By Raju Solanki || 5 May 2018
“આજ રોજ હું નામે ચૌહાણ મહેશકુમાર ભીખાભાઈ સભાન અવસ્થામાં લખી આપું છું કે હું છેલ્લા વીસ વર્ષથી મ.ભો.યો. (મધ્યાહ્ન ભોજન યોજના)માં સંચાલક તરીકે શેખપુર પ્રા. શાળામાં નોકરી કરું છું. ત્યાં મને શાળાના શિક્ષકો માનસિક ત્રાસ આપે છે. અને મારો પગાર રૂ. 1600 (સોળસો) છે. જેના કારણે ઘરમાં પણ પોસાતું નથી. જેના કારણે ઘરમાં ઉછીના વ્યાજે પૈસા ઘર ચલાઊં પડે છે. જેના કારણે મારા માથે ભાર હોવાથી મને કશું જ સૂઝતું નથી. જે શાળાના કારણે મને માનસિક ત્રાસ છે. મને સાઇડમાં નોકરી ધંધો પણ સૂઝતો નથી. અને માથે દેવાનો ભાર વધે છે.
જેના કારણે હું જાતે આ નિર્ણય લઊં છું. મને પરવડતું નથી અને હવે 40 વર્ષ પછી મને નોકરી કોણ. બે બાળકો પણ છે. જેના કારણે હું હતાશ તથા કંટાળી ગયો છું. જેથી મારી પત્નીને જોબ મળે અને બાળકો સાચવજો.
(પાછળ)
પરેશાન ત્રણ શિક્ષકો જ કરે છે.
રોજે રોજ ટોર્ચર કરે છે. તથા ચા-પાણી ખર્ચ મારા માથે નાંખે છે. જે દિવસે ચા, ખાંડના પૈસા ના અપાય ત્યારે તેમના વર્ગની સંખ્યા બાળકો બેસે છે તેમાંથી ઘટાડો કરે છે.
12 બાળકો ભોજનમાં બેસે તો – 8
20 બાળકો બેસે તો – 9
અને મને રસોઈયા-મદદનીસ વડનગર હોઈ પોસાતું નથી. જેના કારણે માનસિક ટોર્ચર કરે છે.
જે આપ સાહેબને ખયાલ છે. આયોજનમાં સંચાલકે સાયકલ પણ વસાવી નથી. દેવા ઘર થઈ ગયેલ છે. માનસિક ત્રાસ વધે છે.
બસ એજ
આપનો વિશ્વાસુ
ચૌહાણ મહેશકુમાર બી.
શેખપુર પ્રા. શાળા
તા. વડનગર
ચિઠ્ઠી જેમ છે તેમ અક્ષરશ: અહીં મૂકી છે. માત્ર શિક્ષકોના નામ મેં ટાળ્યા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વડનગર તાલુકાના એક ગામમાં ગુજરાતના એક નાગરીકે આ રીતે અંત આણ્યો એની જિંદગીનો. 2018ની સાલમાં મહિને માત્ર રૂ. 1800 એટલે કે વર્ષે ફક્ત રૂ. 21,000ની આમદાની ધરાવતો એક આમ આદમી બે બાળકો અને પત્ની સહિતના કુટુંબનું કઈ રીતે ભરણપોષણ કરી શકે?
7 ફેબ્રુઆરી, 2018ના રોજ વડનગરના રોહિતવાસમાં રહેતા મહેશભાઈએ વડનગરના રેલવે ફાટકની પાસે એક કુવામાં પડતું મૂકીને મોતને વહાલું કર્યું હતું. તેમના ખિસામાંથી નીકળેલી ચીઠ્ઠીમાં તેમની માનસિક સ્થિતિનો સ્પષ્ટ ચિતાર જોવા મળે છે. મહેશભાઈએ આત્મવિલોપન કર્યું એ જ અરસામાં ઉંઝાના ભાનુભાઈ વણકરે પણ આત્મવિલોપનનું કઠોર કદમ ઉઠાવેલું. વડનગરમાં લોકો રસ્તા પર આવી ગયેલા અને મહેશભાઈની દીકરી પણ પિતાની તસવીર સાથે રસ્તા પર બેસી ગઈ હતી.
