July 03, 2018

દલિત મૃતકનું વળતર બમણું કરાવો, પાછુ આપવાની વાત ખોટી.


By Raju Solanki  || 24 May 2018




આજે ટાઇમ્સ ઑફ ઇન્ડીયાના અહેવાલ પ્રમાણે રાજકોટના શાપર વિસ્તારમાં હત્યા કરાયેલા દલિત યુવાનના કુટુંબે વળતરના સરકારે આપેલા ચાર લાખ પાછા આપવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય એમને કેટલાક લોકોએ લેવડાવ્યો છે. કારણ એવું દર્શાવવામાં આવ્યું છે કે મૃતક વાણીયાનો કેસ અ ઉના-દમનના કેસની ઝડપી કાર્યવાહી ના થાય તો વળતર પાછું આપી દેવામાં આવશે. આ કયા પ્રકારની રાજનીતિ છે? કોઇપણ પીડિતનો પરિવાર અત્યારે લાગણીના આવેગમાં ઉશ્કેરાઈને આવી કોઇપણ વાત માની શકે છે, પરંતુ તેમને મળતા વળતર સાથે કાયદાકીય પ્રક્રિયાને શા માટે સાંકળવી જોઇએ? શું ભાજપની જગ્યાએ બીજો કોઈ પક્ષ સત્તા પર હોય તો ઝડપી પ્રક્રિયા થશે એની કોઈ ગેરન્ટી છે? ગુનેગારોને સજા એ તો ન્યાયિક પ્રક્રિયાની વ્યવસ્થા સાથે સકંળાયેલી બાબત છે. અને પીડિતને મળતું વળતર એનો અધિકાર છે. આ પૈસા તો પ્રજાના છે. રૂપાણી એમના ગજવામાંથી આપતા નથી. એવું હોય તો ભાજપની સરકાર દ્વારા ધારાસભ્યોને અપાતી તમામ સવલતો વિપક્ષી સભ્યો કઈ રીતે લઈ શકે? એ વખતે એ પૈસા પ્રજાના ગણીને મજેથી ગજવામાં મૂકી શકાતા હોય તો એક પીડિત પરિવારને આ રીતે ઉશ્કેરવો તદ્દન ગેરવાજબી છે. રાજકોટના દલિતોને વિનંતી કે પીડિત પરિવારને આ બાબતમાં સમજાવે. વળતર બમણું કે ત્રણગણું કરવાની વાત કરો. પાછું આપવાની નહીં.

No comments:

Post a Comment