March 12, 2020

ભેદભાવ વિનાની દુનિયા જોવા હજી કેટલે દૂર જવું પડશે??

By Vijay Makwana  || 02 Oct 2019

Image result for kepler star

તમને એ ખબર છે કે, પ્રકાશ એક વર્ષમાં જેટલા કિલોમીટર ચાલે તેટલાં અંતરને એક પ્રકાશવર્ષ કહે છે. આ સામાન્ય વાત થઈ! તમને એ પણ જાણ છે કે કોઈપણ વસ્તુ કે ચીજ પર પ્રકાશ ના કિરણો પડે અને તે કિરણો પરાવર્તિત થઈ આપણી આંખની કીકી સુધી પહોંચે એટલે જે તે ચીજને આપણે જોઈ શકીએ છીએ..મતલબ કે આપણી આંખ અને જે તે ચીજ વસ્તુની વચ્ચે રહેલું અંતર પ્રકાશ કાપે છે..સરળ અર્થમાં સફર કરે છે. જો તે ચીજ એક પ્રકાશવર્ષ દૂર હોય તો? સ્વાભાવિક છે કે તે એક વર્ષ આપણી આંખને મોડી દેખાશે!

તસવીરમાં દેખાતો કેપ્લર નામનો તારો આપણી પૃથ્વીથી 5000 પ્રકાશવર્ષ દૂર છે. જે સૂર્ય કરતા બે ગણો મોટો છે.

તમે કલ્પના કરી લો! તમે કેપ્લર ની આસપાસ ફરતા કોઈ ગ્રહ પર બેઠા છો અને આપણી પૃથ્વી તરફ નજર કરો! પૃથ્વી પર સિંધુ સંસ્કૃતિના લોકો નહેરો ખોદી રહ્યાં છે, માટી ની ઈંટો બનાવી રહ્યાં છે. હાર બંધ મકાનો બનાવી રહ્યાં છે. ગોદામમાં માલ ભરી રહ્યાં છે, નાના ભૂલકાઓ માટીના ગાડાં થી રમી રહ્યા છે. વિશાળ સ્નાન ઘરોની આસપાસ આવેલાં કૂવાઓ પર પનિહારીઓ માટી ના ઘડાઓથી પાણી ભરી રહી છે..હવે બોલો કેટલું સુરમ્ય મનોહર જાતિ અને જાતિવાદ વિહીન દ્રશ્ય ચાલી રહ્યું છે??!! ભેદભાવ વિનાની દુનિયા જોવા હજી કેટલે દૂર જવું પડશે??

તમે તર્ક સાથે વિજ્ઞાન ને ભેળવી દો તો કેટલાય સુંદર દૃશ્યો જોવા મળે! બસ નજર હોવી જોઈએ! લવ યુ ઓલ! જય આંબેડકર!

November 20, 2019

રૈદાસ અને કબીર : ભક્તિ આંદોલનના મહારથીઓની ગાથા!

By Vijay Makwana  || 26 Oct 2019



જ્યારે એ લોકો બીરબલ, ટોડરમલ, તાનસેન, માનસિંહ, જય સિંહ.. બની પાંચ હજારી, દશ હજારી ગુલામીના પટ્ટા સમી મનસુબદારી મેળવી રહ્યાં હતાં. જ્યારે એ લોકો નિર્માલ્ય બની મોગલાઈ ચિકનમટન ની દાવત માણી રહ્યાં હતાં.. ત્યારે સામાન્ય જનતા અને લોકો વચ્ચે રહેલા શીલવંત સાધુ સંતોએ જાણી લીધું કે દેશની પ્રજાને નિર્માલ્ય અને કાયર બનાવનારી વ્યવસ્થા કઈ છે.. અને પછી શરૂ થયું રૈદાસ અને કબીરનું ભક્તિ આંદોલન...

આ ભક્તિ આંદોલનનો એક છેડો રાજસ્થાનમાં મીરાબાઈ છે. બીજો સૌરાષ્ટ્રમાં છે.. અને તે છે ગંગાસતી અને પાનબાઈ!

ગંગાસતીએ પોતાની પુત્રવધુ પાનબાઈ ને ઉદ્દેશીને કહ્યું છે..કે,

જાતિ પાતી છોડી અજાતિ થાવું ને
કાઢવો વર્ણ વિકાર રે,
જાતિ ને ભ્રાંતિ નહીં હરિ કેરા દેશમાં
એવી રીતે રહેવું નિર્માન રે..