આજે મહેશભાઈના આત્મવિલોપનને ત્રણ મહિના પૂરા થવા આડે બે દિવસ બાકી છે, ત્યારે હાલ એમના કુટુંબની તેમજ એટ્રોસિટી એક્ટની કલમ 3(2)(5) તથા આઈપીસીની કલમો 306, 114 હેઠળ વડનગર પોલિસ સ્ટેશનમાં દાખલ થયેલી એફઆઈઆર નં. 5 ⁄ 18 હેઠળ દાખલ થયેલા કેસની સ્થિતિ શું છે?
મૃતકના મોટા ભાઈ રમેશભાઈ અમદાવાદમાં જીવરામ ભટ્ટની ચાલીમાં રહે છે. બે દિવસ પહેલાં તેઓ મહેશભાઈના કેસના કાગળો મને ઘરે આપી ગયેલા. આ કાગળોનો અભ્યાસ કરતા જણાય છે કે આ કેસના ત્રણેય આરોપીઓ એફઆઈઆર ક્વૉશ (રદ) કરાવવા ગુજરાત હાઇકોર્ટમાં ગયા છે. તા. 15 ફેબ્રુઆરી, 2018ના રોજ જસ્ટિસ પારડીવાલાએ મૌખિક આદેશમાં જણાવ્યું છે કે “There shall be no coercive steps against the applicants. એટલે કે “અરજદારો (એટલે કે ત્રણેય આરોપીઓ) સામે કોઈપણ પ્રકારના બળપ્રયોગના પગલાં ભરાશે નહીં.”
મહેશભાઈના વિધવા પત્ની ઇલાબહેન જેઓ હાઇકોર્ટના કેસમાં પ્રતિવાદી (respondent) છે તેમના તરફથી ખંતીલા, ઝુઝારુ, પ્રતિબદ્ધ અને વિદ્વાન ધારાશાસ્ત્રી ગિરીશ દાસ પોતે હાજર રહ્યા છે. અદાલતમાં મેટર હીયરિંગ પર આવતી નથી, બે મુદતો પડી ચૂકી છે અને હવે તો કોર્ટમાં ઉનાળાનું વેકેશન પણ પડી ગયું છે. દરમિયાન સમાજ કલ્યાણે ઇલાબહેનને એક લાખ રૂપિયા આપ્યા છે, પરંતુ તેમને તેમના દિવંગત પતિની જગ્યાએ મભોયોની એ જ જુની નોકરી આપી છે, એ જ શાળામાં એ જ ત્રણ આરોપીઓની પનાહમાં તેમની દયા પર જીવવા છોડી દીધા છે. ઇલાબહેન હાલ નોકરી પર જતા નથી. બે બાળકો સહિતના ત્રણ વ્યક્તિના પરિવારનો જીવનસંઘર્ષ વસમો થઈ ચૂક્યો છે.
ઉનાળુ વેકેશન પછી હાઇકોર્ટના કેસમાં ધારાશાસ્ત્રી ગિરીશ દાસ પાછી પાની કરવાના નથી, પરંતુ ઘરનો મોભી ગુમાવનારા એક પરીવારની પડખે ઉભા રહેવામાં સમાજ ઉણો ઉતરશે તો ....?
In English :-
Three months back, a 40-year-old Dalit man from Narendra Modi’s own town Vadnagar committed suicide by jumping into a well after he was harassed by three teachers at a school where he was working as an administrator of Mid Day Meal (MDM) scheme. His monthly salary was just Rs. 1600 and as he had written in his suicide note, the three teachers mentally tortured him by ordering him to pay their tea bills. Kind-hearted Gujarat government has given his widow same job at the same place, in the same school and in the vicinity of same three teachers. The scared woman has not resumed her new duty and her two kids are now starving. The three accused has moved Gujarat High court to quash the FIR lodged against them and Court has ordered not to take ‘coercive’ steps against them. This is Gujarat model!
Yesterday Ramesh Chauhan, elder brother of the victim came to my home and narrated the gruesome story. I solaced him and pledged to support the legal battle.
Original Facebook Post :-
No comments:
Post a Comment