રમક આંદોલન પર ઉતારી આવ્યા.
શુશીલ ગૌતમ જે મેરઠ યુનીવર્સીટી માં થી પી.એચ.ડી. ડોક્તારેટ છે તે કહે છે " અહિયાં (સહરાનપુર માં) પછાતો પાસે ચેતના અને બુદ્ધિ છે પણ એ કાફી નથી..અહીંયા લોકો અને ભીમ આર્મી સરકારના કાયદા કાનુન થી પણ વાકેફ છે !! રાજકારણ થી પણ વાકેફ છે પણ હવે એ પુરતું નથી આપણે જાતે હથિયાર ઉપાડવા જ પડશે"
"અત્યાર સુધી માં કુલ ૩૦ ભીમ સૈનિકો ની ગિરફ્તારી કરાઈ ચુકી છે ચંદ્રશેખર ને ષડયંત્ર રચનાર ના રૂપ માં ગુનેગાર ગણી ધરપકડ કરવા પોલીસ ના ચક્રો ગતિમાન છે અને હિસા કાબુ માં છે."
-આકાશ મકવાણા
માહિતી સોર્સ-
ધી ઇન્ડિયન એક્સપ્રેસ
સ્ક્રોલ.ઇન
હિન્દુસ્તાન ટાઈમ્સ
ઇન્ડિયા ટુડે
ધી ઇકોનોમિક ટાઈમ્સ 





No comments:

Post a Comment