સીધો ને સરળ અર્થ છે.. જાતિ થી મુક્તિ મેળવી જાતિ નો વિનાશ કરવો... વેદોમાં દર્શાવેલ વર્ણવ્યવસ્થા ત્યાગવી.. જાતિ એ ભ્રમણા છે.. કબીર અને રૈદાસ ના અમર દેશ અને બેગમપુરા જેવા જાતિવિહિન નિર્વાણ નગરમાં વાસ કરવો..

લોકો તમને આધ્યાત્મ સમજાવે તો કબીરના અમરદેશ અને બેગમપુરાનો વાસ્તવિક અર્થ સમજાવી દેવો.. ગંગાસતી, પાનબાઈ, અને મીરાંબાઈની કથાઓમાં સામ્યતા એ છે કે, તે તમામ રાજપૂતાણી હતા. ભક્તિમય જીવન પસાર કરતા હતાં. તેમ છતાંય તેમના પરિવાર જનો તેમના પર અસહ્ય ત્રાસ ગુજારતાં.. તર્ક કરો ભક્તિમય જીવન પસાર કરતી ઘરની કુલવધુઓ કયા પરિવારને નાપસંદ હોય?

દુર્ભાગ્ય છે કે, આ દેશનો ઈતિહાસ રાજ પુરોહિતો, રાજ દીવાનો, રાજ કવિઓએ લખ્યો છે. ચામડું ચુંથતા, માથે મેલું ઉપાડનાર, ઢોર ચરાવવા વાળા, ખેતમજૂરી કરતા, હુન્નર અજમાવી, જાત જાત ના કસબ કરી પેટિયું રળનાર મહેનતું લોકોએ આ દેશનો ઈતિહાસ નથી લખ્યો..નહિ તો સત્ય ખૂબ જુદું હોત..

અને છેલ્લે! પાનબાઈ જવાબ આપે છે! જેને હું લાસ્ટ પંચ મારવામાં ઉપયોગ કરું છું!

છુટ્ટા છુટ્ટા તીર મુને મારો ના બાઈજી!

- વિજય મકવાણા

November 18, 2019

गुजरात सरकार बिन-सचिवालय कलार्क परीक्षा के प्रश्नपत्र में की गई कुचेष्टा

By Raju Solanki  || 17 Nov 2019


 ता. 17 नवम्बर 2019 के दिन गुजरात सरकार बिन-सचिवालय कलार्क परीक्षा में जनरल नोलेज पेपर में 170 नंबर का प्रश्न इस प्रकार है,

****

“स्वतंत्रता संग्राम के दौरान ब्रिटिश सरकार ने हरिजनों को पृथक मताधिकार देने की कुचेष्टा की थी. उस समय डो. आंबेडकर, सरदार पटेल वगैरह ने वाटाघाट करके दलित वर्गों के लिए समाधान करके कुछ सीटें नक्की की थी. यह समाधान कौन सी जगह हुआ था,

1. मुंबई, 2. कलकत्ता, 3. पुना, 4. हैदराबाद.

****

यह सवाल के खिलाफ आज सोसीयल मीडीया में तुफान मचा है. युवाओं का खुन खौल उठा है. मगर इस प्रश्न में गलत क्या है? यही इतिहास तो हमें पढाया जाता है.

पृथक मताधिकार के खिलाफ गांधीजी ने आमरण उपवास किया था. इसे हम नौटंकी कहते हैं, मगर सवर्ण इतिहास लेखक तो ‘गांधीजी ने देश बचाने के लिए अपने प्राण दाव पर लगा दिए थे’ ऐसा ही लिखते हैं.

वाकई में यह इतिहास कांग्रेस ने लिखा है और बीजेपी कांग्रेस की इकलौती संतान है. कांग्रेस से बीजेपी का नजरीया अलग कैसे हो सकता है?

राजु सोलंकी



In Gujarati 

 17 નવેમ્બર, 2019ના રોજ લેવાયેવી બિન-સચિવાલય ક્લાર્ક પરીક્ષામાં સામાન્ય જ્ઞાનના પેપરમાં 170 નંબરનો સવાલ આ પ્રમાણે છે,

***

સ્વાતંત્ર્ય સંગ્રામ સમયે બ્રિટિશ સરકારે હરિજનોને અલગ મતાધિકાર આપવાની કુચેષ્ટા કરી હતી, આ સમયે ડો. આંબેડકર, સરદાર પટેલ વગેરેએ આ બાબત વાટાઘાટો કરી દલિત વર્ગો માટે સમાધાન કરી અમુક બેઠકો નક્કી કરાઈ. આ સમાધાન કયા મુકામે થયું હતું,

1. મુંબઈ, 2. કલકત્તા, 3. પુના, 4. હૈદરાબાદ.

