July 30, 2019

દુ:ખ વિશેના લોકોમાં બે જુઠ્ઠા અને ભ્રામક વિચારો

By Vijay Makwana  || 26 July 2019




(૧) સમય મોટામાં મોટા દુ:ખનો ઇલાજ છે.

પણ ખરેખર થાય છે એવું કે, દુ:ખ આપવાવાળી ઘટના અને તેની સ્મૃતિઓથી ઘેરાયેલાં તમારા મન ઉપર કેટલાંય નવા વિચારો અને નવી સ્મૃતિઓની ચાદર ચડી જાય છે. પરંતુ દુ:ખ તો ત્યાંનું ત્યાં જ મૌજૂદ હોય છે. આરામથી તે જે જગાએ છે ત્યાં બેઠું હોય છે. સમય વિતતો રહે છે તેની સાથે તમારા અવચેતન મનનો તે હિસ્સો બની જાય છે. અને ત્યારબાદ તે અઘટિત અભિવ્યક્તિ અથવા વિકૃત અભિવ્યક્તિના સ્વરુપે તમારામાંથી બહાર નિકળે છે.

(૨) બીજો જુઠ્ઠો અને ભ્રામક વિચાર એ છે કે, દુ:ખ વહેંચવાથી ઓછું થાય છે.

વાસ્તવમાં એ હકિકત ખરી નથી. બે-ચાર, કે દસ-બાર દુ:ખી લોકો સાથે મળીને કોઇ એકને સુખી નથી બનાવી શકતાં. ત્યાં માત્ર દુ:ખને ખંજોળવામાં આવે છે. દુ:ખને વલુરવામાં આવે છે અને દુ:ખ હોય છે તેના કરતાં વધું ફેલાઇ જાય છે. દુ:ખ વહેંચવાથી ઓછું થયું તેવો ભ્રમ પેદા થાય છે. દુ:ખ વહેંચવાની આ આદત ચાલું રહે તો આગળ જતાં તે પોતાની જાત પ્રત્યે દયા મેળવવાની વૃતિ એટલે કે, આત્મદયાની વૃતિ માણસમાં બળવતર બનશે.

તેથી જ તથાગત બુદ્ધે કહ્યું છે. દુ:ખનું કારણ હોય છે. તે સમજવું ખૂબ જરુરી છે...પછી કારણ ખતમ કરો તો તે દુ:ખ પણ ખતમ..

No comments:

Post a Comment