***

આ સવાલ સામે આજે સોશીયલ મીડીયામાં વિરોધનો વંટોળ ઉઠ્યો છે. યુવાનોનું લોહી ઉકળી ઉઠ્યું છે. આ પ્રશ્નમાં ખોટું શું છે? આ જ ઇતિહાસ તો ભણાવવામાં આવે છે. અલગ મતાધિકાર સામે ગાંધીજીએ ઉપવાસ કર્યા એને આપણે ત્રાગુ કહીએ છીએ, પરંતુ સવર્ણ ઇતિહાસ લેખકો તો ‘ગાંધીજીએ દેશને બચાવવા માટે પોતાના પ્રાણ હોડમાં મુક્યા હતા’ એ રીતે જ આ ઘટનાને જુએ છે.

મૂળે આ ઇતિહાસ કોંગ્રેસે લખ્યો છે. ભાજપ કોંગ્રેસની ઇકલૌતી ઓલાદ છે. એનું દ્રષ્ટિબિંદુ અલગ કઈ રીતે હોઈ શકે?

(ફોટો - સૌજન્ય અતુલ વાળા)

રાજુ સોલંકી (17 નવેમ્બર, 2019)

November 14, 2019

નેહરુની કંગાલિયત

By Raju Solanki  || 8 Nov 2019



બાબાસાહેબ પાસે ‘બુદ્ધ એન્ડ હીઝ ધમ્મા’ છાપવાના પૈસા નહોતા. એમણે તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નેહરુને પત્ર લખ્યો અને પ્રેસમાં છપાઈ રહેલા પુસ્તકની માત્ર પાંચસો નકલો ખરીદવાની વિનંતી કરી તો જવાબમાં નેહરુએ એ નકલો ખરીદવાની ઘસીને ના પાડી દીધી એટલુ જ નહીં બાબાસાહેબને બુદ્ધ જયંતીએ સ્ટોલ લગાવીને પુસ્તક વેચવાની સલાહ આપી.

તો વાંચો નેહરુને સંબોધીને બાબાસાહેબે તા. 14 સપ્ટેમ્બર, 1956ના રોજ લખેલો પત્ર,

વહાલા પંડિતજી,
હમણાં જ જેનું લખાણ મેં પૂરું કર્યું છે એ મારી કિતાબ ‘બુદ્ધ એન્ડ હીઝ ધમ્મા’નું વિષયવસ્તુ દર્શાવતી મુદ્રીત બુકલેટની બે નકલો આ પત્ર સાથે બીડી રહ્યો છું. આ કિતાબ હાલ પ્રેસમાં છે. વિષયવસ્તુ પરથી તમે જોઇ શકશો કે આ કામ કેટલું સઘન થયું છે. પુસ્તક સપ્ટેમ્બર 1956માં બજારમાં આવી જશે. મેં આના પર પાંચ વરસ કામ કર્યું છે. બુકલેટ પરથી આ કામની ગુણવત્તા જણાઈ આવશે.

પ્રિન્ટિંગ કોસ્ટ હેવી છે અને લગભગ રૂ. 20,000 થશે. આ મારી ક્ષમતા બહારનો ખર્ચ છે અને તેથી હું તમામ વર્ગોની મદદ મેળવવા કેન્વાસિંગ કરી રહ્યો છું.

બુદ્ધની 2500 વર્ષમી જન્મ જયંતીની ઉજવણી નિમિત્તે ભારત સરકાર જે વિદ્વાનોને આમંત્રી રહી છે તેમને તેમ જ વિવિધ પુસ્તકાલયોમાં વહેંચણી અર્થે આ પુસ્તકની 500 નકલો ભારત સરકાર ખરીદી શકે તો મને ગમશે.
તમારો બુદ્ધ ધર્મમાં રસ છે તે હું જાણું છું. અને તેથી હું તમને આ પત્ર લખું છુ. આશા છે કે તમે આ બાબતમાં મને થોડી મદદ કરશો.

તમારો ભવદીય,

ડો. બી. આર. આંબેડકર
26, અલીપુર રોડ, સિવિલ લાઇન્સ, દિલ્હી

હવે જવાહરલાલ નેહરુએ જવાબમાં શું કહ્યું તે વાંચો.

મારા વહાલા ડો. આંબેડકર,

તમે જેનું સૂચન કર્યું છે એ તમારા પુસ્તકની નકલો મોટી સંખ્યા ખરીદવી શક્ય છે કે કેમ એ બાબતે મને શંકા છે. અમે બુદ્ધ જયંતીના પ્રસંગે પ્રકાશન માટે કેટલીક રકમ ફાળવી હતી. એ રકમ વપરાઈ ગઈ છે. હકીકતમાં, વધારે પડતી વપરાઈ ગઈ છે. એટલે, બુદ્ધ ધર્મ સંબંધિત પુસ્તકો માટે નાણા ફાળવવાની કેટલીક દરખાસ્તોને અમારે નકારવી પડી હતી. તેથી હું તમારો પત્ર બુદ્ધ જયંતી સમિતિના અધ્યક્ષ ડો. રાધાકૃષ્ણનને તમારો પત્ર મોકલી રહ્યો છું.

હું એવું સૂચન કરીશ કે બુદ્ધ જયંતી ઉજવણીના સમયે દિલ્હી અને બીજે બધે જ્યાં વિદેશથી ઘણા લોકો આવે છે ત્યાં તમારા પુસ્તકને વેચાણ માટે મૂકી શકાય. ત્યાં તેનું સારું વેચાણ થઈ શકે.

તમારો વિશ્વાસુ,
જવાહરલાલ નેહરુ

November 11, 2019

શું સાચે જ સુપ્રિમ કોર્ટે રામના અસ્તિત્વને સ્વીકાર્યું?? : જાણો તથ્ય

By Vijay Makwana  || 10 Oct 2019



ઘણાં અહીં બેઠા બેઠા તુક્કા મારે છે કે, સુપ્રિમ કોર્ટે રામના અસ્તિત્વને સ્વીકાર્યું. રામ હતા તેવું સ્વીકાર્યું, તો..

મિ. તુક્કાબાઝ જાણી લો કે, સિવિલ પ્રોસિજર કોડ નો ઇતિહાસ રોમન લોકો સુધી જાય છે. રોમનો જ્યારે ધાર્મિક બાબતે વિવાદિત સિવિલ પ્રક્રિયા કરવાની હોય ત્યારે દેવતાઓને કાલ્પનિક પક્ષકાર બનાવી લેતાં જેથી જીવિત કોઈપણ વ્યક્તિ તે વિવાદનો લાભ કે ગેરલાભ ના ઉઠાવી જાય. ભારતમાં અંગ્રેજો સિવિલ પ્રોસીજર કોડ લઈને આવ્યા. અહીં દેવતાઓની ભરમાર હતી અને કોઈ દેવતાઓ ના મંદિરના ટ્રસ્ટ તો હતા નહિ. એટલે તેમણે રોમનો જેવી જ પરંપરા અહીં લાગુ કરી. કોઈ પણ મંદિર વિષયક વિવાદમાં ભગવાન ને જ પક્ષકાર ગણી લેવા જોઈએ તેવું લાગુ કર્યું. ભારતમાં પ્રથમવાર ડાકોર ના શામળાજી ને પક્ષકાર ગણવામાં આવેલા.

હિન્દુ લો અને ધાર્મિક ટ્રસ્ટો નો અધિનિયમ વાંચવો ખૂબ જરૂરી છે. ભારતમાં આ અધિનિયમ મુજબ કોઈ સંસ્થા, ટ્રસ્ટ, કંપની, મંદિર, મસ્જિદ, ચર્ચ, ગુરુદ્વારા, ચરમાળિયા દાદા, ખેતરપાળ જેમનામાં જીવ નથી તેવી તમામ ચીજોને પક્ષકાર ગણી શકાય છે. પક્ષકાર ગણી લેવા એટલે રામ ને હાજરાહજૂર માની લેવા તેવું નહિ. ચુકાદાને પબ્લિક ઇન્ટરેસ્ટ થી દૂર રાખવાની આ વર્ષો જૂની પ્રણાલી છે.

રામ કાલ્પનિક જ છે. મહાકાવ્ય ના નાયક જ છે. તે સુપ્રિમ કોર્ટ પણ જાણે છે. અને જેનામાં પાશેર બુદ્ધિ છે તે પણ સમજે અને માને છે.

 - વિજય મકવાણા